________________
૪૭૮
અમારે આખો દહાડો બન્યા કરે છે. એક મળેલો હોય છે. બાકી, જ્ઞાન તો હોય જ કહેવાય નહીં ને !
આવે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કાળ હોય છે, ટાઈમીંગ નહીં ને ! આને જ્ઞાન
વિચારોતો સ્વભાવ વિચિત્ર !
વિચારોનો સ્વભાવ કેવો છે ? ખાટકી વાડે જાય તેવા વિચાર
‘શેષામે બાહિરાભાવા.' ત્યારે કહે, ‘બાહિરાભાવા કેમ ઓળખાય ? બાહિરાભાવ શું કર્યા છે તે ?” ત્યારે કહે, ‘સવ્વ સંજોગ લખ્ખણા.' સંજોગ લખ્ખણ ઉપરથી. ચોરી કરીએ તો આપણને ના સમજણ પડે કે, કયો ભાવ કર્યો હતો ? આપણા પૈસા કોઈ ઘાલી જનાર ના મળ્યો, તો આપણે ના સમજીએ કે આ કયો ભાવ કર્યો હતો ? હા, કોઈને દબાવવાનો વિચાર કર્યો તે જ આપણને દબાવી જાય. આપણા એ વિચારનું પરિણામ છે આ. ક્રિયાનું પરિણામ નથી, વિચારનું પરિણામ છે. લોક તો શું સમજે ? મેં ઘાલ્યા હશે તો એ દબાવી જાય. ના, એવું નથી આ. તેં ઘાલવાના વિચાર કર્યા, તેથી જ તારા ઘાલ્યા. માટે વિચારને જાણજે. આ બધું ભયંકર જોખમ છે. ‘વિચાર’ શબ્દથી તો ભયંકર જોખમ છે. ક્યાં સુધી જોખમ છે ? જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી. જ્ઞાન મળ્યા પછી વિચાર હોય જ નહીં. વિચરે તો વિચાર.
એટલે સંજોગ લખ્ખણ ઉપરથી ખોળી કાઢવાનું. એક દહાડો મનમાં વિચાર આવ્યો હોય કે અથડાઈ પડ્યા તો શું વાંધો છે ? એક જ દહાડો બોલ્યા હોય તો વિચાર એવા આવે. રોજ મનમાં ભાવ કર્યો હોય કે ક્યારેય અથડાવું નથી; અથડાવું નથી, વિચારેય ના આવે તો અથડાવાય નહીં. પણ એક જ દહાડો આવો વિચાર આવ્યો ને, તે અથડાયા વગર રહે નહીં. એટલે અવિરોધાભાસ જોઈએ. આ તો જગત બહુ સમજીને ચાલવા જેવું છે. જોખમવાળું, નર્યું જોખમ જ ભરેલું છે.
મનની મૂંઝવણનો ઉકેલ
૪૭૯
કૃપાળુદેવ કહેતા...
કૃપાળુદેવ પૂછતા હતા કે ‘તમને અમારી વાત કેવી લાગે છે ?’ ત્યારે પેલા કહે છે, ‘સાહેબ, તમારું તો બધું આ બરાબર જ છે ને ! એમાં પૂછવા જેવું છે જ શું ?” ત્યારે કૃપાળુદેવ કહે, “અમે તો એટલા માટે કહીએ છીએ કે તમે પૂછો એટલે અમને શાતા થાય.'
આ તાવ આવ્યો હોય ને તો કહેશે, ‘તમને તો તાવ આવ્યા જ કરે છે, એમાં પૂછવા જેવું શું ?” એ ના ચાલે. આપણે પૂછવું પડે, કેમ છે આજે ?” એ પૂછીએ ત્યારે સામાને સારું લાગે. કૃપાળુદેવ કહે છે કે અમને પૂછો તો ખરા કે ‘ભઈ, આપને શાતા છે ને !' તો શાંતિ વળે ને ! ‘કેમ ભઈ, શું થયું છે ? માથું દુઃખે છે ?” પૂછવામાં વાંધો શો એમાં ? આનું નામ વ્યવહાર કહેવાય. આને કપટ નથી ગણાતું.
એ તો મારા હૃદયમાં છે' કહીએ તો ના ચાલે. હૃદય ત્યાં ચાલે શી રીતે ? વ્યવહાર હોવો જોઈએ. અમેય હીરાબાને પૂછીએ, ‘કેમ છે તબિયત ? સારી છે ? કેમ હસતા હતા એ કહો.’ ત્યારે એ કહે, ‘હું તો રડું છું હઉ !' ત્યારે મેં કહ્યું, ‘પાછા રડો છો શા હારુ ?” ત્યારે કહે છે, ‘અહીં દુ:ખે છે તો રડવું આવે, નહીં તો હસવું આવે.' એટલે પૂછવું પડે. વ્યવહાર તો કરવો પડે.
એટલે કૃપાળુદેવ કહે છે ને કે અમે આટલો બધો બહાર ઉપદેશ આપીએ છીએ આ બધા લોકોને, ને લોકો ખુશ થઈ જાય છે પણ
તમે અમને એમ કહેતા નથી કે ‘લોકો એકદમ આનંદમાં આવી ગયા હતા ને આ લોકોને બહુ ગમ્યું', એવું બોલો તો અમને અમારી શાતા પૂછવા જેવું લાગે. પણ બોલે નહીં તો પછી શું થાય ? કંઈક જોઈએ કે ના જોઈએ ? થોડુંઘણું મોઢામાં મૂકવા ના જોઈએ ? મોઢામાં મૂકીએ તો પછી ચાલ્યું શાતામાં. મોઢામાં ન મૂકીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર હોવો જોઈએ.
દાદાશ્રી : હા, અહંકાર તો છે પણ મન છે ને, તો અહંકારને