________________
૪૬૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ચિતરામણ બંધ કરી દે. એટલે જેનો ઉપાય નથી ત્યાં રેડ સિગ્નલ મારી દેવું. વગર કામનું, નહીં લેવાદેવા ! છોકરો મરી જાય ત્યારે આપણે કહીએ કે ‘ઉપાય ખરો હવે કશો ? આમ પાછો આવે ?” ત્યારે કહે, ‘ના, ઉપાય તો હોય જ નહીં ને !' ત્યારે કકળાટ શું કરવા માંડે છે તે ? પાછો માથું પછાડે, ભીંત જોડે. પછી ડૉક્ટરને બોલાવવો પડે પાછો ! બોલો, ભગવાનનો દોષ છે કે લોકોનો દોષ છે ? અને પછી ભગવાનને માથે આરોપ આપે.
આપણા “મહાત્માઓ” એક જ ખોટ ખાય છે, બે ખોટ નથી ખાતા, એય મોટી અજાયબી છે. ઘણાને હું પૂછું ત્યારે કહે, “ના, એક જ ખોટ, બે નહીં.’ ઘડિયાળ પડી ગયું હોય તો એટલી જ ખોટ ખાવ કે પછી એની કાંણ હલ કરો ?
મત સુધી સીમિતતે બદલે “લિકેજ' ! એક શેઠ છે, તે પોળમાંથી નીકળ્યા દુકાને જવા. તે દુકાન તો રહી આગળ, પણ એ મને ત્યાં ટાવર આગળ ભેગા થયા. મેં કહ્યું કે, “શેઠ, અહીં અત્યારે, ક્યાં જાવ છો ?” ત્યારે કહે, ‘સારું કર્યું. આ યાદ કર્યું. આ હું તો દુકાને જવાનું ભૂલી ગયો ને અહીં સુધી આવી ગયો. દુકાન તો અહીં સામે રહી ગઈ.' - એક ફેરો એક આપણા સાહેબ હતા. આમ મોટા ગેઝેટેડ ઓફિસર હતા. એ જમાનામાં ગાડીઓ, મોટરો કંઈ નહીંને, તે કોઠીમાંથી નીકળીને પગે ચાલી ચાલીને ઘેર જાય. તે પગે ચાલીને ઘેર જતા હતા ત્યારે હું પાછળ હતો. તે મને અવાજ સંભળાય કે, “સાલો નાલાયક છે, આમ છે, તેમ છે. આ વિચારવાની ચીજ એ લિકેજ થાય છે આ માણસને ! આ વિચાર લિકેજ થાય છે. હું ઓળખું એ ઓફિસરને. એટલે મેં પાછળથી આવીને ખભા ઉપર હાથ મૂક્યો. મેં કહ્યું કે, “કેમ આ લિકેજ થાય છે ?” ત્યારે કહે, ‘કંઈ નહીં, કંઈ નહીં, કશુંય નથી.’ મેં કહ્યું કે, “આ બધું નીચે પડ્યું છે, પેલી બાજુ જુઓ પાછળ.’ આ કઈ જાતના માણસો છે તે ? પોતાને વિચારવાની જે ચીજ છે, તે
મનની મૂંઝવણનો ઉકેલ
૪૬૩ મોઢેથી આવી બેજવાબદાર રીતે લિકેજ થઈ જાય. અને તમે ગેઝેટેડ
ઓફિસર ! સરકારે શી રીતે ગેઝેટેડ કર્યા ? એવા માણસો ખરાં કે નહીં ? આ કેટલી બધી ગૂંચામણ છે. આવા ગેઝેટેડ ઓફિસરને બિચારાને કેટલી બધી ગૂંચામણ હશે ત્યારે લિકેજ થાય.
બધા જેટલા વેપારી છે ને, બધા આવું કરતા કરતા આવે છે. અને આ ઓફિસમાં બેઠેલાને, તે બધું જાણે શામાં ખોવાઈ જાય છે તે, રસ્તામાં ચાલતાં ચાલતાં, ‘બહુ ખરાબ સ્વભાવનો છે, બહુ ખરાબ સ્વભાવનો છે' બોલતો હોય. અલ્યા પણ કોને કહે છે તું આ ? સાહેબની જોડે કકળાટ થયો હોય તો મનમાં વિચારવાનું હોય તેને બદલે બહાર હઉ લિકેજ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : મનમાં વિચારવાની ચીજ ને બહાર લિકેજ થઈ જાય. હવે આ તો હિન્દુસ્તાનની શી દશા થાય ? જો તો ખરાં, એક-એક ઈન્ડિયન આખા વર્લ્ડને આંગળી ઉપર ટેકે અદ્ધર રાખે, એટલી બધી શક્તિ ધરાવે છે. ફોરેનને માટે નથી આ. જે પુનર્જન્મને સમજે છે. જે પુનર્જન્મને હૃદયથી માને છે, એવો એક ઇન્ડિયન એટલી બધી શક્તિ ધરાવે છે. ફક્ત વ્યક્ત નથી થઈ, શક્તિ છે પણ અવ્યક્ત રહી છે. એટલે ટોપલો ઢાંકેલો છે. અને પછી અજવાળું બહાર શું આવે ? તારી પર ટોપલો કોણે ઢાંક્યો છે આ બધો ?
પ્રશ્નકર્તા : બધાં કર્મોએ.
દાદાશ્રી : હા, કર્મો બધાં. એક ઇન્ડિયનની શક્તિ જબરજસ્ત શક્તિ ! જો આપણે અંડરડેવલપ પ્રજામાં ગણાઈ ગયા ! જે પ્રજાનો એક જ વિચાર ફોરેન લે, તો ફોરેન ખુશ થઈ જાય. એ પ્રજાનો એક શબ્દય લોકોને કામ લાગતો નથી ! અને તેમાંય પાછા આ સંજોગો એવા હોય છે, તે પાછું વળી થોડુંક રાગે પડ્યું હોય, ફૂંક મારી મારીને, ત્યાર હોરુ પાછળ બંદૂકિયો ટેટો ફૂટે, તો રહ્યું શું તે બિચારાને ? તેવું આ મનુષ્યોની પાછળેય ટેટા ફૂટે છે ને, તે ભડકેલાં ને ભડકેલાં રહે