________________
વિજ્ઞાન, મન વશનું !
(૧૨) વિજ્ઞાન, મન વશતું !
વર્તે, અવશતામાં મત...
પ્રશ્નકર્તા: એમ કહેવાય છે કે આપણું મન જગતમાં ચાલતી પ્રવૃત્તિના મૂળમાં છે અને તેમાં પ્રચંડ શક્તિ રહેલી છે. મનને અંકુશમાં કેવી રીતે રાખવું ?
દાદાશ્રી : રાતે તમારે ઊંઘવું હોય તે ઘડીએ ઊંધી જાવ ખરા ? જેટલા વાગે ઊંઘવું હોય તેટલા વાગે ?
દાદાશ્રી : ઊઠવામાં ? પ્રશ્નકર્તા : સ્વતંત્ર નહીં. દાદાશ્રી : તો સંડાસ જવામાં ? પ્રશ્નકર્તા : આપણી સ્વતંત્રતા છે જ નહીં ને એમાં ! દાદાશ્રી : તમે કહો છો ને, કમાણી કરવામાં સ્વતંત્ર છીએ ?
પ્રશ્નકર્તા : એ સ્વતંત્ર છે જ નહીં. મન જ કરાવે છે. મન જ કમાવે છે અને મન ગુમાવે છે. આપણે સ્વતંત્ર છીએ જ નહીં ખરેખર.
દાદાશ્રી : ઓહો ! ત્યારે તમારું ચલણ શેમાં ?
પ્રશ્નકર્તા: ચલણ તો મનને જો આપણે કાબૂમાં લઈ શકીએ તો જ, નહીં તો આપણું ચલણ છે જ નહીં. અહીં આવવામાંય મનની ઇચ્છા થાય તો મન લાવ્યું. મન ના પાડે કે નથી જવું તો નહીં. મન જ કરાવે છે કામ.
દાદાશ્રી : એ તો એવું છે ને, આ તમે મનને કહો ને, તો મહીં બીજા તંત્રો ને બધાને ખોટું લાગે. એટલે આપણે જેમ છે એમ કહેવું જોઈએ. એટલે મહીં પાર્લામેન્ટ છે.
ત્યારે થાય મત વશ ! ચંદુભાઈ તો આ શરીરને ઓળખવાનું સાધન આપેલું લોકોએ, નામ આપેલું, તો તમે કોણ છો ? ‘મારું નામ ચંદુભાઈ’, તે “મારું” કહેનારો કોણ છે ? ‘આ દેહ મારો, હાથ મારા, કાન મારા, આંખો મારી, બુદ્ધિ મારી, મન મારું, ચિત્ત મારું, અહંકાર મારો, આ બધું મારુંમારું બોલે છે તે કોણ છે એ ?
પ્રશ્નકર્તા: એ જ હું પૂછું છું કોણ છે એ ?
દાદાશ્રી : હા, એ તમે જાણો તો મન વશ થાય, નહીં તો વશ ના થાય.
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કેમ ?
પ્રશ્નકર્તા : મનને આપણે વશ છીએ, મન આપણને વશ નથી.
દાદાશ્રી : ઓહો ! તમે અવશપણે કરો છો આ બધું ? પોતાને વશથી નહીં. આ અવશથી, બીજાનાં વશથી આ કરી રહ્યા છો. એટલે કો'કના વશથી તમે કરી રહ્યા છો. તમારું સ્વતંત્ર નથી આ કરવામાં ?
પ્રશ્નકર્તા : સ્વતંત્ર નથી. દાદાશ્રી : એટલે રાત્રે સૂઈ જવામાંય સ્વતંત્ર નહીં ? પ્રશ્નકર્તા : નહીં.