________________
૪૫૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા ઃ બને જ છે ને !
દાદાશ્રી : એ મહીં તીસરી જાત છે. એટલે આ તને ચેતવ્યો. મેં તારું માઈન્ડ બિલકુલ સંકુચિત જોયું. આવું સંકુચિત ના રાખીએ. નહીં તો આવડી મોટી ફિલોસોફી નીકળે શું ? માઈન્ડ ઓપન રાખીએ. ગમે તેનું સાંભળીએ એકવાર. સાંભળી અને આપણને ઠીક ના લાગે તો કાઢી નાખવું. અને ઠીક લાગવાની બાબતમાંય બહુ ઊંડા ના ઊતરવું. આપણને પાંચ વાક્યો જેના ગમ્યાં હોય ને તો છ મહીં લખી લેવું. એટલો થોડો ઘણો વિશ્વાસ રાખવો પડે કે ના રાખવો પડે ?
હમણાં પંદર દહાડા પર એક સ્ટીમર કોઈ જગ્યાએ ડૂબી હોય અને આજે તમારે ત્યાં આગળ જવાનું થયું, વેપાર માટે, તો આજ સ્ટીમરમાં બેસતી વખતે તમને મહીં શું થાય ? ગભરામણ થઈ જાય, કેમ ? મહીંથી બૂમ પડે કે ડૂબશે તો ? તો શું કહો ?
પ્રશ્નકર્તા : આમ આપણાથી કોઈને અભિપ્રાય આપી ના શકાય પણ જો ઓપન માઈન્ડ હોય તો અભિપ્રાય આપી શકાય, એવું આપે કહ્યું. એટલે આ ઓપન માઈન્ડ એટલે શું કહેવા માગો છો ?
દાદાશ્રી : આ બધાં સંકુચિત માઈન્ડ. આટલું મારાથી થાય ને આટલું ના થાય. ઓપન માઈન્ડ એટલે નેગેટિવ એ નેગેટિવ ને પોઝિટિવ એ પોઝિટિવ, બેઉ સમજે અને પોઝિટિવમાં રહેવાનું એટલે નેગેટિવ આવે નહીં. અને સંકુચિત માઈન્ડ એટલે નેગેટિવમાં રહેવું હોય. તે પછી પોઝિટિવ ના આવે. ઓપન માઈન્ડના તો ઓછા માણસ હોય ને ! તમે ગમે તે ધર્મની વાત કરો તો એના મનમાં પાણી હાલે નહીં ત્યારે એ ઓપન માઈન્ડ કહેવાય, નહીં તો સંકુચિતતા. વૈષ્ણવ ધર્મની સંકુચિતતા હોય, તે ૐ નમઃ શિવાય સાંભળે કે ગભરામણ થાય. અમદાવાદમાં સાચું ઘી વેચવા બજારમાં ફર ફર કરે તો કેટલાક લે ?
પ્રશ્નકર્તા : થોડાક, શંકા-કુશંકા કરે.
દાદાશ્રી : ‘આપવું હોય તો બાર રૂપિયે આપ. તું ક્યાંથી સાચું
મનની મૂંઝવણનો ઉકેલ
ઘી લાવ્યો તે અમે જાણીએ', કહેશે. આમ ચખાડે, ચાખે તોયે કહેશે, ‘ના.’ મન શંકાવાળું છે ને ! એટલે પેલું દેખાય અવળું. મન શંકાવાળું હોય તો શુદ્ધ કરીને જવું પડે એવું છે. આ સાચી વાત લોકોને હાથ ના લાગે.
૪૫૭
વિચારક દશા !
આ તો લોકો સાધનમાં રહ્યા છે અને સાધ્ય માની બેઠા છે. સાધનમાં રહ્યા છે તેનો અભિનિવેષ થઈ ગયો છે. કૃપાળુદેવે ના કહ્યું હતું, તે જ થઈ ગયું. અભિનિવેષ એટલે શું કે એવું માને આનાથી જ મોક્ષ થશે. વિચારક માણસને એ અભિનિવેષ છૂટી જાયને ! વિચા૨ક માણસને જગ્યા મળે તો છૂટી જાય, એવું છે. વિચારક માણસ બાંધી રાખે એવું નથી હોતું. પણ એને કોઈ બાજુથી બીજો કોઈ રસ્તો ના દેખાય તો એ એમ જ જાણે છે કે આ જ રસ્તો છે. બીજો રસ્તો મળે નહીં ને, તો શું થાય ?
બહુ ચિંતા થાય ને એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું, આમાં સુખ નથી. તે શોધખોળ કરે કે સુખ શેમાં છે ? ત્યારે કહે, “મોક્ષમાં છે.' પછી મુક્તિના વિચારો આવે.
પ્રશ્નકર્તા : કોઈને નવો વિચાર હજુ સુધી આવ્યો હશે ખરો ? એવો કોઈ વિચારક છે ખરો કે જેને નવો વિચાર કદી આવ્યો હોય ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : એઠું જ આવેલું ?
દાદાશ્રી : એ બધો એઠવાડો છે, નવું નથી. એઠવાડો જ છે બધો
આ.
પ્રશ્નકર્તા : સત્યુગનાં માણસો આવાં હતાં ?
દાદાશ્રી : એવાં જ. પણ સતયુગમાં તો આવાયે નહોતા. એવાયે ક્યાંથી લાવે ? સતયુગમાં કાચો પથ્થર. આ તો પાકો થયેલો પથરો. તે