________________
૪૮૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ના, અમને નથી લાગતું. આ તો પૂછીએ છીએ. દાદાશ્રી : આ તો અમે દાખલો આપીએ છીએ.
પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પ્રતિબદ્ધ થવાય છે એ કોણ પ્રતિબદ્ધ થાય છે ?
દાદાશ્રી : એનો સ્વભાવ. દ્રવ્યનો સ્વભાવ બંધાય છે. એ જે દ્રવ્ય છે તે, તેનો સ્વભાવ બંધાય છે.
પ્રશ્નકર્તા : એ કોને બાંધે છે ?
દાદાશ્રી: મનને. આ આઈસ્ક્રીમ ખાય એટલે મન જોડે આઈસ્ક્રીમ બંધાય કે આઈસ્ક્રીમ જોડે મન બંધાય ?
પ્રશ્નકર્તા : મન બંધાય.
દાદાશ્રી : આઈસ્ક્રીમવાળા તો નહીં !
પ્રશ્નકર્તા : આપ નિરંતર મનથી મુક્ત રહો છો, મનથી જુદા રહો છો, એટલે અપ્રતિબદ્ધ દશા કહી ?
દાદાશ્રી : અમારું મન બંધાય જ નહીંને, ટેસ્ટેડ. હીરા દેખાડો પણ બંધાય નહીં. પ્રતિબદ્ધ થાય તો પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : જ્ઞાની કળાય એવા છે જ નહીં !
દાદાશ્રી : જ્ઞાનીને કળવા ગયો તે ગુનો છે. પોતે જ કળાઈ જાય. એટલે તીર્થંકર સાહેબે શું કહ્યું કે જ્ઞાનીને માપવા જઈશ નહીં, નહીં તો તારી બુદ્ધિ મપાઈ જશે. હા ! પોતે ડફોળ છે, તારી બુદ્ધિ ડફોળ છે, એવું મપાઈ જશે, કહે છે.
હવે તો આધાર તોડવો, એ જ પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : નિશ્ચિંત અને નિર્ભય ના થાય તો આપેલો આત્માય જતો રહે ?
મનની મૂંઝવણનો ઉકેલ
દાદાશ્રી : ના, એ તો એમાં પછી રહ્યું નહીં ને ! આપણે ત્યાં બને નહીં. પણ વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવો જોઈએ. અનાદિકાળથી સંસાર શેના આધારે ઊભો રહ્યો છે ? જે આધાર હજી તૂટ્યો નથી. એટલે એને આધાર તોડ તોડ કરવો પડે. આપણું જ્ઞાન લીધા પછી શું તોડ તોડ કરવું પડે ?
પ્રશ્નકર્તા : આધાર તોડવો જોઈએ.
દાદાશ્રી : જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહેલો છે, તે આધાર તોડ તોડ કરવાનો છે. બીજું કશું નહીં, આધાર તોડ તોડ કરવાનો.
હવે શેનાં આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી કે નથી કોઈ પજવતું. આ તો આત્મા તન્મયાકાર થયો એની મહીં, તેથી સંસાર ઊભો રહ્યો છે. એટલે મનનાં પર્યાયોને તોડ તોડ કરવાં જોઈએ. આ મારા ન હોય, મારા ન હોય', ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. અનાદિનો અભ્યાસ છે ને, તે એને મીઠાશ વર્તે છે. એ મીઠાશ શુદ્ધાત્માને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું. છૂટું જ જોવું પડે,
તો જ ઉકેલ આવે.
܀
૪૮૫
܀