________________
૪૮૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પહોંચાડે કે આ મીઠાઈ સરસ છે ને પેલી બરોબર નથી. એટલે મન છે ત્યાં સુધી આની જરૂર. અમારે તો મન નહીં ને ! અમારે સુક્ષ્મ મન એટલે કશું પકડે નહીં ઘડીવાર, જેમ ચાલુ ગાડીમાં ચડ-ઉતરેને એના જેવું, ને તમારી ગાડી તો પા-પા, અરધો-અરધો કલાક ઊભી રહે. તે ઘડીએ ચઢ-ઊતર થઈ જાય.
પ્રશ્નકર્તા: કોઈ કશું ચગાવે ત્યારે મન શું થઈ જાય ?
દાદાશ્રી : અમારું મન છે તે ઝલાઈ ના જાય. અમારે સહેજ વાર ઝલાય બહુ ત્યારે. એમના મનને દુઃખ ના થાય એ હેતુ હોય.
પ્રશ્નકર્તા : આ બધા મહાત્માઓને મન ખરું એટલે પેલી ગલીપચી જોઈએ ને ?
દાદાશ્રી : હા, મન ખરું ને આ બધાંને. એટલે જરા મસાલો જોઈએ. એમ કે “કેમ છો' બોલનારાય જોઈએ કે ‘લ્યો સાહેબ, પાન ખાવ !' કહેનારેય જોઈએ, તો બરોબર ચાલે.
મત માગે વેરાયટી નિત નિત ! હું કહી દઉં કે દાદાના ખૂબ ફોટા લઈ લેજો, જોઈએ એટલાં. બધાં શોખ પૂરા કરવા. જાતજાતના પોઝ હોય ને, તે દરેક વખતે એકાદ પોઝ ફીટ થઈ જાય. મન ફર્યા કરવાનું. મન નવી નવી વસ્તુઓ ખોળે છે. મન હંમેશાં નવીનતા ખોળે. જૂની એને ગમે નહીં. એટલે પોઝ બધા જુદાં જુદાં હોય ને, તે આપણે આમ ફરીએ તો આમ, આ પછી પાછા ફીટ થઈ જાય. પાછા તે ઘડીએ મનને આ પોઝ ફીટ થઈ જાય.
એટલે કેટલાક તો ઝટ જઈને જોઈ આવે છે, મહીં જઈને, પછી ફીટ થઈ જાય બધું. એ લોકોએ બધા પોઝ ભેગા કર્યા છે. એટલે નવા નવા પોઝ ભેગા કરવાનાં. બીજું શું થાય તે ? એય એક સાધન છે. ને ! એય હકીકત સ્વરૂપ છે ને ! મનને ખોરાક ના જોઈએ ? ત્યારે એ કોના જોવાથી મહીં ઠંડું પડી જાય ? ત્યારે કહે, ‘જે દેહમાં એવા પરમાણુ નથી કે જેને કોઈ ચીજ જોઈએ છે.” અમારા દેહમાં એવું
મનની મૂંઝવણનો ઉકેલ
૪૮૧ પરમાણુ જ નથી કે વર્લ્ડની કોઈ ચીજ જોઈએ છે ! એવા હોય તો એ આપણને ખુશ કરી નાખે.
આ જ્ઞાન થતાં પહેલાં મને તો રોજેય મનમાં એમ થતું હતું. હું તો પાછો ઘરમાંય કોઈક દહાડો ગમ્મત કરું. રોજ રોજ દાતણ કરવાની આ કંઈ રીત છે ? રોજ સૂઈ જવાનું ? રાતે બહારથી ફરીને આવ્યા, તો એનો એ જ પલંગ, એના એ જ ગોદડાં ને એનું એ જ ઓશીકું. અલ્યા, આ તે ફાવતું હશે ? ના, એ તો આમાં જ સપડાવું પડે. પણ આ પોષાય નહીં. આના કરતા “અમારા’ દેશમાં જતા રહીએ અમે. આ આવાં વિદેશમાં હોય, તેના કરતાં આપણો દેશ સારો. મન વેરાયટીઝ ના ખોળે, બળ્યું ? આ પલંગ આજે અહીં આગળ જોઈએ, કાલે આવો જોઈએ, પરમ દહાડે સ્પ્રીંગવાળો જોઈએ. ઓશીકાં સારાં ના જોઈએ, બળ્યાં ? બધું જ જોઈએ. આ તો એનો એ જ પલંગ ! પેલું ભેંસને છે તે ગમાણમાં એને ગાળિયો બંધાવે.
લોક તો કેવા વિચારના હોય કે રોજ બસમાં જવાનું શી રીતે ફાવે ? રોજ રોજ દોડધામ કરવાની શી રીતે ફાવે ? રોજ રોજ આટલો બધો પૈસો ખર્ચવાની જરૂર શું? રોજ રોજ આમ કરવાની જરૂર શું ? ઘેર બેઠાં થતું નથી ? ત્યારે કહેશે, “ઘેર બેઠાં થતું નથી.’ આમ કેટલી જાતના એના રક્ષણ... પોતાની (આત્મા) જાતનું રક્ષણ કર્યું ? હવે આ વાત સાંભળવાની જ છે, આમાં કંઈ ફેરફાર કરવાનો નથી. ફેરફાર થાય એવો નથી ને ! જે છે એ જ કરેક્ટ છે. હવે આ જે લાવ્યા છે, એમાં ડીઝાઈન સમજી લેવાની છે આપણે અને નિકાલ કરવાનો છે આનો.
ખુશ રાખે મતd, જ્ઞાતી આમ... પ્રશ્નકર્તા : એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલિફો પ્રતિબદ્ધ કરે છે.
દાદાશ્રી : રોંગ બિલિફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા