________________
૪૬૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની મૂંઝવણનો ઉકેલ
૪૬૭
લે ત્યાં સુધી કરી શકે એમ છે. હું જાણું છું પોતે.
‘આપણે પૈડાં થઈએ, આપણે પડી ગયા, ત્યારે શું થાય, બા ! અહીં રસ્તે ચાલતા અથડાઈ પડું તો શું થાય ?” “અલ્યા મૂઆ, આવું શું કરવા વિચારે છે હવે ? શું થવાનું છે ? હમણે પેલાને થયું એવું. બીજું શું થવાનું હતું ? વિચારવાનું જ નહીં. અને અથડાઈ પડવું એ તારા હાથમાં નથી. ભગવાનના હાથમાં નથી એ વાત. જો ભગવાનના હાથમાં હોત તો સિફારસ કરતા લોકો !' તમે કહો કે ક્યા વિચાર કરવા જોઈએ ?
પ્રશ્નકર્તા : અમુક હદ સુધીના જ વિચાર કરવા જોઈએ.
દાદાશ્રી : વિચારપૂર્વક કરીને પછી બંધ. આ તો વસ્તુ એટલી બધી ધોઈ નાખે છે, એટલી બધી ધોઈ નાખે છે. અને પછી આવું વિચારવું ને પછી છોકરા જોડે એવી દૃષ્ટિથી જુએ. પૈડા નથી થયા, તોય આજથી ચાલુ કરે છે, તો પૈડા થાય ત્યારે શું ચાકરી કરશે ? એવું જે આપણે વિચારીએ ને અને છોકરો જુએ તો આપણા મનમાં આપણી આંખો એની માટે વાંકી રહે. એને થાય કે મારી માટે ખરાબ વિચાર છે. એટલે પછી એની દૃષ્ટિ બદલાય. એટલે આ બધા ઝઘડા એના જ છે !
અને ભગવાન શું કહે છે કે પૂર્વગ્રહના સેવનથી તારું મરણ છે, પ્રિયુડીસથી તારું મરણ છે. છોકરો આજે સામો થયો, તે કંઈ કાયમ સામો થતો હશે ? અને મલ્ટિપ્લિકેશન (ગુણાકાર) કરવાનું હોય કે આજે સામો થયો તો હવે પછી શું થશે ?
આજે તમને કોઈ માણસ મારી ગયું તો એની પર વિચાર નહીં કરો. ફરી કોઈ મારનાર નથી. એ માણસ ફરી તમને મારનાર નથી. અરે, ફરી મારે તો એકાદ વખત, બાકી મારવાની એના હાથમાં કોઈ જાતની સત્તા જ નથી. અને તમે એમ કહો છો કે આ સત્તાવાળો છે ને આ બધું કરે છે !
અત્યારે મા-બાપને છોકરાં પર એટલી બધી ચીડ છે કે છોકરાં હલ
આંખ વાંકી રાખે કે મારા બાપને મારી ઉપર ચીડ છે. શાને માટે આવું? કેવું લાગે છે ? દરેક સંજોગોમાં કેમ વર્તવું એની આપણને ના સમજ પડે તો જ્ઞાનીને પૂછી લેવું કે મારે શું કરવું ? એ બધું દેખાડી દેશે.
ગાડીમાં બેઠો છે તેને વિચાર આવે છે કે એક્સિડંટ થશે તો? તે વિચાર તરત બંધ કરી દે છે. એવા વિચાર આવે કે તરત બંધ કરી દે છે. શાથી બંધ કરી દેતો હશે ? આ ફળદ્રુપ વિચારો આવે છે તે ઘડીએ બંધ કેમ કરી દે છે ? હેં સાહેબ ? ગાડીમાં બેસે છે, તો એને ફળદ્રુપ વિચારો આવે છે કે એક્સિડંટ થશે તો શું થશે ? તે અમારે ગાડીમાં છે તે આ ભાઈ જાગૃત, તે નવકારમંત્ર બોલવાના રાખતા. બોલ્યા જ કરે નવકારમંત્ર, એ સાવચેતી કહેવાય. એ ખોટું નથી. એક્સિડંટ થશે તો શું થશે એ વિચારે છે એ ખોટું છે. સાવચેતીરૂપે મંત્ર બોલવા. એ તો સારું પણ શું થશે એવા વિચાર કરવા એ જોખમ છે.
પ્રશ્નકર્તા : દાદા, પાંચ-સાત ગાડીઓ ઉથલી પડી હોય ત્યારે શું ખોટા વિચાર ના આવે ?
દાદાશ્રી : રસ્તામાં એક ગાડી આમ ઊંધી થઈ ગયેલી દેખાય, પછી જો, અક્કલવાળાની મઝા ? એનાં કરતાં જાડા હોઠવાળા ફાવે. ‘ક્યા દેખા ?’ ગાડી ઊલટી હો ગઈ હૈયે હો ગઈ હૈ' પછી કશુંય નહીં. હંય જાડો હોઠ, જાડી ખાલ અને જાડા વિચાર ! વિચાર જ ના આવે, તેને પછી ભાંજગડ શું ? આ તો બધું અક્કલવાળાનું ! લાયસન્સ બધું અક્કલવાળું સ્તો ! હું કહું છું એવો અનુભવ થતો હશે ?
પ્રશ્નકર્તા: હા. દાદાશ્રી : એમ ?
આ દુઃખ દે છે એના માટે ઊંધા વિચાર એટલે સુધી કરે કે આ મરે તો સારું હવે ! અલ્યા, અક્કલ એના વિચાર કરી કરીને બધું ઊંધે રસ્તે લઈ જાય છે. વિચાર કરવા નહીં. નિર્વિચારપદ ઊંચામાં ઊંચું છે બધું. વિચારોની ડખલથી આ સંસાર ઊભો રહ્યો છે. લોકો વિચાર