________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન પણ પેલી વસ્તુથી છેટું રહ્યું. એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ? તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચકચ કર્યા કરે, એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ! બુદ્ધિનું કેટલું સંભળાય ?
૪૨૮
પ્રશ્નકર્તા : આપણે પેલું કહીએ છીએ ને, કે મન કા ચલતા તન ચલે એટલે મનનું સાંભળવું નહીં. એવી રીતે બુદ્ધિ માટે પણ કહે છે ને, બુદ્ધિનું સાંભળવું ના જોઈએ. તો મનનું સાંભળવું અને બુદ્ધિનું સાંભળવું, આ બેનો ડિફરન્સ (ફેર) શું છે ?
દાદાશ્રી : બુદ્ધિનું સાંભળવું જોઈએ, અમુક બાબતમાં જ બુદ્ધિને વચમાં લેવાની. મન કંઈક સતામણી કરે એટલે બંધ કરી દેવાનું. આપણા ધાર્યા પ્રમાણે ના કરતું હોય તો બંધ.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિનું અમુક બાબતમાં સાંભળવું જોઈએ. દાદાશ્રી : બુદ્ધિનું તો સાંભળે જ છે ને ! એ જો નુકસાનકારક હોય ત્યારે કહી દઈએ કે ભઈ, અહીં નહીં ચાલે, અત્યારે નહીં. પ્રશ્નકર્તા : પણ બુદ્ધિને તો સંસારાનુગામી જ કહી છે ને ! દાદાશ્રી : છે સંસારાનુગામી પણ વ્યવહાર જોઈએ ને ! પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર કરવા પૂરતું સાંભળવાનું એવું થયું ને ?
દાદાશ્રી : બુદ્ધિનો વાંધો નહીં, બુદ્ધિ તો અવળું કરતી હોય તો આપણે સવળું વાળીએ તો વળી જાય. મનનું એકલું જ સાંભળવાનું નહીં. છતાં બુદ્ધિ મોક્ષે લઈ જવા દેતી નથી એટલું જ, સંસારની મહીં રાખે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ મોક્ષે ના લઈ જાય, તો મનનું પણ એવું જ
છે ને ?
મન કા ચલતા તન ચલે...
દાદાશ્રી : મનને લેવાદેવા નથી. મન તો બિલકુલ જડ છે, ફિઝિકલ છે. બુદ્ધિ તો લાઈટ છે. બુદ્ધિને અને મનને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે, મનનું સાંભળવું ને બુદ્ધિનું સાંભળવું ?
૪૨૯
દાદાશ્રી : એમાં ડિફરન્સ કાઢવાનો જ ના હોય ને ! બુદ્ધિનું જ સાંભળવાનું. બાકી, મન તો બિલકુલ ફિઝિકલ (ભૌતિક) છે. બુદ્ધિ ફિઝિકલ ના હોય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ લાઈટ છે.
દાદાશ્રી : એ તો ના સાંભળવું હોય તો એ ધારેલા રસ્તે લઈ જાય આપણને.
પ્રશ્નકર્તા : બુદ્ધિ ?
દાદાશ્રી : હા, લઈ જ જાય છે ને ! બધી આખી દુનિયાને એ જ લઈ જાય છે ને ! આપણા મહાત્માઓને આ રૂમમાંથી ઊઠાડીને બીજી રૂમમાં લઈ જાય છે ને !
પ્રશ્નકર્તા : એ બુદ્ધિનો ખેલ છે ?
દાદાશ્રી : ત્યારે બીજું કોણ છે ? ઘણુંય ના કહે પણ ગાંઠે નહીંને ! મન તો જડ છે, ફિઝિકલ છે. મનને લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા : પણ બેને કંઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : બેને જોડે વાત જ કરવી નહીં. ક્યાં પેલું જડ ને ક્યાં બુદ્ધિ ! બધું સમજાય. આ ખોટું થઈ રહ્યું છે, બુદ્ધિ ખેંચીને લઈ જાય છે અને મનને તો એવું કશું નહીં બિચારાને !
પ્રશ્નકર્તા ઃ મનને જેવી રીતે વાળવું હોય એવી રીતે વાળી શકાય તો આ બુદ્ધિને વાળી શકાય કે નહીં ?
દાદાશ્રી : ના, મન તો જડ છે. આ લોકો મનના ચલાવ્યા ચાલે