________________
વિજ્ઞાન, મન વશનું !
૪૮૯
૪૮૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એ સમજાવો.
દાદાશ્રી : “આપણું સ્વરૂપ શું છે ? આપણે ખરેખર કોણ છીએ ?” એ જાણીએ, સેલ્ફનું રિયલાઈઝ થાય, ત્યારે આપણું મન વશ થઈ જાય. તમારું મન વશ કરવું છે ને ?
પ્રશ્નકર્તા : હા, આ બધાંને ફાયદો થાય એ લક્ષમાં રાખીને આ પ્રશ્ન પૂછયો છે.
દાદાશ્રી : હા, એ બરોબર છે. પણ મન વશ ત્યારે થાય કે જ્યારે પોતે કોણ છે એ જાણે ત્યારે. નહીં તો મન વશ થાય નહીં. હંમેશાં એકાગ્ર થાય. પછી પાછું ઊડી જાય. કઈ કઈ બાબતમાં એકાગ્ર રહે છે તમારું મન ?
પ્રશ્નકર્તા : પ્રયત્ન કરીએ તો રહી શકે. દાદાશ્રી : તો પ્રયત્ન કરતા નથી ? પ્રશ્નકર્તા : પ્રયત્ન કરતા બધામાં સફળતા ના મળે.
દાદાશ્રી : કેમ સફળતા ના મળે ? મન તો આપણું જ છે ને? આપણું છે પણ માને નહીં ?
પ્રશ્નકર્તા : પણ મન આપણા વશમાં નથી ને ?
દાદાશ્રી : પૈસા ગણતી વખતે મન વશમાં રહે છે કે નહીં ? બેન્કમાં રૂપિયા ગણવાના હોય તે ઘડીએ ?
પ્રશ્નકર્તા : એટલો ટાઈમ રહે.
દાદાશ્રી : હા, એટલે જ્યાં રુચિ હોય ને ત્યાં વશ રહે. આ તો ભગવાનમાં રુચિ નથી, પૈસામાં રૂચિ છે પણ ભગવાનમાં રુચિ વધારો એટલે મન વશ રહેશે.
વધારે સમજવું હોય તો સત્સંગમાં આવતા રહો. બધું સમજાવીએ. મન વશ હઉ અમે કરી આપીએ. તમારે બીજું કશું પૂછવું છે ?
મત તાશ કે મન વશ ? પ્રશ્નકર્તા : માણસો સંતોષી નથી એનું કારણ શું ?
દાદાશ્રી : સંતોષ કંઈ રાખ્યો રહે નહીં. સંતોષ એ તો જેમ જ્ઞાન સમજણ આવે તેમ તેમ સંતોષ થાય કે આ દુ:ખદાયી છે. મોહના માર્યા આ લાવીએ છીએ ખરાં પણ એ દુઃખદાયી છે એવું ખબર પડે એટલે પછી એ બાજુનું પ્લસ-માઈનસ થઈને પછી સંતોષ થઈ જાય. સંતોષ થવા માટે એ જ્ઞાનની જરૂર છે. એ કંઈ અજ્ઞાનતાથી સંતોષ ઊભો થાય નહીં. સાચી સમજણ આવે એટલે મને વાંધો ન ઉઠાવે એટલે એ સંતોષ થાય. મન વાંધો ઉઠાવે કે સંતોષ ના થાય. અમારું મન કોઈ દહાડો વાંધો ના ઉઠાવે. અમને વશ થઈ ગયેલું હોય નિરંતર. ચિત્તેય આઘુંપાછું ના થાય. અને એ શક્તિ તમારામાંય છે. ફક્ત એ ખોલી આપીએ. અનંત અવતારના પાપ ભરેલાં છે તે ધોવાં પડે. ત્યારે રાગે પડે. નહીં તો તમે શી રીતે રાગે પાડો ?
પ્રશ્નકર્તા : મારે મનનો નાશ કરવો છે.
દાદાશ્રી : ના, એવું અમે કોઈ વસ્તુનો નાશ કરવા નથી બેઠા. અહીં અમારો ધર્મ બધી અહિંસાનો. તમારે વેર છે એવું ? એને જીવતું રહેવા દેવામાં શું વાંધો ? આપણે જ જન્મ આપેલો એને, અને પછી આપણે જ મારીએ તો આપણી શી દશા થાય ?
પ્રશ્નકર્તા : હું એ સેન્સ (અર્થ)માં કહું છું કે ઇચ્છાઓ, કામનાઓ, વાસનાઓ નાશ થાય એમ.
દાદાશ્રી : મનને વશ કરવાથી ઇચ્છાઓ, કામનાઓ બધી બંધ થઈ જાય. નાશ કરવાથી હિંસા થાય. મનનો નાશ કરવાની જરૂર શું? મન જીવતું રહે અને પોતાના વશમાં રહે, એ માટે વૈજ્ઞાનિક પ્રયોગ છે. તમારું મન તમારામાં વશમાં રહે. વૈજ્ઞાનિક રીતે હોવું જોઈએ. પુસ્તકના આધારે ના ચાલે. પુસ્તકોમાં તો ધૂળ વસ્તુ લખેલી છે. શબ્દો સ્થૂળ હોય અને આ પ્રયોગ બધા વૈજ્ઞાનિક હોય, સૂક્ષ્મ હોય, શબ્દમાં