________________
૪૯૪
વિજ્ઞાન, મન વશનું !
૪૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : એ વર્તે નહીં ને ! ઘડીકવારમાં જો કદી છંછેડું તો આખી રાત છંછેડાયેલું રહે. ઠેકાણું નહીં ને ! છંછેડાય નહીં ત્યારે સાચું. અને સનાતન સુખના ભોગી હશે ખરા કોઈ ? સનાતન એટલે પરમેનન્ટ સુખ. ભગવાન પણ ડખલગીરી ના કરી શકે. એવું એક જોવામાં આવે તોય બહુ થઈ ગયું. એક જોવામાં આવે તોય દર્શન કરીએ.
મત વશ વર્તાવે જ્ઞાતી ! મહાવીર ભગવાને શું કહ્યું ? મનને જેણે વશ ક્યું, એણે જગતને વશ કર્યું અને મન વશ નથી થયું તો પોતે મનને વશ થઈ ગયેલા હોય.
પ્રશ્નકર્તા : આપનું કહેવું બરોબર છે, પણ એ થતું નથી એવું.
દાદાશ્રી : એ એવું થાય નહીં. પોતે મનને વશ થયેલો, એ મનને શી રીતે વશ કરી શકે ? બંધાયેલો માણસ પોતે શી રીતે છૂટી શકે ?
પ્રશ્નકર્તા : મનને વશ કરવા માટે શું કરવાનું ?
દાદાશ્રી : અરે, ‘કરવાથી’ તો મન વશ થતું હશે ? કરવાથી તો આ મન બહેક્યું છે. ‘મેં જપ કર્યા ને તપ કર્યા’, તે ઊલટું વધારે બહેક્યું. પાછું કરવાનું ખોળો છો, આટલું આટલું કર્યું તોય ? અને કરે કોણ ? મિકેનિકલ કરે. તમે મિકેનિકલ છો ? હા, પણ મિકેનિકલ જ છે ને અત્યારે તો પોતે.
પ્રશ્નકર્તા : અમે તો સફેદ ચાદર લઈને આવ્યા છીએ. હવે તમે પાકો રંગ ચઢાવી દો.
દાદાશ્રી : હા, પાકો રંગ એવો ચઢાવી દઈએ. પાકો રંગ નહીં, મોક્ષ તમારા હાથમાં આપીએ. હાથમાં મોક્ષ ! અને તેય પાછું મન વશ થયેલું હોય. મન વશ ના થાય ત્યાં સુધી કંઈ શાંતિ રહે ? મન વશ કરે એ કોણ કહેવાય ? ભગવાન કહેવાય. તે પણ ભગવાન થતાં
વાર લાગશે પણ મન વશ કરી આપીશ તમને. મન તમારા વશ રહ્યા કરે. બીજું શું જોઈએ ? દિવ્યચક્ષુ આપીશ તમને. પછી જ્યાં જાવ ત્યાં ભગવાન દેખાય તમને. આ ચામડાની આંખથી નહીં દેખાય તમને.
ભગવાન કાબૂમાં આવ્યા કે તરત બધાનાં મન વશ વર્તતાં થાય. ભગવાન વશ થઈ ગયાં તો બધું વશ થાય.
મન વશનો રસ્તો શો છે કે ‘આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે', એવું થોડુંઘણું સમજાય આપણને તો મન વશ થાય. અને નહીં તો તમે જો તમારા અભિપ્રાય બંધ કરી દો, તો તમારું મન તમને વશ રહેવું જ જોઈએ. જૂનાં અભિપ્રાયને લીધે એનું જે રિએક્શન (પ્રતિક્રિયા) હશે તે આવશે, પણ નવા અભિપ્રાય બંધ કરી દો તો તમને બહુ મઝા આવશે. તો મન વશ થતું જાય.
પ્રશ્નકર્તા : કેટલાક એમ કહે છે કે મનને અમન બનાવો. અમન સંબંધી જ વાત પૂછું છું.
દાદાશ્રી : હા, એટલે એ મન પોતે અમન થઈ ગયું કહેવાય. એટલે અમે જ્ઞાન આપીએ ને, તો મન વશ થઈ ગયેલું જ હોય. પણ કેટલાક માણસોને પોતાની કચાશ હોય ને, તે એનો લાભ લેતા ફાવતું નથી. નહીં તો નિરંતર મન વશ રહે એવું છે. આ તો અક્રમ વિજ્ઞાનનું ફળ છે એટલે, નહીં તો ક્રમિકમાં મન વશ કરવાનો રસ્તો જ નથી. એને મારતા મારતા, મનને માર માર કરી અને ઠેઠ જવાનું છે. આ ગળપણ નથી ખાવું, આજ ફલાણું નથી ખાવું', આ ઇચ્છાઓનો ત્યાગ કર્યા કરે. કેટલી બધી ઇચ્છાઓ ! અને આ વિજ્ઞાનના પ્રયોગથી તો સહેજેય પતી જાય ને !
પ્રશ્નકર્તા : આપ જે જ્ઞાન આપો છો, એ કેવા પ્રકારનું જ્ઞાન
દાદાશ્રી : એ જ્ઞાન એકલું નથી આપતા અમે, અમે તો તમારું મન વશ પણ કરી આપીએ છીએ. તમારું મન તમારા કબજે નથી