________________
૪૨૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૪૨૫
કંતાઈ જાય. એટલે ખોરાકમાં આપણે થોડું આપવામાં વાંધો નહીં.
તે પડ્યું બીજ યોનિમાં.... મનનું સાંભળે એટલે તરત ચિંતા-ઉપાધિ શરૂ થઈ જાય. મન એ જોય છે, એના આપણે જ્ઞાતા છીએ. મનમાં ખરાબ વિચાર આવ્યા હોય તોય જાણવાના, સારા વિચાર આવે તોય જાણવાના. મનનું સાંભળો ખરા ?
પ્રશ્નકર્તા : સાંભળીએ ખરા જ ને !
દાદાશ્રી : જૂની ઓળખાણ પહેલાની બહુ ! એકદમ ઓળખાણ છોડી દેવાય નહીં ને ? આપણને શરમ આવે ને ? મિત્રાચારી રાખેલી ?
જેને મન શેય થઈ ગયું એ જ્ઞાની પુરુષ કહેવાય. પ્રશ્નકર્તા : મનને શેય જાણવાની પ્રક્રિયા... દાદાશ્રી : એ જ જ્ઞાનીની નિશાની. પ્રશ્નકર્તા: એમાં જ્ઞાનીઓની કેવી રીતે જાગૃતિ હોય છે ?
દાદાશ્રી : કેવી રીતે શાની ? એ તો પોતે થયો શુદ્ધાત્મા, ત્યાંથી એ શેય થઈ જ જાય છે.
પ્રશ્નકર્તા : મહાત્માઓને જેને જ્ઞાન આપ્યું છે એ મનની વાત હજુ સાંભળે છે ?
દાદાશ્રી : એ જાણતો નથી અને જાણતો હોય તો હજુ પેલી પહેલાંની પ્રેક્ટિસ (મહાવરો) જતી નથી. પહેલાંની આદત છે તે એકદમ છૂટે નહીં ને !
પ્રશ્નકર્તા : એટલે શું જાણતો નથી ? દાદાશ્રી : આપણે કહીએ કે, ‘ભઈ, મન છે તો જોય છે. હવે
તમે જ્ઞાતા છો. એમાં ચોક્કસ રહેજો.’ એવું ઘણી વખત જાણતો હોય તે પછી મન સાથે વ્યવહાર કાયમનો જ રાખે છે. પછી એને કહીએ ત્યારે વળી થોડુંઘણું છોડી દે. પણ આ જે પહેલાંની ટેવ છે એ છૂટે નહીં ને ! આપણને ડૉક્ટરે કહ્યું કે જમણા હાથે ખાશો નહિ, તોય જમણો હાથ પેસી જાય. હેબીટ્યુએટેડ (ટેવ) થઈ ગયેલું છે. એટલે આપણે જાગૃતિ રાખવી પડે.
પ્રશ્નકર્તા : હવે દાદા, અંદર આમ બ્રહ્મચર્ય માટે નિશ્ચય એવો થઈ જ ગયો છે. - દાદાશ્રી : નિશ્ચય તારો થઈ જ ગયો છે. મોઢા ઉપર નૂર આવ્યું ને !
પ્રશ્નકર્તા : આપણે જ્ઞાનમાં થોડી કચાશ રહે ને તો વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું તો એકદમ પરફેક્ટ (ચોક્કસ) કરી લેવું છે. એટલે કમ્પલીટ (સંપૂર્ણ) નિર્મૂળ જ કરી નાખવું છે. પછી આવતા અવતારની જવાબદારી નહીં.
દાદાશ્રી : બસ, બસ. પ્રશ્નકર્તા : અત્યારે દાદા મળ્યા છે તો પૂરું જ કરી નાખવાનું.
દાદાશ્રી : પૂરું જ કરી નાખવાનું. એ નિશ્ચય ડગે નહીં એટલું રાખવાનું. વિષયનો સંયોગ ના થવો જોઈએ. બીજું બધું તમારે હશે તો લેટ ગો કરીશું (ચલાવી લઈશું). બીજી બધી ભૂલો, પાંચ-સાત-દસ જાતની થાય, એની બધી જાતની દવાઓ બતાવી દઈશું. એની દવા હોય છે, મારી પાસે બધી જાતની દવાઓ છે પણ આની દવા નથી. નવ હજાર માઈલ આવ્યો અને ત્યાંથી ના જડ્યું તે પાછો ફર્યો. હવે નવ હજાર પાંચસો માઈલ ઉપર ‘પેલું’ હતું. એ પાછા ફરવાની મહેનત કરી, તેનાં કરતાં આગળ હેંડ ને મૂઆ ! જો ને, આને નિશ્ચય થયો નથી, કેવી મુશ્કેલી છે ?
પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે.