________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા ઃ આને તમે આજે હાર આપ્યો, એની કઈ મનની સ્થિતિ તમે વાંચી ?
૪૨૦
દાદાશ્રી : એ લગભગ કેટલાય દહાડાથી મનની સ્થિતિ ભેગી
કરીને પછી કર્યું.
ત અવળું કદી મત જ્ઞાતીનું !
અમારું મન એના તરફ કોઈ દહાડો બગડતું નથી. એનું મન કો'ક કો'ક દહાડો બગડે. કારણ કે તમે મનના કહ્યા પ્રમાણે ચાલવાના કે નહિ ચાલવાના ? અને હું તો મનના કહ્યા પ્રમાણે ના ચાલું. મારું મન કહે કે, ‘આ ખરાબ થઈ ગયો છે.' જો કે મારું મન તો બહુ સુંદર હોય. મારું મન તો અક્ષરેય અવળું નથી બોલતું.
પ્રશ્નકર્તા : ધારો કે બોલે તો ?
દાદાશ્રી : બોલે તો હું ગાંઠું નહીં. હું તો જરાય સાંભળું જ નહીં
ને !
પ્રશ્નકર્તા : કઈ રીતે તમે ના સાંભળો ?
દાદાશ્રી : બિલકુલેય સાંભળું નહિ ને ! તમે અવળું કાર્ય કરતા હો ને મારું મન અવળું બોલે તોય પણ ના સાંભળું. હા, મોઢે કહી દઉં તમને કે આવું તમે કરી રહ્યા છો. ના કહે તો તમે સુધરો નહીં. ઊંધું ચાલ્યા કરો ને !
આપ્તપુત્રોની પાત્રતા !
પ્રશ્નકર્તા : આપની દૃષ્ટિમાં કેવું હોય ? આ લોકો (આપ્તપુત્રો) કેવા તૈયાર થવા જોઈએ ?
દાદાશ્રી : સેફસાઈડ ! બીજું જ્ઞાન ના હોય તેનો વાંધો નહિ. બીજા લોકોને ઉપદેશ આપવાનો, એવું તેવું ના હોય તેને વાંધો નહીં. સેફસાઈડ, એમના જે સિદ્ધાંતને સેફસાઈડ રીતે રહી શકે.
મન કા ચલતા તન ચલે...
૪૨૧
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો સિદ્ધાંત ?
દાદાશ્રી : બ્રહ્મચર્યનો એકલો નહિ, બધી રીતનો સિદ્ધાંત, કષાય કોઈની જોડે ના થાય. કોઈની જોડે કષાય કરવો એ ગુનો છે. જ્ઞાન મળ્યા પછી કપાય કરવો એ શોભે જ નહિ ને ! બ્રહ્મચર્ય. અને બીજું કષાયનો અભાવ.
પ્રશ્નકર્તા : સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ?
દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદા માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે બુદ્ધિના આધીન છે. એટલે જુદા માને ને ? આપણે બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા !
પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ?
દાદાશ્રી : એ સારું ઊલટું. એ તો એને બુદ્ધિ છે એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?
પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ? દાદાશ્રી : પણ એ કરે છે એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવા.
પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, આના પર તો કરુણા રાખવા જેવીય નથી', એવું થાય.
દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય તો બહુ ડાઉન લઈ જાય આપણને ! આવું ના બોલાય.
પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી એ ડબલ અહંકાર કહેવાય.
દાદાશ્રી : અહંકારનો સવાલ નથી, ‘કરુણા રાખવા જેવી નથી’ એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઊલટાં પાછા કહે, “ઓહોહો ! મોટા કરુણા