________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
છે. તે મહીં વિચારવાની ચીજ, તે બોલવામાં લિકેજ થતી હતી. એવું બનતું હશે ? એવું તમને અત્યારે લક્ષમાં છે, એવું બને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ તો હું ચાલીસ વર્ષ ઉપરની વાત કરું છું. ચાલીસ વર્ષ પહેલાં આવું હતું તો પછી અત્યારે તો વાત જ શું કરવાની ! હવે આવી મુશ્કેલીમાં હોય, એને કહે છે કે ‘તમે કરો.’ ‘શું કરે તે બિચારો ? જે વિચાર કરવાની ચીજ અને જે ગુપ્ત વસ્તુ, તે લિકેજ થાય છે, તે પછી આ શું કરી શકે તે ?” ‘આ શું કરી શકે' કહીને હું આ ઈન્સલ્ટ (અપમાન) નથી કરતો.
૪૬૪
જે મુંબઈમાં આટલી ભીડ ના હોય ને, તો દુકાનેથી નીકળ્યો તે દુકાનના વિચાર, ચોપડા ચીતરતો હોય તે ઠેઠ ઘેર આવે ત્યાં સુધી વિચાર કર્યા કરે. આ ભીડ છે એટલે પાછો ભૂલી જાય બિચારો. એટલું સારું છે. આ ભીડ છે ને એટલે અથડાય, એટલે ભૂલી જાય. નહીં તો ઠેઠ સુધી વિચાર કર્યા કરે. જમતી વખતેય દુકાનમાં હોય. જમતી વખતે ઓફિસમાં જતા રહે.
પ્રશ્નકર્તા : એ તો ખામી છે, એ દૂર કરવી છે.
દાદાશ્રી : તમે અહીં બેઠા છો તોયે ત્યાં જતું રહે, નહીં ? પ્રશ્નકર્તા : એટલું ધ્યાનમાં આવી જાય કે જમતા હોય ત્યારે સંપૂર્ણ જમવામાં જ ધ્યાન હોય.
દાદાશ્રી : હા એ ખરું, એવું આ વિજ્ઞાન છે.
વિચરવાતી પણ હદ !
શક્તિઓ તો મહીં ભરી પડી છે. એ કહે છે કે મને નહીં થાય, તો તેવું. આ નેગેટિવે તો મારી નાખ્યા છે લોકોને. નેગેટિવ વલણથી જ મરી ગયા છે લોકો.
જુઓ ને, વિચાર કેટલે સુધી કરી નાખે ! દુકાન એક બાર
મનની મૂંઝવણનો ઉકેલ
મહિના ના ચાલી હોય તો દુકાન નાદારી થઈ જશે. અને નાદારી પછી આવી થશે ને, ત્યાર પછી મારી સ્થિતિ આવી થશે. ત્યાં સુધી વિચારી નાખે આ લોકો ! ક્યાં સુધી વિચારી નાખે ? તે એક માણસ મને કહે છે, “વિચાર કર્યા વગર ચાલતું હશે ? વિચાર કર્યા વગર દુનિયા શી રીતે ચાલે ?” ત્યારે મેં કહ્યું, ‘તું આ ડ્રાયવરની જોડેની સીટમાં બેસે, બોમ્બે સીટીમાં અને ડ્રાયવરને કહે કે તું શું શું વિચાર કરું છું ? હવે આમ આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એવા વિચાર કરું છું ? શું કરે એ ?' એવા કોઈ વિચાર ન કરે. એટલે દરેક માણસે અમુક હદ સુધીનો વિચાર કરવો, પછી પોતાનો વિચાર બંધ કરી દેવો, સ્ટોપ જ કરી દેવો જોઈએ, દરેક બાબતમાં. તે આપણે આ મરી જવાની વાત હોય તો આપણે તરત સ્ટોપ કરી દઈએ છીએ, પણ આમાં વેપારમાં નથી કરી દેતા. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા: બરોબર છે, વિચારની પણ અમુક હદ હોય.
દાદાશ્રી : સ્ટોપ કરતાં આવડે છે. નથી આવડતું એવું નહીં. આ તો રમણતા કરે છે. અક્કલની કોથળી ચલાવે છે. છોકરો આજથી લડે છે તો ‘હું પૈંડો થઉં ત્યારે, મારું કોણ ?” ‘અલ્યા મૂઆ ! આવું અહીં સુધી વિચારી નાખ્યું !' આજના દહાડાનું જ, આવતી કાલનું વિચારવાનું ના કહ્યું છે ભગવાને. થીંક ફોર ટુડે, નોટ ફોર ટુમોરો ! (આજ માટે વિચારો, આવતી કાલ માટે નહીં.) અને તે અમુક બાબતમાં. ગાડીમાં બેઠો હોય, પછી અથડાશે તો શું થઈ જશે ? અથડાશે તો શું થઈ જશે ? છોડોને, એ વિચાર બંધ કરી દેવાનો. આ તો એવા વિચાર કરે છે ઠેઠ દુકાન નાદારીની નાદારી આવી ગઈ, ત્યાર પછી શું સ્થિતિ ને ત્યાર પછી શું સ્થિતિ ? શુક્કરવારીમાં ભીખ માંગવી પડશે. એય પાછો બૈરીને કહે, “ભીખ માંગવી પડશે.’ ‘મૂઆ, કંઈથી જોઈ આવ્યો ?” ‘આ મેં વિચારી નાખ્યું,’ કહેશે. હવે આ અક્કલનો કોથળો ! હવે આને અક્કલખોર કહેવા ? અક્કલ એનું નામ કે નિરંતર સેફસાઈડ રાખે. કોઈ પણ જગ્યાએ સેફસાઈડ તોડે, એને અક્કલ જ કેમ કહેવાય ? અને અક્કલ તો સેફસાઈડને સાચવી
૪૬૫