________________
૪૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૪૯
કામ આપશોને, એટલે મન એનું કામ કર્યા કરશે. એક કામ આપી દેવાનું અને જગત કલ્યાણ એ જ આપણું કામ.
પોતાનું કલ્યાણ એટલે શું ? જગતનું કલ્યાણ એ જ પોતાનું કલ્યાણ માટે કામ આપી દો ને ! તો એને માટે આમ કરશે, તેમ કરશે. કોઈ જતાં હોય તો કહેશે, “હંડોને, દાદાને ત્યાં.” પછી મનેય એવું કામ કરશે.
આ પકડે નહીં અને પકડ્યા પછી છોડે નહીં આ. આ જે પકડાઈ ગયું આમ, અટાવીપટાવીને બધું ચોગરદમથી પકડાવી દીધું પછી એ છોડે નહીં. એ સારો સ્વભાવ કહેવાય ને !
પ્રશ્નકર્તા : પછી સત્સંગ ના મળે તો મન કંટાળે.
દાદાશ્રી : હા, એટલે આ પહેલું મન પકડે નહીં. કારણ કે મન આ પકડે તો મનનું મરણ થાય છે. એટલે પોતાના મરણને કોઈ ઇચ્છે નહીં. પણ આપણે આડાઅવળી સમજાવીને એને પકવડાવી દઈએ. પછી છે તે આમ થઈ જાય પછી. પછી એને છોડે નહીં. છોડે નહીં એટલે જાણવું કે કરેક્ટ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તોયે મનનો સ્વભાવ પાછો પેલો પાછલો સ્વભાવ બતાડે.
દાદાશ્રી : એ તો બતાવે ને !
આ તો બધા અંતર્મુખી થઈ ગયા. અંદર ક્યા હો રહા હૈ, એ બધું દેખાય.
પ્રશ્નકર્તા : જગત કલ્યાણની વાત કરી, મનને કહીએ કે જગત કલ્યાણ કરવાનું છે, તો એમાં એને ઉતાવળ તો આવે ને ?
દાદાશ્રી : એમાં ખરી મઝા આવશે. એનાં ખૂણા બહુ મોટા છે. આખું એનું સર્કલ બહુ મોટું છે. અમે એમાં જ મુકેલું છે અમારા મનને. તે રાત-દહાડો ખૂણા ખોળ્યા જ કરે એની મેળે. એ ફલાણાભાઈને જ્ઞાન આપીએ, ફલાણાભાઈને આમ કરીએ, ખોળીને આવે એની મેળે. અને આપણું કામ તો થયા જ કરે.
એ સ્ટેડી (સ્થિર) રહે અને આપણને હેરાન ના કરે. એ જીવતું રહે. એ આનંદમાં રહે ને આપણને આનંદમાં રાખે એવી ભાવના હવે ભાવવી જોઈએ. એને માટે મનને શું ખોરાક આપવો જોઈએ કે જગતનું કલ્યાણ હો, તે એ કલ્યાણમાં નિમિત્ત થઉં.” એટલે મનને