________________
૪૯૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
વિજ્ઞાન, મન વશનું !
આ લોકોને શીખવાડીએ છીએ અમે. એ શું કહે છે મને કે મારું મન વશ રહેતું નથી ?” કહ્યું, ‘મનથી જુદો રહે, એની ઓરડી જુદી, આપણી ઓરડી જુદી. એની ઓરડી જુદી જ છે પણ તું લાલચ છે તેથી ત્યાં પેસી જાય છે પાછો.” મન કહેશે, ‘હંડો ને, મીઠાઈ ખાઈએ.’ તે વાત તરત જ પકડી લે છે. એવી વાત નીકળે તે પહેલાં તો પકડી લે છે. નહીં તો મન તો જુદું જ છે બિચારું. મનને એવું કશું છે નહીં. મનને ને આત્માને લેવાદેવા જ નથી. અહંકારનેય લેવાદેવા નથી. અહંકારેય જુદો, આત્મા જુદો ને મનેય જુદું. સહુ સહુની ઓરડીમાં જુદા છે. આ તો મને કહેશે, ‘જલેબી તાજી છે, સરસ છે', તે પેલો અહંકાર ભેગો થઈ જાય છે.
પ્રશ્નકર્તા: આત્મા જુદો હોય તો અહંકાર, મન ભેગો થઈ જાય તો શું ચિંતા ?
દાદાશ્રી : ના, ના, આ બે ભેગા થઈને ગૂંચવાડો ઊભો કરે છે. તે આત્મા ઉપર પાછું વાદળ વીંટાય છે, અંધારું વધારે કરે છે. આત્માનું કશુંય જતું નથી ને આવતું નથી. આત્માને કશી ખોટેય નથી. ગૂંચવાડો આમાં રહેશે તોય એને ખોટ નથી. છુટો રહે તોય નફો નથી. એને દુઃખ જ નથી. બરફના ઢગલાને ટાઢ વાતી હશે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યારે તાપ લાગતો હશે, ઉપર દેવતા પડે તોય ? ના. એવો આત્મા છે ! આનંદમય છે !! એટલે કેવું ? આ બરફને દેવતા અડાડીએ તો બરફ દાઝે ખરો ?
પ્રશ્નકર્તા : ના, પણ મનની બાબતમાં એમ માનું છું કે આ શોકમય છે.
દાદાશ્રી : ના, એમ નહીં. આ જેમ બરફ દાઝે નહીં ને, એવી રીતે આત્મા વિશાદમય કે શોકમય કોઈ દહાડો થયો નથી. એ તો પરમાનંદી સ્વભાવનો છે. ઊલટું એને અડે, તે પરમાનંદી થઈ જાય.
પ્રશ્નકર્તા : ઉનાળામાં આઈસ્ક્રીમ મળ્યો અને જે આનંદ થયો અથવા તો ગરમ પાણી મળ્યું ને જે શોક થયો એ મનની વાત છે ?
દાદાશ્રી : હા, એ મનની વાત છે. પણ મન જોડે ડાઈવોર્સ થવો જોઈએ ને ? ડાઈવોર્સ થઈ ગયો હોય પછી વાંધો નહીં.
પ્રશ્નકર્તા : નથી થયો.
દાદાશ્રી : તો પછી કામનું નહીં. મન જોડે ડાઈવોર્સ થઈ ગયો હોય પછી આપણે છૂટા જ છીએ. આ જગત જ મન જોડે ડાઈવોર્સ માગે છે.
આજ્ઞામાં રહ્યા, તો વર્તે મત વશ ! પ્રશ્નકર્તા : આપણા મહાત્મા તમારું અધ્યયન કરે તો પણ મન વશ ના થાય તો શું કરવું ?
દાદાશ્રી : મહાત્માને આજ્ઞા શું છે ? મન એ શેય છે અને તમે જ્ઞાતા છો. એટલે મન વશ થઈ ગયેલું છે એમને. એટલે મન વશ ના થતું હોય તો એમની ભૂલ છે. એ મારી આજ્ઞા પાળતા નથી, નહીં તો એમને વશ થઈ ગયેલું હોય, સંપૂર્ણ પ્રકારે. સો એ સો ટકા મન વશ થઈ ગયું હોય, આજ્ઞા પાળે તો. કારણ કે મન જોય છે તો શેયને જાણવાનું કે એની મહીં ઊંડું ઉતરવાનું ?
પ્રશ્નકર્તા : જાણવાનું.
દાદાશ્રી : સારા વિચાર આવે કે ખોટા વિચાર આવે તો જાણ્યા કરવાના આપણે. પોતે જ્ઞાતા છે, એવી રીતે આપણું જ્ઞાન આપેલું છે. એટલે મન જોડે આપણે હવે લેવાદેવા રહી નથી. મન જોડે વિચાર કરવો ને, એ કાયદેસર જ નથી. આપણા જ્ઞાનના આધારે ગેરકાયદેસર છે, દંડ કરવા લાયક છે. જે વિચાર આવે છે તે જોઈ લેવાનો. કારણ કે મન વશ થઈ ગયું. વશ થયેલાને પાછું સળી કરો છો ? જ્ઞાનથી જ મન વશ થાય. કોઈ દહાડો બીજી કોઈ વસ્તુથી મન વશ ના થાય.