________________
મનની મૂંઝવણનો ઉકેલ
૪૬૧
૪૬૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મારે નથી કરવાનો તોય વિચાર થયા કરે છે. કારણ કે મહીં નબળું થઈ ગયું છે. અહીં મન લપટું પડી ગયું છે.'
લપટું તમે સમજ્યા ? આ શીશી હોય છે ને, એને બૂચ મારીએ, તે બૂચ લપટો પડી ગયો હોય તો આમ શીશી આડી થાય ત્યારે બૂચ એની મેળે નીકળી જાય. તેવું મન લપટું પડી ગયું છે. તે રીપેર નથી કરાવી લાવતા ? નહીં તો મારી પાસે આવજો, તમને રીપેર કરી આપીશું. પછી તમને દુ:ખ નહીં થાય. પછી છોને લોખંડના ભાવ બેસે તો લોખંડને ખોટ જશે, આપણને શી ખોટ જવાની છે તે ? ક્યાં સુધી આ બળાપો કરીએ?
છોકરો માંદો પડ્યો તેનો બળાપો; લોખંડ માંદું પડ્યું તેનો બળાપો; ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો તો તેનો બળાપો, કોનો કોનો બળાપો કરવાનો આપણે ? બધાય બળાપા કરવાના ને ? જો, આ બધું ન ખોટનો જ વેપાર કર્યો છે. શેઠ, તમે કેટલા બળાપા કરો છો ? એક કરો છો કે બે ?
પ્રશ્નકર્તા : ઘણા કરીએ છીએ.
દાદાશ્રી : એટલે આ ખોટ કોણે કાઢી, તે તમને હું દેખાડી દઉં. એટલે તમને પછી અસર જ ના થાય ને ! તમે કોણ ? આ ચેલાવે છે કોણ ? કોના હાથની સત્તા ? અને આપણે મહીં ક્યાં ભાંજગડ કરીએ ?
દવા લાવ્યો ત્યારે સંડાસ ઉતર્યું. અને અહીં આગળ કહે છે, હું ફેરફાર કરી નાખું. ડૉક્ટરને ત્યાંથી દવા લાવવી પડેને, અટકે ત્યારે ? એટલે આ ફેરફાર કરવા નીકળ્યો એ ! એ વિચાર કરતો કરતો જાય બધું. આમથી આમ કરી નાખું ને તેમથી તેમ કરી નાખું.
જે માણસ અહીંથી સ્ટેશને જતો હોય, તે મનમાં વિચાર કરે કે ગાડીમાં જગ્યા મળતી નથી, તો હવે હું શી રીતે જઈશ ? એમ કરતો કરતો સ્ટેશને જાય, એમાં કંઈ ભલીવાર આવે ખરો ? એના કરતાં તો બરકત વગરનાં ગાંડિયા છોકરાં સારાં. ચા પીતાં જાય, આઈસ્ક્રીમ ખાય, આમ કરતાં કરતાં સ્ટેશને જાય. પણ પેલું મનમાં વિચારે નહીં કે શું થશે તે ? અને પેલો વિચારીને બધું બગાડી નાખે. બાપ છે તે છોડીને પૈણાવવા બેઠા હોય, તે વિચારે કે, છોડી રાંડે તો શું થાય ? શી ઉપાધિ આવે ? એવા વિચારો આવે એને અને તે ઘડીએ એને સુખેય બહુ વર્તે ને ? આ બહુ જાગૃતિ ! જુઓ !
જેનો ઉપાય ના હોય તે બાજુ મન બંધ કરી દેવું, રેડ સિગ્નલ ! આ લડેલડા કરે છે, એનો ઉપાય છે કશો ? અને મનમાં ‘આમ કરીએ ને તેમ કરીએ ને ફલાણું કરીએ” બધું ચિતર્યા જ કરતો હોય.
પ્રશ્નકર્તા : એ ચિતરામણ અત્યારે તો તકલીફ આપે પણ આવતા ભવે પાછું બગડે ને ?
દાદાશ્રી : અરે, આ ભવમાં જ બગડ્યું, ત્યાં પછી આવતા ભવે સુધરે શી રીતે ? આ ભવમાં જ ચિતરામણ બગાડ્યું એણે. એટલે જગત આખુંય જ્યાં ઉપાય નથી ત્યાં આગળ ચિતરામણ કરે છે. એકનો એક છોકરો મરી ગયો ત્યાંય બિનજરૂરી ચિતરામણ બધુંય ! ખોટ ગઈ, એનો ઉપાય કોઈ જાતનો નથી તોય બિનજરૂરી ચિતરામણ ! કંઈનું કંઈ કર્યા કરે. તમારે ત્યાં ના કરે ?
પ્રશ્નકર્તા : કરે ને, બધાંય કરે. દાદાશ્રી : કોઈ ગામમાં એક્ય ડાહ્યો માણસ એવો ના હોય કે
બિનજરૂરી ચિતરામણ... પણ ઘેરથી નીકળીને રસ્તા પર ચાલતો હોય પણ મોટું એકલો એકલો કહેશે, ‘આમ કરી નાખું, તેમ કરી નાખું.’ ‘અલ્યા મૂઆ ! ચાલું છું કે આ શું કરું છું ?” ચાલતી વખતેય આવું કર્યા કરે.
પ્રશ્નકર્તા : વિચારો કરે, મોં ચઢાવેલું રાખે.
દાદાશ્રી : હા, એ તો કહે છે, હું ત્યાં જઈને ફેરફાર કરી નાખું. અલ્યા, સંડાસ જવાની શક્તિ નથી. તે સંડાસ ના ઉતર્યું તે ડૉક્ટરની