________________
૪૩૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૩૫
પ્રશ્નકર્તા : ધ્યેય જ્યારે નક્કી કરે છે, તે વખતે અહંકાર જ હોય ને ?
દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારે એ તો નિર્જીવ અહંકાર છે
ને !
દાદાશ્રી : આ બધાંને કશું રાખવાની જરૂર નથી. એક મનની એકલાની જ વાત પૂછતો નથી ને.... તારે બીજી ભાંજગડમાં પડવું નહીં અને મનેય એક ફેરો વળી ગયા પછી કશું કરવાની જરૂર નથી. આ તો મન ના વળ્યું હોય ત્યાં સુધી ભાંજગડ.
આપણો ધ્યેય નક્કી કરવાનો. એટલે પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બાજુ જ જાય. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારને એમ નહીં કહેવાનું કે તમે આમ કરો, પણ આપણે ધ્યેય જ નક્કી કરવાનો. આજ્ઞા પાળવી છે એનો જે ધ્યેય નક્કી કર્યો, તો એ બાજુ જાય ને નથી પાળવી એવું નક્કી કરે તો પછી એવું ચાલે. તું શું કરે ?
પ્રશ્નકર્તા : ધ્યેય જ નક્કી કરવાનો. દાદાશ્રી : શું શું ધ્યેય નક્કી કર્યો ? પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞામાં રહેવાનું.
દાદાશ્રી : એ તો બહુ મોટામાં મોટી વાત. ‘દાદા'ની આજ્ઞામાં જ રહેવું છે, એવું જેને ધ્યેય છે ને, એને ઘણું ખરું બધું જ આવી જાય. તેથી ભગવાને કહેલું ને, ‘આજ્ઞા’ એ તપ ને “આજ્ઞા” એ જ ધર્મ. બીજાં તપ તપવાની જરૂર જ શું છે ? ખાજે-પીજે ને, નિરાંતે.
એટલે ધ્યેય નક્કી કરીએ ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે.
હવે આપણે ધ્યેય શું રાખવાનો છે કે ભૂલ કોઈનીય છે નહીં. જગત આખું નિર્દોષ જ છે, એવો ધ્યેય રાખવો જોઈએ. એટલે પછી પેલું અંતઃકરણ, એ બધુંય એ બાજુ ચાલે. અને આ તો તમારે ખાલી નક્કી જ કરવાનું છે. તારો અનુભવ શું કહે છે ? દોષ કોઈનો છે ખરો ?
પ્રશ્નકર્તા: ના, કોઈનો દોષ જ નથી. પોતાનો જ દોષ છે.
દાદાશ્રી : એવું જ અનુભવમાં આવી ગયું ? તો એ પછી ધ્યેય બદલાઈ ગયો. ધ્યેય બદલાયો એટલે પછી એ બાજુ ચાલ્યા જ કરે. જેટલું કષાયનું જોર ઓછું થતું જાય ને તેમ તેમ રાગે પડતું જાય. કષાયો જ નિર્દોષ દૃષ્ટિ નથી થવા દેતાં ને ! અને કષાયો તે પાછાં કોનાં ?
પ્રશ્નકર્તા : પોતાનાં.
દાદાશ્રી : મિશ્રચેતનનાં.
પ્રશ્નકર્તા : કોઈના દોષ દેખાય તો સામે પેરેલલ (સમાંતરે) પેલું પણ દેખાય કે આ પોતાના ક્યા દોષના આધારે આનો દોષ દેખાય છે.
એટલે આ બીજા લોકો ધ્યાન કરવા જાય છે. અલ્યા, ધ્યેય નક્કી કરને, તો પછી બીજા ધ્યાન એની મેળે થશે. અહીંથી બોરીવલી જવાનું ધ્યેય તમે નક્કી કર્યું હોય તો તમારે ધ્યાન શું રહે ?
પ્રશ્નકર્તા : બોરીવલીનું ધ્યાન રહે.
દાદાશ્રી : હા, એવું ધ્યેય નક્કી કરે તો ધ્યાનેય થયું. અને ધ્યાન કરવા ગયો તો ધ્યાન થાય નહીં, અહંકારથી ધ્યાન થાય નહીં. ધ્યાન તો પરિણામ છે.
દાદાશ્રી : એવું દેખાય. એ જેમ જેમ દૃષ્ટિ નિર્મળ થતી જાય ને તેમ તેમ દેખાય.
હવે જડનું માનીને કેટલા દહાડા ચાલે ? એમાં તો આખું