________________
૪૨૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
રાખવાવાળા આવ્યા !' એટલે બધું ખોટું.
પ્રશ્નકર્તા: કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ? દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએક્શનમાં ‘નથી રાખવા જેવું’ થયું ને ?
દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી. કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુદ્ધિની બહાર જાય ત્યારે કરુણા કહેવાય.
મત-મીંયા દંડ્યા મસ્જિદમાં... જગત આખું મનનું ચલાવ્યું ચાલે છે. મન આમ કહે તો આમ. તેં મનથી છેટે રહેવાનો પ્રયત્ન કર્યો ? કોણે આ ઉશ્કેર્યો છે ? મને જ.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વૃત્તિઓને ઉપયોગમાં રાખવી જોઈએ. અત્યારે તો બીજે બધે જ જાય છે. - દાદાશ્રી : જાય તેનો કશો વાંધો નહિ, પણ આ મન જે દેખાડે તેનું ના માનવું એનું નામ ઉપયોગ. અને મનનું માન્યું એ ઉપયોગમાં ચૂક્યો. તમને શીખવાડ્યું હતું તોય પાછું ત્યાંનું ત્યાં જ જતું રહે છે. તે ઉપાધિ ન હતી તે ઉપાધિ શરૂ થઈ ગઈ પાછી, મનના કહ્યા પ્રમાણે ચાલ્યા તે.
અમારી હાજરીમાં મન સ્થિર થઈ જાય.
મનના કહ્યા પ્રમાણે ચાલ્યા, મીંયા ગયા મસ્જિદમાં, તે નાહ્યાધોયા વગર. તે મૌલવીએ પાછા કાઢ્યા ! ત્યારે શું કરે ?
જાગૃતિ, મત સામે... આ ગભરામણ અને સફોકેશન (ગૂંગળામણ) થયું, તે શાથી થયું? મનની વાત સાંભળી તેથી. જે શેય હતું તેની વાત સાંભળી.
મન કા ચલતા તન ચલે....
૪૨૩ મનની વાત તો સંભળાય જ નહીં, બહુ જોખમ. મનની જ વાત સાંભળ સાંભળ કરે એટલે ગૂંચાઈ જાય ને પછી.
તમને એવી ખબર પડે કે આ બગડ્યું ?
પ્રશ્નકર્તા: મનનું સાંભળવાનું બને એ ખબર પડી જાય. પછી એનું જોશ ના ચાલે.
દાદાશ્રી : ખબર પડી જાય એ લેવલ (દશા) કહેવાય. લપસ્યો તોય ના આવે તેને શું કરે ?
મનનું સાંભળે કે તન્મયાકાર થઈ જાય. પહેલાં તન્મયાકાર જ થતો હતો. એ હજુ ટેવ જાય નહીં ને ! પહેલાં તન્મયાકાર થઈને જ કરતો હતો. બીજું કંઈ અવલંબન હતું જ નહીં ને ! જ્ઞાનરૂપી અવલંબન નહીં ને ! આ તો અવલંબન થયું અને કહ્યું કે ભઈ, એ એનું કંઈ સાંભળીશ નહિ, એ તો શેય છે.
પ્રશ્નકર્તા : એ મન જોડે તન્મયાકાર ન થવા માટે વાતચીતનો પ્રયોગ બહુ હેલ્પ કરે છે.
દાદાશ્રી : પણ એ તો બહુ જાગૃતિ હોય ત્યારે એવું થાય ને ! જગત બેભાનમાં છે. કશું ભાન-બાન, રામ તારી માયા. થોડી જાગૃતિ ખરી પણ ભાન નહીં. એટલે માર ખાયા કરે. આ તો પૌગલિક લાલચ ના હોય તો છૂટો રહે.
પ્રશ્નકર્તા : આપે જાગૃતિ ને લાલચ, એ બે વસ્તુ કહી ને ? દાદાશ્રી : લાલચ એટલે મન. મન એ લાલચુ જ છે.
પ્રશ્નકર્તા : એક વખતે આપે એવું કહ્યું કે ખાવામાં મનને ગમે એવું લેવું. ના ગમે એવું ના લેવું.
દાદાશ્રી : એનો અર્થ શું છે કે શરીર સારું રાખવું હોય તો મનને ગમે એવા ખોરાક લેવા જોઈએ. પણ જોડે જોડે એક્સેસ (વધુ પડતું) ના હોવું જોઈએ. મનને ના ગમતું આપીએ તો શું થાય ? દેહ