________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
જગતેય માર ખાઈ ખાઈને મરી ગયું ! મનની હેલ્પ લેવાની છે આપણે. કારણ કે ગયા અવતારનો એ આપણો ખજાનો છે. પણ મન આપણા ધ્યેય પ્રમાણે ચાલતું હોય તો. એને આપણા ધ્યેય પ્રમાણે ચલાવવું. એ તો વહુ જોડેય વઢવાડ મન જ કરાવે છે તે, બીજું કોણ કરાવે છે ? કંઈ બહારનો આવીને ફાચર મારી ગયો ? મહીં બુદ્ધિ શંકા કરાવડાવે. આ જ્ઞાન એવું છે ને કે બધાંને ફેંકી દે. મહીં શંકા કરવાનું હોય તેને કહે, ‘તું જતી રહે, અમે નિઃશંક થયા છીએ આત્મા
સંબંધમાં ! હવે અમારે શંકા કેવી ?’
૪૩૬
આપણે મકાન વેચ્યું હોય અને છોકરાં જાણતાં ના હોય, અને મકાન બળતું હોય તો છોકરાં ધૂંવાંપૂવાં થઈ જાય ! પછી ઘેર છોકરાં બૂમો પાડતા પાડતા આવે કે આપણું મકાન સળગ્યું છે, હેંડો, ઠંડો, હેંડો.’ તો બાપ કહે, ‘અલ્યા ભઈ, કાલે વેચ્યું. હવે મેલ છાલ !’ તો પછી કશુંય નહીં. ઊંધા જ્ઞાનથી માર ખાય છે ને છતા જ્ઞાનથી માર છૂટી જાય. છતું જ્ઞાન થયું કે ‘ભઈ, હવે આપણે વેચી દીધું છે', તો એ હતો એનો એ જ માણસ પાછો ફેરફાર થઈ જાય ને ?
અને મારી જોડે તો તમે બધાં આવતા હોય અને જંગલ આવ્યું ને ત્યાં પછી વાઘની બૂમ પડી. તો તું કહે કે આ વાઘની બૂમ સંભળાય છે. ત્યારે હું કહું કે ‘વાઘ પાંજરામાં છે.’ એટલે ચાલ્યું ગાડું ! એવી રીતે આ દુનિયા ચલાવવાની, આશરે આશરે. નહીં તો દુનિયામાં માણસ મરી જાય. પાંજરામાં હોય તોય એને ખબર ના હોય એટલે એને બીક લાગે જ ને પછી તો ! આવ્યો, આવ્યો, આવ્યો' કરે. વગર કામના મરતા પહેલાં મરી જવું એ કોના ઘરની વાત ?! મરાય ત્યારે કહીશું કે મરી ગયા. પણ મરતાં પહેલાં મરી જવું કે, ‘હાય બાપ, મરી ગયો !' એવું દોઢસો વખત બોલે છે પણ મરતા એકુંય વખત નથી. એ બોલવાની જરૂર જ શું છે તે ?
મતને પટાવે જ્ઞાતી આમ...
પ્રશ્નકર્તા : એ ખરેખર મન બતાડતું હોય છે ને ?
મન કા ચલતા તન ચલે...
દાદાશ્રી : આ મન જ ને ! ત્યારે બીજું કોણ ? આ બધી મનની જ ભાંજગડ છે ને બધી.
૪૩૭
પ્રશ્નકર્તા : આ મનને જો છતું જ્ઞાન બતાડી દઈએ તો પછી એ બૂમ ના પાડે ને ?
દાદાશ્રી : હા, એ મનને સમજાવતાં ‘આપણને’ આવડવું જોઈએ. મને તો ગોળીઓ આપતા હઉ આવડતી હતી. એમ એની પાસે કામ કરાવી લેતો.
પ્રશ્નકર્તા : ક્યારે ? જ્ઞાન પહેલાં ?
દાદાશ્રી : હા, ગોળીઓ આપીને કામ કરાવી લેતો. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : એને ભાવતી ચીજ આપીએ અને આપણું કામ કરાવી લઈએ. આટલું મારું કહ્યું કરું, આ પ્રમાણે ચાલું તો આ આપીએ. ત્યારે એ ખુશ ! બે આઈસ્ક્રીમની ડિશો ખવડાવી દઈએ, એટલે એ પછી આખો દહાડો કામ કરે. એને આઈસ્ક્રીમ ભાવતો હોય તો, ના ભાવતું હોય તો ના કરે.
પ્રશ્નકર્તા : આપને શું ભાવતું હતું ?
દાદાશ્રી : મને તો બધુંય ભાવતું હતું. શું નહોતું ભાવતું ? પ્રશ્નકર્તા : તમે મનને લોલીપોપમાં શું આપતા હતા ?
દાદાશ્રી : એને કંઈ અપાવી દઈએ. હોટલમાં કંઈ સારો નાસ્તો હોય, સારી વાનગી હોય, ખાસ તીખી વાનગી વધારે ભાવે.
પ્રશ્નકર્તા : ભજીયાં ?
દાદાશ્રી : ના, ભજીયાં નહિ. બીજી તીખી વાનગી થતી હતી. એનું નામ મને અત્યારે આવડતું નથી. બહુ સરસ આવતી હતી એ ! તે મોટી હોટલમાં, સારી હોટલમાં એકાદ ડિશ ખવડાવી દઈએ એટલે