________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ક્રોનિક, દવાથીય મટે નહીં એવું. તે આ જ્ઞાન છે, તેનાથી આ સંસારરોગ બધો મટશે અને મોક્ષે લઈ જશે. એટલે જેમ જેમ આ વખત ગયો ને, તેમ તેમ એક બાજુ આરોગ્યતા ઉત્પન્ન થાય, પાછું તેનું સારી રીતે રક્ષણ કરે. નહીં તો મોક્ષે જવાય જ નહીંને ! આ કામ તમને સોંપ્યું હોય તો તમારાથી ના થાય એ મહીં ક્રિયાકારી જ્ઞાન જ કામ કર્યા કરે.
૪૭૬
એટલે વાંકીચૂકી બધી ગાંઠો ઓગળી જાય. આપણે જોયા કરવાનું, બીજું કશું કરવાનું નહીં. મનમાં એમ નહીં રાખવાનું કે આમ કેમ થાય છે ? હજુ તો આ ઓગળ્યા કેમ નથી કરતી ? આપણે જોયા કરવાનું. આપણે જોઈએ નહીં ત્યારે ભૂલ થઈ કહેવાય. આપણે એનું નિરીક્ષણ ના કરીએ ત્યારે ભૂલ થઈ કહેવાય.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ વિચાર સ્થંભિત થાય એવું કરી આપે ? દાદાશ્રી : બધું કરી આપીશું. બધા પ્રકારનું ઓપરેશન કરી નાખીએ. આખું ઓપરેશન પછી રોગ જ ના રહે. સંસારરોગ જ રહે નહીં ! મારા શબ્દો એટલે વગર જુલાબે જુલાબ થાય પણ પેલો નહીં, માનસિક જુલાબ ! મન બગડ્યાથી સંસાર ઊભો રહ્યો છે, દેહના બગડ્યાથી સંસાર ઊભો રહ્યો નથી. આ દેહ ભલે બગડી ગયો હોય, પણ એથી કંઈ સંસાર બગડ્યો નથી, મોક્ષે જવાશે. દેહ બગડી ગયો હશે, ભાંગી ગયો હશે, વાયુ થઈ ગયો હશે શરીરમાં, તો તે કંઈ મોક્ષને આંતરતું નથી. પણ મન બગડ્યું હોય તો મોક્ષને આંતરે છે. મન, જે કોઈ દહાડો એને ડિફેક્ટ જ નથી આવતી, નુક્સાન થતું નથી, તાવ નથી ચઢતો, તે એવું કાયમનું, એ બગડવાથી આ બધું બગડ્યું છે.
પ્રશ્નકર્તા : મનને લીધે પછી બુદ્ધિ ને એ બધું આવે ને અંદર ? દાદાશ્રી : હા, મન એ કેવી વસ્તુ છે કે ઉપર પાણી પડે કે ઊગી નીકળે બધું, એવી રીતે મહીં તરંગો બધા ઊગે. તરંગ ફૂટે અને આ અહંકાર ને બુદ્ધિ બે ભેગાં થઈને વાંચે. તેમાં પસંદ પડે તો એડજસ્ટ થાય ને ના ગમે તો ડિએડજસ્ટ થાય, છેટું રહે અને કંટાળો
મનની મૂંઝવણનો ઉકેલ
આવે. પછી કહેશે, ‘મને નથી ગમતા એવા વિચાર આવે છે.’ મેં કહ્યું, ‘સારું ઊલટું, છેટું રહેવાય.’ ગમતા વિચાર આવે ત્યારે એક થઈ જવાય ને આ સંસાર એનાથી ચાલ્યો છે. મન જોડે એકાકાર થયું કે સંસાર ઊભો થયો. તમારે મન જોડે લેવાદેવા ના રહી એટલે હવે સંસાર આથમ્યો. તમારે તો મનને જોયા જ કરવાનું.
એ છે કૉ-ઈન્સિડન્સ !
૪૭૩
પ્રશ્નકર્તા : વિચાર આવે છે એ પછી રૂપકમાં આવે છે કે રૂપકમાં આવવાનું છે માટે વિચાર આવે છે ?
દાદાશ્રી : વિચાર આવે એ રૂપકમાં નાય આવે.
પ્રશ્નકર્તા : મને એક વખત અનુભવ થયેલો કે વિચાર આવ્યો એવું જ રૂપકમાં આવેલું.
દાદાશ્રી : એવું બને. વિચાર આવે ને એવું બધું બને. પણ એ કાયદો નથી એવો. આશરે નાખીએ ને ગમે એવું પડે.
પ્રશ્નકર્તા : એક મહારાજ પાસે ગયેલો. તે મહારાજ કહે, આપ અહીં આવશો એવું ત્રણ મિનિટ પહેલાં જ મને વિચાર આવેલો. શિષ્યને પણ એવો વિચાર આવેલો. તો એ કયું જ્ઞાન ?
દાદાશ્રી : એ તો એવું છે ને, આવી તો બહુ ચીજો બને છે. આપણને મનમાં વિચાર આવે, ત્યારે પેણે ચા આવી જાય. આવી તો બહુ ચીજો થાય છે. એટલે કોઈથી કશું વળે એવું નથી. સંડાસ જવાની શક્તિ નથી, તો બીજી શક્તિઓ શું હશે ?
પ્રશ્નકર્તા : પણ ભવિષ્યની ખબર પડી, તો એ કયું જ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : કશું જ્ઞાન જ નહીં. આ તો મહીં વિચાર આવવો ને કાળ ભેગો થવો એવું બને. ઘણા ફેર તો અમારે એવું બને ને, ‘ચાનો જરાક વિચાર આવે તે પહેલાં તો ચા આવીને ઊભી રહે. આવું તો