________________
૪૭૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની મૂંઝવણનો ઉકેલ
૪૭૫
કહેવાય નહીં. એટલે મળરહિત થવું જોઈએ. એટલે જગત આખું મળવાનું છે અને તેથી વિક્ષેપ ઊભા થાય છે. તીર્થંકરમાં મળ, વિક્ષેપ, અજ્ઞાન કશું જ નહીં. આ અંદરની વસ્તુઓ જ, અંદરનાં રોગો જ આપણને પજવે છે.
મહાવીર ભગવાનનું મન કેવું સરસ હશે ! જ્યાં દેહ હોય, ત્યાં સુધી મન હોય. પણ ભગવાનનું મન કેવું સરસ હતું ! તદન નિરોગી ! કોઈ રોગ જ નહીં !! એ મન કેવું સરસ કહેવાય !!!
આ બધા મનના રોગોને લઈને સંસાર ઊભો રહ્યો છે ને ! આ બધા મનના રોગ છે, પછી તનમાં રોગ આવે. મન રોગિષ્ટ થાય તો તન રોગિષ્ટ થાય. પછી ડૉક્ટરની દવા લીધા કરવાની. અને ભગવાનના મનમાં રોગ નથી.
કોઈ સીગરેટ પીએ, એ મન રોગી તેથી ને ! મનનો રોગ છે આ. અને એ મનનો રોગ પછી તન ઉપર પડે. મોક્ષે જતાં પહેલાં મનનો રોગ ના રહેવો જોઈએ અને મનનો રોગ ના રહે એટલે શરીરનો રોગ ના રહે, તે આપણું આ સાયન્સ બધું મનનાં રોગને જ મટાડે એવું છે.
પ્રશ્નકર્તા : મન નીરોગી એટલે શું ?
દાદાશ્રી : મન નીરોગી એટલે એ મનને કશું હરકત જ ના આવે. તમે મોળું ખાવાનું મૂકો કે ખાટું મૂકો કે વધારે ગળ્યું મૂકો પણ મનને અસર ના આવે. મન રોગિષ્ટ નહીંને તેથી. અને મન રોગી એટલે ખાટાનો રોગ પેસી ગયો હોય ને, તો એને ખાટું જ જોઈએ. જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : અને આ તો એકલા ચણા આપ્યા હોય ને, તો આખો દહાડો ચાલ્યા કરે. બીજું કશું સંભારે નહીં કે ખટાશ કે એવું કશું ખાઈએ, એ મનનો રોગ નહીંને તેથી.
આ સાધુઓએ મનનો રોગ થોડોઘણો કાઢી નાખેલો, પણ તે વિષય સંબંધીનો જ. બાકી, કષાય સંબંધીનો રોગ પૂરેપૂરો. જો માન પૂરેપૂરું ના સચવાયું કે કીર્તિ ના મળી તો મન કૂદાકૂદ, કૂદાકૂદ, ધમાચકડી કરી મૂકે. કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા : કરે.
દાદાશ્રી : આપણા જ્ઞાન પહેલાં તમારે ધમાચકડી કોઈ દહાડે કરતું હતું કે ? એ ધમાચકડી તે કેવી ? આમ ઊડેને, હેરાન હેરાન કરી મૂકે. સૂવાય ના દે ને ! જંપીને બેસવાય ના દે. એવી ધમાચકડી નહીં જોયેલી ? એ બધો મનનો રોગ છે. જેના મનમાં રોગ નથી, તેના તનમાં નથી.
આપણા સાયન્સ નવી શોધખોળ કરી કે ભઈ, ચાલો, લેટ ગો કરો કે થઈ ગયેલાં રોગને હવે શું કરવું ? અજ્ઞાનતામાં થઈ ગયો એ થઈ ગયો તો હવે શું કરવું ? ત્યારે કહે, નવેસરથી રોગ બીજો ઉત્પન્ન થાય નહીં ને જૂના રોગને ધીમે ધીમે કાઢે અને જેટલી તંદુરસ્તી થઈ તેનું રક્ષણ કરે એવું આપણું વિજ્ઞાન છે. પછી રહે કશું બાકી ? આ વિજ્ઞાન એવું છે. એવું થોડું થોડું અનુભવમાં આવે છે ? પ્રશ્નકર્તા : આવે છે.
અક્રમતી અલોપી ડિસ્પેન્સરી ! પ્રશ્નકર્તા : અમુક જાતની ઓગળી જાય એવી ગાંઠો, પછી કઠણ ગાંઠો અને વક્ર, આડી ગાંઠો, એના માટે કંઈ કહો કે એ કેવી રીતે ઓગળે ?
દાદાશ્રી : આપણી દવા એવી છે ને તે બધી ગાંઠો ઓગળ્યા જ કરે. આપણે જોયા કરવાનું. એ દવા ઠેઠ મોક્ષે લઈ જાય એવી છે. અને જુનો રોગ બધો કાઢી નાખે. સંસાર રોગ માત્ર નાશ કરી નાખે. સંસાર રોગ તો ક્રોનિક થઈ ગયેલા છે. ક્રોનિક એટલે મૂળ ગાંઠ હોવી જોઈએ ને તેના કરતાં વાંકીચૂકી ગાંઠો થઈ ગઈ છે. વાંકીચૂકી એટલે