________________
વિજ્ઞાન, મન વશનું !
૪૯૭
૪૯૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) રહેતું, તે મન વશ કરી આપીએ છીએ અને પાપો ભસ્મીભૂત કરી આપીએ. જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય. મન વશ કરવું હોય ને, તો અહીં આવજો, ‘હું કોણ છું’ જાણવા. ‘હું કોણ છું’નું ભાન ચાર કલાક રહે એવું કરવું છે કે નિરંતરનું ?
પ્રશ્નકર્તા : કાયમ.
દાદાશ્રી : બસ, આવજો અહીં આગળ. તમારે મન વશ કરવું છે ? આ પૈડપણમાં મન વશ કરવું છે ?
પ્રશ્નકર્તા : કરી આપો તો સારું. બાકી, મન વશ થતું નથી.
દાદાશ્રી : કરી આપીએ. કો'કને ત્યાં ગયા હોય, કો'કની થાળીમાં જલેબી દેખે ત્યારે કહે, ‘આ જલેબી લાવીએ તો બહુ સારું.’ અરે, આ પૈડપણમાં અત્યારે શું જલેબી ? તે પૈડપણમાં આવા બહુ ફાંફાં મારે, નવરાશ આખોય દહાડો. અને જોયેલું બધુંય મહીં યાદ આવે, ઉપાધિ બધી. ઘરમાં કોઈને કહેવાય નહીં કે જલેબી લાવી આપો. બધા લોક કહેશે, પૈડા થયાં ને આ શું બોલો છો ?” પૈડા થયા એટલે, લ્યો, શું થયું ? અમારું મન પૈડું થઈ ગયું છે કંઈ ? મન તો હંમેશાં ફ્રેશ રહે છે.
મત વશ તેતે જગ વશ ! પ્રશ્નકર્તા : અમારું મન વશ વર્તે તે કેવી રીતે સમજાય ?
દાદાશ્રી : એનો પુરાવો શું કે આ બધા ધક્કામુક્કી કરે છે, પણ નવરા પડો કે તરત તમારી ઈન્ટરેસ્ટની સાઈડમાં જતા રહો છો, આત્માની સાઈડમાં આવતા રહો છો ને, તેને મન વશ કહ્યું. મન છે છતાં હેરાન નથી કરતું ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એનું નામ મન વશ કર્યું કહેવાય. એટલે હવે મન વશ થઈ ગયું હોય. અને જેણે મનને વશ કર્યું એણે જગતને વશ કર્યું.
બાકી, આમ જગત વશ થાય નહીં. એ તો મનને વશ કર્યું એટલે જગત વશ થઈ ગયું. ભગવાન મહાવીરને મન વશ થઈ ગયું હતું.
મતની સામે કાઉન્ટર વિચાર... પ્રશ્નકર્તા : હવે મન જે વસ્તુ પકડે છે, એ જ પછી બહાર રીપ્રોડ્યુસ થાય છે ?
દાદાશ્રી : હા, એ તો મનમાં જે છે ને, તે આવ્યા વગર રહે નહીં. એનો કાળ પાકે ત્યારે આવે. એટલે પાંચ ને વીસ મિનિટ થાય, જગ્યા ભેગી થાય ને બીજા સંજોગો ભેગા થાય ત્યારે એક્ઝોસ્ટ (ખાલી) થવા માંડે. એટલે આપણને એમ થાય કે આવા વિચારો કેમ આવે છે ? હવે સાઠ વર્ષે પૈણવાનો વિચાર આવે. આમ તો છે તે પક્ષાઘાત થવા માંડ્યો હોય. અરે, સાઠ વર્ષે પૈણવાના વિચાર ? એય આવે, બળ્યા ! તો એની સામે બીજું મૂકવું પડે, દરેકના સામે મુકીએ નહીં ને તો પ્લસમાઈનસ થાય નહીં ને ઊલટા તમે કંટાળીને હેરાન થઈ જશો.
આ મન તો એવું છે ને, તે આપણા જે મોટા ઋષિઓ હતા ને, એમનાં તપમાં ભંગ કરાવી દીધો હતો. આ મનનો સ્વભાવ એવો છે. એટલે મનના સામું મૂકવું જોઈએ. તમે મૂકો છો કે કંઈ ?
પ્રશ્નકર્તા : સામે કાઉન્ટર વિચાર મૂકું.
દાદાશ્રી : હા, કાઉન્ટર વિચાર મૂકવો જોઈએ. હંમેશાંય કાઉન્ટર વેઈટ મૂકવું જ પડે.
પ્રશ્નકર્તા : ઋષિમુનિઓએ કાઉન્ટર વિચાર નહીં મૂકેલા હોય ?
દાદાશ્રી : એમનું શું ગજું ? એ તો મહાન જાગૃતિ જોઈએ, સંપૂર્ણ જાગૃતિ જોઈએ. આ જાગૃતિ મૂકીએને તો મન વશ થતું જાય, નહીં તો મનને વશ થતાં જઈએ.
આપણે મનને વશ થઈએ જ શાનાં ? એ આમ બોલે ત્યારે આપણે આમ સામું બોલીએ.