________________
મનની મૂંઝવણનો ઉકેલ
૪૬૯
૪૬૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) કરતા હશે ખરા ? ફળદ્રુપ ભેજાંને. ફળદ્રુપ ભેજાં હોય ત્યારે વિચાર કરે ને ? ક્યાં સુધી ?
પ્રશ્નકર્તા : ઠેઠ સુધી. દાદાશ્રી : ખરું કહે છે.
એક માણસ બીજા માણસને કહી ગયો કે હું તમારું ખૂન કરીશ. પછી એ ત્યાં આગળ એમાં ને એમાં રહે. કંઈ સુધી પહોંચે એ માણસ ? પછી કેટલાક અણસમજુ લોકો આવી વાતને કાઢી નાખતા હતા. વિચાર બંધ કરવા માટે શી રીતે કાઢે ? ત્યારે ‘ભસતા કુતરાં ભાગ્યે કરડે.” એવું કહીનેય કાઢી નાખે. પેલો વિચાર કરે તો મારી નાખે ! વિચાર કરે તો પાર જ ના આવે ને !
બાકી, આ આટલું જ જગત જો સ્વીકાર કરે ને, વિચારવાનું સમજે, તો દરેક વસ્તુનો કંટ્રોલ હોય. છોકરો માંદો થયો છે અગર તો જમાઈ માંદા થયા છે અને વિચાર આવે તો તરત બંધ.
એટલે કેટલું વિચારવાનું સમજે માણસ તો બહુ થઈ ગયું, ઘણાં દુ:ખો ઓછાં થઈ જાય. અને બીજું ‘ભોગવે એની ભૂલ’ નક્કી કરી લે તો ઘણા દુઃખો ઓછા થઈ જાય. ત્રીજું “અથડામણને ટાળે’, તો ઘણાં દુ:ખો ઓછો થઈ જાય.
સૂતા સમયે શા વિચારો ? પ્રશ્નકર્તા : જોવું અને વિચારવું એ બેનો તફાવત શું ?
દાદાશ્રી : વિચારવું ને જોવું, બે સાથે હોય તો ના જોવામાં કે ના વિચારવામાં ભલીવાર આવે. માટે ફોરેનર્સ, અમેરિકન જેવું રાખવું. આ ડૉક્ટરેય બહાર બોર્ડ રાખે, “સાડા નવથી અગિયાર.” અને આપણે તો આખો દહાડો છૂટ.
પ્રશ્નકર્તા : રાત્રે સૂતી વખતે કઈ સ્થિતિમાં સૂઈ જવું જોઈએ ? કેવા વિચારો સાથે સૂઈ જવું જોઈએ ?
દાદાશ્રી : જે ભગવાનને માનતા હોય, તમે જે ઇષ્ટદેવતાને માનતા હોય, તેમના વિચારો કરીને જ સૂઈ જવાનું. બીજા સંસારના વિચારોને તો બાજુએ મૂકવાના. કહીએ હવે ટાઈમ થઈ ગયો, જાવ.
પ્રશ્નકર્તા : ઇચ્છા ના હોય છતાંયે સાંસારિક વિચાર આવતા હોય.
દાદાશ્રી : આવતા હોય તો એમને કહીએ, ‘ટાઈમ થઈ ગયો છે, ગેટ આઉટ, હવે અમારા દવાખાનાનો ટાઈમ થઈ ગયો છે. માટે હવે તમે બહાર જતા રહો.”
પ્રશ્નકર્તા : તમે કહો ગેટ આઉટ, તોય બનતું નથી.
દાદાશ્રી : એ એક ફેરો ના પતે, પાંચ-પચાસ વખત, સો વખત કહો, ત્યાર પછી બંધ થઈ જાય. ઘણા કાળનું ટેવાયેલું એકદમ જાય નહીં.
ડૉક્ટરોય નક્કી કરે છે ને કે ‘બેથી પાંચ સુધી કોઈએ આવવું નહીં. તે ત્યાં સુધી બધા બહાર ઊભા રહે. તમારે તો બધી છૂટ રાખી છે ને ! વિચારને “જ્યારે આવવું હોય ત્યારે આવજે' કહ્યું છે ને ! સત્સંગ કરતાં હોય ત્યારે આવજો, કહીએ તો શું થાય ? આ તો ટાઈમ બગડે, બધું બગડેને ? અને તે વખતે તમને વિચાર મહીં આનંદવાળા આવે કે તરંગો બધા આવે ? ત્યારે એમાં શું લાભ થયો ?
ફૂટે, મનમાંથી તરંગો... મનમાંથી તરંગો ફૂટ્યા કરે. તે મહીં અહંકાર ને બુદ્ધિ તે વાંચી શકે એ તરંગોને. પોતે ભાષા એવી જાણે ને બધી, એની લંજ તે વાંચી શકે અને વાંચી શકે એટલે વિચરે. પોતે છેટો રહ્યો તો એ તરંગો રહ્યા પછી. સિનેમા જોવા જવું છે એવો મનમાં વિચાર આવ્યો, તેની મહીં આ વિચરે એટલે તન્મયાકાર થયો એટલે વિચાર થયો કહેવાય.
પ્રશ્નકર્તા : જો વિચરે નહીં, તન્મયાકાર ન થાય અને ખાલી જુએ તો ?