________________
૪૧૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૧૯
એ પરવશતાથી કરે છે, એમાં એનો શો દોષ બિચારાનો ?” એવું આપણે કહીએ, ત્યારે કહે, ‘તેવું ના ચાલે એ.
પ્રશ્નકર્તા : તો ત્યાં પછી એને બીજું શું સમજાવવું ?
દાદાશ્રી : ના સમજે. તમને આ બારાં ખુલશે ને, એટલે તમને પોતાને જડશે આ હકીકતો. ખુલ્લી વાત કરો ને ! આ બધી તમને વાતો કરું છું, તેમાં તમે ઊંડા ઊતરો એટલે તમને પોતાને સમજાશે, રસ્તા જડશે બધા. એટલા માટે આ કોઝીઝ બતાવું છું. તે કોઝીઝમાં પડ્યા કરો એટલે કાર્ય ઊભું થઈ જશે.
ન પડે કોઈને અમારાથી અવળી અસર !
અમે આખા બજાર વચ્ચે ભગવાન તરીકે ફર્યા, કોઈ જાતની હરકત સિવાય ! મહીં કેટલાકે જે જે કર્યા હશે, કેટલાકે મોટું બગાડ્યું હશે, કેટલાકે આંખો કાઢી હશે !
પ્રશ્નકર્તા : એ બધાં પ્રતિક્રમણ પહેલાં કરી નાખ્યા હોય ?
દાદાશ્રી : ના, અમને અસર જ ના થાય. એની તો અસર અમને થાય જ નહીં. અમારી અસર એને ના પડવી જોઈએ, તેવું અમારે કરવું પડે. તે અમારી બહુ એવી ખાસ અસર પડેલી ના હોય. એની અસર પાડતો હોય, જો આંખો કાઢતો હોય તો અમે હસીએ ઊલટાં એના સામું !
પ્રશ્નકર્તા: ‘આપણી અસર એને ના પડે’ એ જરા સમજાવો ને ?
દાદાશ્રી : એવું દેખાય ત્યારે તો અસર પડે ને બધાંને ! સામાને દુઃખ થાય. અમે અમથા વઢીએ ખરા, ‘તું અક્કલ વગરનો છે, મૂરખ છે” એ બધું કહીએ પણ તે સુપરફલુઅસ (ઉપલક) બધું. મારીએ તોય સુપરફલુઅસ.
પ્રશ્નકર્તા ઃ આ સુપરફલુઅસની અસર પેલાને થાય ને પણ ? દાદાશ્રી : ના, કશું નહીં.
એડજસ્ટ સ્વ-પર મત ! પ્રશ્નકર્તા : ગઈકાલે આપે આખી રાત પ્રતિક્રમણ કર્યું. એની પાછળ કયો પ્રિન્સીપલ (સિદ્ધાંત) કામ કરે છે ?
દાદાશ્રી : અભેદતાનો. આ પચ્ચીસો જોડે અભેદ હતું. પચ્ચીસો નહિ, આખા શહેર જોડે અભેદ હતું. છતાં કોઈ આંખોય કાઢી ગયા, કોઈ દર્શનેય કરી જાય. પ્રેમ તે જોયો બધે ! કષ્ણ ભગવાનના વખતમાં ન હતો આવો પ્રેમ ! ગોપીઓમાં નહોતો ઊભરાયો ! ખુલ્લો આત્મા ચાલ્યો બેઠો, બેઠો, બેઠો ! ખુલ્લો આત્મા, દેહ વગરનો આત્મા ચાલ્યો, બજાર વચ્ચે !! ને જો આનંદમાં, આનંદમાં, આનંદમાં હતું લોક !
તેમાંય પાછો પક્ષપાત તો ખરો જ, બળ્યો ! નીરુબેન આવ્યાં, અહીં બેસો. ત્યાં આ ભાઈને બેસાડીએ, આ ભાઈને આમ બેસાડીએ. પાછાં અમુક અમુક મોટાં માણસને જરા મોટા મોટા હાર આપીએ. આ મોટા માણસ તે એમનેય આપવો પડ્યો એ હાર !
પ્રશ્નકર્તા : એટલે મન પાછું બધું એવું બતાડે ? દાદાશ્રી : હા, એના મન જોડે એડજસ્ટ કરીને કામ લઈએ. પ્રશ્નકર્તા : અને આપનું મન ?
દાદાશ્રી : અમારું મન તો ઊભું થાય કે આને હાર આપવો છે. પછી એના મન જોડે એડજસ્ટ (ગોઠવણી) કરીને પછી એને પહેરાવીએ. અમે જાણીએ કે એના મનમાં આ સ્થિતિ ઊભી થઈ છે, તેની જોડે એડજસ્ટ કરીએ એટલે પેલો ખુશ, ખુશ થઈ જાય. આવડો મોટો હાર હતો તે કોઈને ન હતો પહેરાવ્યો. પેલા ભાઈ ખેંચે ને હું દાબી રાખું. પછી આ ભાઈ આવ્યા એટલે તરત કાઢ્યો મેં ! મારે પહેરાવવો હતો આ ભાઈને, કે ભલા આદમીને. આવા લોકોને બેસવાની જગ્યા ન હતી, એ વ્યવસ્થાની ભૂલ તો થોડી આપણે જોવી પડે ને કંઈ ? ના જોવું પડે ?