________________
૪૫૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દહાડે કાચો પથરો. તેય ડેવલપ થયા સિવાય યુગને લઈને લાભ મળ્યા કરે, બસ. કશું વિચારવું ના પડે. અને મગજ આઈડલ (નિષ્ક્રિય) બધું.
પ્રશ્નકર્તા : પણ અત્યારે લોકોએ એટલું બધું વિચારી કાઢ્યું છે આ કાળમાં, તે હવે વિચાર એને ઝેરસ્વરૂપ લાગ્યા વગર છૂટવાનો નથી ને ત્યાર વગર કલ્યાણ નથી.
દાદાશ્રી : તેથી ડેવલપ થયા કહેવાયને ! પહેલાં આ વિચારેલું નહીં કોઈ દહાડો. સતયુગમાં તો કશું વિચારેલું નહીં.
પ્રશ્નકર્તા : પહેલાં શી રીતે વિચારે ? અત્યારે આ કાળમાં જ બધા વિચાર પેઠા. ભીડ પડી ત્યાં જ વિચાર આવેને ?
દાદાશ્રી : હા, તે જ કહું છું ને ! એને ખાવાની ચીજની ભીડ નહીં, કોઈ ભીડ નહીં, બૈરીની ભાંજગડ નહીં, એને બીજી સ્ત્રી સંબંધી વિચાર આવે નહીં, ત્યારે એવું બધું અંડરડેવલપ હતું.
આ તો લોકસંજ્ઞાથી લોકોએ માની લીધું કે આમાં સુખ છે. આ તો લોકોએ સુખ માન્યું, તેમાં સુખ માન્યું. એવું સરસ માની લીધું કે વિચારવાનો સ્કોપ (અવકાશ) જ ના રહ્યો. આમાં જે વિચારકો જભ્યા તેમણે વિચાર કર્યો કે આવું તે હોતું હશે ? આવું આ કઈ જાતનું ? આ લોકો દોડ્યા છે પાછળ ! મહીં વિચારકો જભ્યા, તેમને થયું. બાકી ઘણું ખરું આખું જગત વિચારમાં જ નહીં. વિચારક તો કોણ હોય ? ફરી ફરી કેટલાય અવતારથી મનુષ્ય થતો આવ્યો હોય તે વિચારક હોય. આ તો ત્યાંથી રાડાં ખાતાં ખાતાં, રોટલી ખાવા આવ્યો હોય. અને પછી કહેશે, વિચાર આવતા નથી. શાના વિચાર આવે ? બત્રીસ માર્ક હતા, તે ગધેડો રહ્યો ને તેત્રીસ માર્કે માણસ થયો. એક માર્ક તેના દેહમાં ગયો. ગુણ તો તેના તે જ રહ્યા ને ! તે અહીં આગળ સ્ટેશન પર પોટલાં ઊંચકે. તે હવે એની જોડે આપણે ત્યાં ઝઘડો કરીએ તો શું થાય ? ચપ્પ મારી દે કો'ક વખત ! તે સાઠ ટકાનો માણસ હોય, એની જોડે ઝઘડો કરીએ તો ચપ્પ ના મારે, કશું ના કરે. આ આની જોડે ઝઘડો થાય નહીં, અત્યારે ઘણો ખરો માલ એવો છે. આ
મનની મૂંઝવણનો ઉકેલ
૫૯ ત્યાંથી રિટર્ન ટિકિટ લઈને આવ્યો છે, તિર્યંચ સ્ટેશનથી. અને ફરી પાછા ત્યાં જ જવાના.
ખરો વિચારક મળ્યો હોય ને, એને તો હું એક જ વાક્ય કહું કે, ‘ગોડ હેઝ નોટ ક્રિયેટેડ ધીસ વર્લ્ડ. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.” એટલું કહે તો બાર કલાક સુધી તો એના વિચારમાં જ રહે, આ એક જ વાક્ય બોલું તેના વિચારમાં ! પણ લોકોની કંઈ મતિ પહોંચતી નથી અને ઉઘાડી આંખે ઊંધે છે. નહીં તો ‘વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ' એટલું સાંભળતાં જ તો એના મનમાં કંઈનું કંઈ થઈ જાય. એટલા બધા વિચાર આવી જાય, વિચારક માણસને !
ત ખાય જ્ઞાતી, બે ખોટ કદી ! આ તો લોખંડના ભાવ બજારમાં બેઠા, એવું ખબર પડે તો શું થાય ? બહુ આનંદ થાયને ?
પ્રશ્નકર્તા : બ્લડપ્રેશર વધી જાય.
દાદાશ્રી : હા, આપણને બ્લડપ્રેશર વધી જાય, એવા આપણા લોક ! એના બદલામાં ત્યાં નફો મળે ને ? તેય ખોટ ગઈ ને આય ખોટ ગઈ, બેય ખોટ સાથે ખાવ ! અને આ ખોટ જાય તો, પેલી ખોટ બંધ ના થાય ? થતી હશે, મને લાગે છે ?
પ્રશ્નકર્તા : એમાં ત્યાં કંઈ ફેરફાર ના થાય.
દાદાશ્રી : એટલે મહાવીર ભગવાને કહ્યું હતું કે એક ખોટ ખાજો, બે ખોટ ના ખાશો. તમને કયું પસંદ ? એક ખોટ ખાવી તે પસંદને, તે બે ખોટ શું કામ ખાવાની જરૂર આપણે ?
હવે એ શાથી બે ખોટ ખાય છે ? પોતાની નબળાઈઓ છે. તમારી ઇચ્છા ના હોય, આ બ્લડપ્રેશર વધે એવું તમારે કરવું નથી અને ડૉક્ટરે કહ્યું હોય કે બહુ વિચાર કરશો નહીં. ત્યારે આ કહેશે, સાહેબ, તમે ના કહો છો, પણ મને મહીં એની મેળે જ થયા કરે છે.