________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : જુએ એટલે પછી એ એની મેળે જતું રહે, એનો વખત થાય એટલે. એ જે તરંગો ફૂટે છે, એ એક સંયોગ છે. એ સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે. એટલે સંયોગ થયો ને તમે જોયા કરો તો વિયોગી સ્વભાવનો એટલે એનો ટાઈમ થયો એટલે જતું જ રહેવું પડે. નહીં તો છૂટકો જ ના થાય. પાછું બીજાને આવવાનું ને ! એટલે પેલાને જતું રહેવું પડે. આપણે કહેવું ના પડે. નહીં તો જો આપણે વિયોગ થનારને ધક્કો મારવા જઈએને તો આપણને દોષ બેસે. અને પછી આપણે સંસારની બહાર છૂટાય નહીં. એનો ટાઈમ થયો એટલે એ જતો જ રહે, સારો વિચાર હોય કે ખરાબ વિચાર હોય. સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે. અહીં હજાર માણસ ભેગું થતું હોય તો પેલાં ઘરના ધણીના મનમાં એમ થાય કે આ બધા હવે આવ્યા ને રાતે ના જાય તો શું કરીશું ? ‘અલ્યા મૂઆ ! વખત થશે તો બધા જતા રહેશે. ઊઠી ઊઠીને ઉંડવા માંડશે.’
૪૭૦
પ્રશ્નકર્તા (મહાત્મા) : તન્મય ન થઈએ અને ખાલી જોયા કરીએ તો જલદી નિકાલ થાય ?
દાદાશ્રી : બધી ફાઈલનો નિકાલ જ થઈ જવાનો, બસ ! ખરાબ વિચાર હોય કે સારો વિચાર હોય, નિકાલ થઈ જાય. અને જેટલું ડિસાઈડેડ છે, જે ‘વ્યવસ્થિત’ છે એ તો થઈ જવાનું, તેનો વાંધો નથી. એ ‘વ્યવસ્થિત’ કહેવાનું અને તે ‘ચંદુભાઈને’ થઈ જાય, તો તમારે જોયા કરવાનું. તમે તો કશામાં આવો જ નહીં. આ તો વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન એટલે તો ફૂલ (પૂર્ણ) વિજ્ઞાન છે આખું. એટલે સૈદ્ધાંતિક છે.
શુદ્ધાત્મા તે પુદ્ગલ !
પ્રશ્નકર્તા (મહાત્મા) : આ ચંદુભાઈનું મન-ચિત્ત આરતીમાં બહુ ફરવા જાય છે તો એને કહો કે અહીં રહે, આપના ચરણોમાં.
દાદાશ્રી : એવું છે ને કે આ મન-ચિત્ત, એ જે જે છે ચંદુભાઈનું તે તો તેમનું તેમ જ છે, આપણે છૂટા થઈ ગયા આ બધાથી. આપણે
મનની મૂંઝવણનો ઉકેલ
શુદ્ધાત્મા તરીકે છૂટા હતા, પણ આ તો મહીં ગોટાળો હતો, એ બધું જે થતું હતું તેને આપણે કહેતા હતા કે હું કરું છું અને જવાબદારી ખોળતા હતાં. આપણે છૂટા થઈ ગયા, એટલે આપણે જોયા કરવાનું, કે ‘ચંદુભાઈ’નું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, એ બધું જોયા કરવાનું. આવું ક્યાં સુધી ચાલશે ? જ્યાં સુધી ભરેલો માલ ત્યાં સુધી. પછી તો નિરંતર તમારામાં જ મન હઉ રહેશે, આ પુદ્ગલ છે અને તમે શુદ્ધાત્મા. પુદ્ગલ એટલે પૂરણ-ગલન. એટલે પૂરેલું છે તે અત્યારે આ એકલું ગલન થઈ રહ્યું છે, નવું પૂરણ થતું નથી. જે પૂરેલું છે, એ ગલન થાય, તે અટકાવીએ તો પૂરણ મહીં રહે, ગંધાય પછી. માટે એને જોયા કરવાનું અને વધારે નીકળે તો ખુશ થવું. આજે ગોદા મારીને વધારે નીકળતું હોય તો એમાં તમારે ખુશ થવું. પછી બધું રાગે જ આવવાનું છે. પછી અમુક વર્ષો થઈ જાય ને એટલે ખલાસ થઈ જશે બધુંય. અને ખલાસ થયું એટલે તમારા કહ્યા પ્રમાણે બધું થયા કરશે. આ આપણું સાયન્સ છે, વિજ્ઞાન છે !
૪૭૧
પ્રશ્નકર્તા : તો એવો વિચાર આવે કે કેટલો બધો માલ ભરી લાવ્યા છીએ !
દાદાશ્રી : એ તો તમે ભરી લાવ્યા છો એવું નહીં, એ બધા સહુ સહુમાં જોર હોય એટલું ભરેલું હોય. આ ભઈ કેટલા પોટલાના પોટલાં ભરી લાવેલાં છે, તે હવે એનો માલ નીકળે છે. આ તો જબરા ચોગરદમ મમતાવાળા, તે આટલું આમનું લઈ લો, આટલું ફલાણાનું લઈ લો, તે કેટલો માલ ભરેલો ! પણ જો આ અક્રમ વિજ્ઞાનથી કેવું નીકળી ગયું ને ! સમજણ કેટલી ઊંચી !! આ જો મારી વાત સમજી જાય ને, તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો આરતી વખતે મન-ચિત્ત બધું દાદામાં રહે તે માટે શું કરવું ?
દાદાશ્રી : કશું કરવાનું હોય નહીં. હજુ તો આ ચિત્ત આવું છે. તે થોડો વખત થશે પછી આ બધું નીકળી જશે. આપણે ખસેડીએ તોય