________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૪૭
વાંચવાથી, જે સમજવાથી મુક્તિ ના થાય, એ વાંચવું-સમજવું બોજારૂપ છે. એ તો પેપરેય વાંચવા જ પડે ને, ટાઈમ તો કાઢવો પડે ને ગમે રસ્તે. મનનો ખોરાક છે પેપર એ. મનને ખોરાક ના જોઈએ ? આ દેહને છે તો પેપર ખવડાવીએ તો ખાય ? દેહને તો દાળ, ભાત, લાડુ, શાક બધું હોય તો દેહ ખઈ જાય. અને પેપર મનનો ખોરાક છે. એ સવારના પહોરમાં ઊઠીને, પેપર જુઓ છો ને થોડુંઘણું ? નથી જોતા ?
સત્સંગમાં મનને ખોરાક આપણે ના આપીએ એટલે એ આપણને ખાઈ જાય. એને ખોરાક નાખવો જ પડે. પેલામાં વ્યવહારમાં તો આપણને ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે તે પહેલાં આપણે આપી દઈએ. એટલે એવું મનને ખોરાક મળ્યા કરે. આ સત્સંગમાં કયો ખોરાક મળે ? આમાં હોય નહીં. આમાં આપી દેવાનું નહીં ને ?
પ્રશ્નકર્તા : એની મેળે જ રહ્યા કરે.
દાદાશ્રી : હા, એ ખ્યાલમાં રહ્યા કરે. અને દાદા તો યાદ જ રહ્યા કરે, નહીં ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આપણે ના કહીએ તોય આવીને ઊભા રહે.
પ્રશ્નકર્તા : અંદરથી આમ જાગ્રત થાય કે ચાલો, ચરણવિધિ શરૂ કરીએ. પાછું અંદરથી એવું પણ બતાડે કે અડધા કલાક પછી.
દાદાશ્રી : એ બતાવનાર આપણા પક્ષનો હોય, વિરોધ પક્ષના બધા. આપણા પક્ષનું કોણ એ ઓળખવું જોઈએ ને ? આપણે કરવું હોય ત્યાં આડું કરવા જાય એટલે જાણવું કે વિરોધ પક્ષનો આવ્યો. અંદર પેસવા જ નહીં દેવાનો. ‘ગેટ આઉટ' કહીએ.
પ્રશ્નકર્તા : એ કોણ બતાવતું હશે ? મન બતાવતું હશે ? દાદાશ્રી : એ વિરોધ પક્ષના બધા.
મનનું તો કશું આપણે માનવાનું જ નથી. મનના કહ્યા પ્રમાણે શરીર ચાલે તો અંદરથી લૂંટાઈ જાય પછી. એ આપણે નહીં લેવાનું ને જગત આખું એના પર ચાલે છે. મનના કહ્યા પ્રમાણે ચાલે છે અને આ મોક્ષમાર્ગ એટલે દાદાની આજ્ઞા પ્રમાણે ચાલવાનું.
ખોરાક, મતતા મોહ મુજબ... પુસ્તક વાંચવાનોય મોહ, એ એક પ્રકારનો મોહ ગણાય છે. સમજ પડી ને ? આ બધાં મોહ જ છે. વ્યાખ્યાન કરવાનો મોહ, ત્યાગ કરવાનો મોહ, એનેય ભગવાને મોહ કહ્યો. મૂર્ષિત થઈ જાય.
પ્રશ્નકર્તા : પુસ્તક જો ના વાંચે તો એનું ધ્યાન બીજે ચાલ્યું જાયને ?
દાદાશ્રી : ના વાંચો, એવું નથી કહેતો. વાંચો ને બધું. પણ જે
મન જોડે થોડું ઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચેય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એય આત્માનો ઉપયોગ કહેવાય. એટલે આખો દહાડો પછી અંદર બોલાય બોલાય કરવું ને મનને કામ જ સોંપ સોંપ કરવું. બીજો ખોરાક જમવા ન જાય એ વીતરાગ થયો. બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએ ને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઊડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું. વાણીના બોલવામાં પેલું મન, વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં, માટે કામ કાઢી લો.
પ્રશ્નકર્તા : મનને તો આ જ ખોરાક જોઈએ છે. દાદાશ્રી : કયો ? પ્રશ્નકર્તા : સત્સંગનો જ. દાદાશ્રી : એ તો એવું છે ને, કે મનનો સ્વભાવ એવો છે કે