________________
૪૩૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૪૩૯
બસ થઈ ગયું ! ભયો ભયો થઈ ગયો !! તરણતારણ થઈ ગયા જાણે !!! જીભ તો લપ લપ લપે ને બધાંયની ! અને જવાનીમાં ખાસ લપલપે. પૈડપણમાં જરા ઢીલી પડી જાય.
પ્રશ્નકર્તા: ના, પણ ખવડાવવાનો પ્રયોગ કરવો પડે કે સમજણનો પ્રયોગ કરવો પડે ?
દાદાશ્રી : ખવડાવીએ એટલે ખુશ થઈ જાય. આપણે એને શર્ત કરીએ કે ભઈ, આટલું કરી આપું તો આ ચીજ લઈ આવીએ આપણે જઈને. અને એ કરાવવા માટે બે-ત્રણ દહાડા પહેલેથી તે આપવાનું બંધ કર્યું હોય અને તું આ કરું તો જ તને આ ખવડાવીએ ચાલ. એટલે પેલો બે-ત્રણ દહાડાથી બંધ હોય એટલે કરી નાખે બધું. આ અંદર મન ફિઝિકલ ખરું પણ એ જીવતાં જેવું છે. પાવરવાળું તો છે જ. આમ મરી ગયેલું છે. પણ આપણે કહેવાની જરૂર એને. તે લોક રાતે બુદ્ધિને કહે છે ને, કે આજનો દહાડો તું આવીશ નહીં. કાલે બપોરે જમવા આવજે. તે એ કહે છે, તે એવું બને છે પણ
દાદાશ્રી : બીજા તો આમ રાત્રે કશું આવ્યું હોય તે ઊંઘવા ના દે. એટલે મેં કહ્યું, સારું હવે તું છું ને હું છું ચાલ. તે એની પર બેસી જઉં. એ દોડે ને હું સવાર. દોડ, દોડ, દોડ કરાવું ને થકવી નાખું. એટલે એ ઊંઘી જાય તો મને ઊંઘ આવી જાય. પણ હું લાલચ રાખું કે ભઈ, ઊંઘવા દે ને, ઊંઘવા દે ને ! એટલે ઊંઘવા દેતું હશે ? એ તો થકવીએ ત્યારે ઠેકાણે આવે. થાકી જાય છે. “ચાલ, દોડ ! દોડ, દોડ, દોડ કરાવું. તે થકવ્યું નહીં કોઈ દહાડોય ? મેં તો બધા બહુ પ્રયોગ કર્યા'તા અને બધાંય પ્રયોગો સફળ થઈ પડ્યા.
મનનું કશું માનવાનું નહીં. મન જોય છે ને આપણે જ્ઞાતા. એટલે જોય-જ્ઞાતાનો સંબંધ એટલે શું ? એ જોવાનું. કૂદાકૂદ કરતું હોય કે સારું વિચારતું હોય કે ખરાબ વિચારતું હોય, તે આપણે જોયા કરવાનું. એટલે આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. અજ્ઞાન દશામાં તન્મયાકાર થતા હતા. હવે તન્મયાકાર નહીં થવાનું. એટલે આ જ્ઞાનની મુખ્ય વસ્તુ એ છે કે તે કાચું ના પડી જાય આમાંથી. વિજ્ઞાન ખરું ને ? આમાં ભૂલચૂક ના થવી જોઈએ. મનનું ખાસ ભૂલ ના થાય એવું કરજો. બીજું બધું થયું હશે, તે પાછું સુધારી આપું.
એ તો તારે મનને ઠપકો આપવો પડે. મનને ઠપકો આપે છે? સવારથી કશું કહે છે ? બે-ચાર ઠપકો આપે છે ?
પ્રશ્નકર્તા : અવળો વિચાર આવે એટલે તરત કહું કે આ બરાબર નથી, પણ ઠપકો આપવો એવું નથી કરતો.
દાદાશ્રી : બે-ચાર વખત ઠપકો ને બધું આપવું જોઈએ. આમ ખભો થાબડવો જોઈએ કે અમે છીએ, તમારી જોડે. આ તો નાની ઉંમર છે, બધું રાગે થઈ જાય. પછી પાછળથી તો કઠણ પડી જાય.
પ્રશ્નકર્તા : મન જોડે વાતચીત કરવાનો પ્રયોગ, એ કેવી રીતે કરવાનો ?
દાદાશ્રી : એ તો આપણે અરીસામાં જોઈને વાત કરીએ તો
પાછુ.
પ્રશ્નકર્તા : પણ દર વખતે ખવડાવવાના પ્રયોગ સિવાય પેલું સમજણનો પ્રયોગ કર્યો હશે ને ? મનની જોડે સમજણ પાડીને દિશા ફેરવી નાખવાની.
દાદાશ્રી : પણ આપણે જાણીએ નહીં કે આ લાલચુ શામાં છે તે ?
પ્રશ્નકર્તા : હા, એ તો ખબર પડે. દાદાશ્રી : એટલે લાલચોમાં ઘાલી દઈએ એટલે આવડ્યું. પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ પહેલાં કરેલા. દાદાશ્રી : આવા બધા બહુ પ્રયોગ કરેલા. પ્રશ્નકર્તા : બીજા કયા ?