________________
૪૨૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૨૭
દાદાશ્રી : તને પણ અમે ગણતરીમાં લીધો નથી ને જેને ગણતરીમાં લીધો હોય તેની આ વાત છે. હું જ્યારે તારું આ ટેસ્ટ એક્ઝામિનેશન દેખાડીશ ત્યારે તને ગણતરીમાં લઈ લઈશું. પછી તનેય ઠપકો આપીશું. અત્યારે તને ઠપકો આપીએ નહીં. મઝા કર. પોતાના હિતને માટે મઝા કરવાની છે ને ? શેના માટે મઝા કરવાની છે ?
પ્રશ્નકર્તા : મઝા કરવામાં પોતાનું હિત તો ના થાય, દાદા.
દાદાશ્રી : ના થાય. ત્યાર પછી મઝા શું કરવા કરે છે ? કંઈ ફેરફાર થાય તો મને ચીઠ્ઠી લખી આપી દેવી. બીજી બાબતની ભૂલો બધી ચલાવી લેવાય. બીજી જાતની ભૂલો ના ચલાવીએ તો મુશ્કેલીમાં મૂકાય એ. મુંઝાઈ જાય બિચારો ! ખાવાની મુશ્કેલી, ખાવાનું પાછું ખાવા ના દે કે આ ના ખવાય, ત્યારે શું કરે ? કૂવામાં પડે ? એટલે અમે બીજી બધી ભૂલો ચલાવી લીધી.
તારા મનને જેમતેમ કરીને મનાવજે. પ્રશ્નકર્તા : મનને મનાવે એટલે પૂરું થઈ જાય ? દાદાશ્રી : ના, પૂરું ના થઈ જાય. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : આપણે આખો દહાડો નીકળી જાય ને અત્યારે ?
પ્રશ્નકર્તા : એ તો ખાલી સંતોષ ખાતર. તે આગળ ઉપર પાછું કરવું તો પડે ને ?
એટલે કળાથી કામ લેવું પડે. એવું આ મન તો જડ છે, આપણે કળાથી કામ લઈએ એટલે ઠેકાણે આવી જાય. જડ છે એટલે લોકોને ગાંઠતું નથી ને !
પ્રશ્નકર્તા : ફરી આવો તાલ ખાય એમ નથી.
દાદાશ્રી : અને સરળ રીતે, ઓછી મહેનતે અને આનંદપૂર્વક પાછું. પેલાં તો કઠોર તપ કરવાનાં. એ સહન જ ના થાય. જોતાં જ ચીતરી ચઢે.
પ્રશ્નકર્તા : આપે એકવાર કહેલું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાં વ્યક્તિઓ જેવાં છે. એમને સમજાવીએ તો સમજી જાય એવાં છે પાછાં.
દાદાશ્રી : હા, જડ છે. જડ એટલે આમ ના ગાંઠે. કારણ કે સૂડી વચ્ચે સોપારી આવી એટલે સોપારીને કપાયે જ છૂટકો. પણ તે વખતે કપાય. પણ હવે સૂડીની વચ્ચે સોપારી આવે જ નહીં એવું કાર્ય કર્યા કરીએ.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને તેય આપણું જ્ઞાન છે. આપણે તો વાંધો જ નહીં. જ્ઞાન તો મનને જુએ છે. મન શું કરે છે, શું નહીં એવું જોઈ શકે એમ છે. અને આ મનની ઉપાધિ તો બહાર છે. એને ગોળીઓ ખવડાવવી પડે. છતાંય કોઈ વખત આપણે ખવડાવવી પડે તો ખવડાવી દેવી. એટલે કહીએને આપણે ગોળીઓ ખવડાવીને કામ લઈ લેજો. એક જ બાબત ભાવતી નથી એવું એને છે નહીં, એને તો બધી જ બાબત ભાવે. જેમાં ટેસ્ટ પડે તેમાં !
અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું, એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી. મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે. પરિચય મનનો છૂટો થયો, ‘આપણે છૂટા રહ્યા એટલે
દાદાશ્રી : ના, એ તો પાછી મારીએ બ્રેક ! જરા અત્યારની ઘડી ગઈ એટલે એની પાછળ સંચો લઈને ફરી વળીએ. અત્યારે ટાઈમ કાઢી નાખો. પોલીસવાળો વાંકો મળે તો સહેજ ‘સાહેબ', સલામી કરીને પણ એકવાર છટકી જઈએ. પછી જોઈ લેવાશે. પણ અત્યારે વઢીએ એ ચાલે નહીં. અત્યારે આપણે હાથમાં આવી ગયા, પકડાઈ ગયા.