________________
૪૭૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) નહીં ખસે. પછી ક્યાં જાય છે ? ખાલી થઈ રહેલો માલ છે આ તો.
પ્રશ્નકર્તા : વિચારો સ્થિર રહે તો સારું ને ?
દાદાશ્રી : ના, સ્થિર તો કોઈનાય રહેલાં નહીં. સ્થિર રહે નહીં. જ્યાં સુધી નિર્જરી ના જાય, ત્યાં સુધી એ સ્થિર થાય જ નહીં ને ! વસ્તુસ્થિતિમાં એ નિર્જરા થતી ચીજ છે.
હંમેશાં આપણું આ જ્ઞાન આપ્યા પછી મન શું કરે ? નિરંતર ઓગળ્યા જ કરે. ઓગળીને શું થાય ? મુદત આવ્યે ખલાસ થઈ જાય. આપણે અહીં આગળ મન ઓગળવાનું શરૂ થઈ ગયું. એટલે આ બધું અત્યાર સુધી જે હતું, જ્ઞાન આપ્યા સુધીનું હતું તે બધું ઓગળી જશે. હવે નવું મન બનેલું છે, એક અવતાર માટે કે બે અવતાર માટે, તે આપણી આ આજ્ઞા પાળવાથી ઊભું થયેલું છે. એ તો બહુ સુંદર મન હોય ! સંસારની કોઈ અડચણ ના આવે ને આ વસ્તુ પ્રાપ્ત થાય અને છેલ્લો અવતાર !!
મને તો કશો વિચાર જ નથી આવતો. ને તમે બહુ વિચાર કરો છો, એનાં કરતાં મારા જેવું થોડું થોડું રાખો ને ! નહીં પડી જવાય. વિચાર નહીં કરો તો નહીં પડી જવાય. કારણ કે જે તમે ખોળો છો ને, એ વસ્તુ વિચારથી પર છે. વિચાર કરવાના ક્યાં સુધી છે કે જ્યાં સુધી તમે રિલેટીવમાં છો ને ત્યાં સુધી વિચાર કરવાની જરૂર.
પ્રશ્નકર્તા: આ તો વિચારથી પર વસ્તુને વિચાર કરીને શોધવા નીકળી પડ્યા છીએ.
દાદાશ્રી : હા, પણ બીજો ઉપાય નથી. બીજો રસ્તો નથી જડતો. અને એ રસ્તે પણ થાય છે ખરું, ક્રમિક માર્ગે !
સતા, વિચારને બંધ કરવાની ? એટલે દરેકે એમ કહેવું કે ચિંતા શું કરવા કરો છો વગર કામની ? તમારે તો શું કરવાનું ? વિચાર કરવાના. અને વિચાર
મનની મૂંઝવણનો ઉકેલ
૪૭૩ એબ્નોર્મલ થાય એટલે ચિંતા કહેવાય. ત્યાં બંધ કરી દેવાનું, જેમ વાવાઝોડું બહુ આવતું હોય તો આપણે બારણું બંધ કરી દઈએ છીએ ને ? એવી રીતે મહીં વિચારો છે તે એકસ્ટ્રા ઓર્ડીનરી (વધુ પડતા) આગળ ચાલ્યા, એટલે બંધ. નહીં તો એ પછી ચિંતાના રૂપમાં થઈ જાય. પછી જાતજાતના ભય દેખાડે ને જાતજાતનું એ દેખાડે. એટલે એ બાજુ એ દિશામાં જ જવાનું નહીં. વિચારમાં આપણે જરૂરિયાત પૂરતા વિચાર, બાકી બંધ ! એટલે કૃષ્ણ ભગવાને સારું કહ્યું છે કે તું શા હારુ ચિંતા કરે છે. મારી પર છોડી દે ને !
પ્રશ્નકર્તા : વિચાર બંધ કરવાની સત્તા આપણી ખરી ?
દાદાશ્રી : ખરી ને ! બધું કરવાની. કારણ કે વિચાર તો આવ્યા કરે. આપણે આ બાજુ જોઈએ ને પેલી બાજુ ફૂટ્યા કરે. આપણે દૃષ્ટિ પેલી બાજુ બદલી નાખીએ. આપણે શું લેવાદેવા ? બધી સત્તા છે. નળ બંધ ના થતો હોય તો આપણે બીજી બાજ જોઈએ એટલે બંધ થઈ ગયો ને ! એને જોઈએ ત્યાં સુધી નળ ચાલુ છે એમ લાગે. એટલે આપણે તો આ જ્ઞાતા-દ્રષ્ટા થયા. આપણને (શુદ્ધાત્મા) મન જ ના હોયને ! મન તો ય છે, ગમે એમ ફૂટે.
મત બગડ્યાથી સંસાર ! આત્મા તેવો ને તેવો જ છે. આ શરીરમાં જે મન-વચન-કાયા છે, તેની ઈફેક્ટ (અસર)ને લઈને આત્માને આ સંસાર ભોગવવો પડે છે. બીજું કશું છે જ નહીં.
સંસાર વ્યવહારમાંય કોઈ માણસ રોજ ગુસ્સે ના થતા હોય ને, પણ બે-ચાર દહાડાથી સવારમાં ચીડિયાં ખાતો હોય તો આપણે કહેવું પડે કે અલ્યા, તને બંધકોષ દાખવ્યો છે કે શું તે ? એવું સાંભળવામાં આવ્યું છે? બંધકોષ દાખવ્યો હોય તોય ચીડિયાં કરે. એટલે આ બધું ક્રોધ-માન-માયા-લોભ કરે છે ને, તે અંદરના રોગોને લઈને કરે છે. જો શરીર નિરોગી હોય તો કશું જ ના થાય. કો'કને કહેશે, “આ ભઈનું શરીર નિરોગી છે.” પણ મળે છે ત્યાં સુધી કાલે શું થાય એ