________________
મન કા ચલતા તન ચલે...
૪૧૩
૪૧૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આ ભૂલ થઈ મારી.” એ બે વચ્ચે થઈ જાય છે ને ? એ બે કોણ ?
દાદાશ્રી : એમાં એક બાજુ મન કરે છે અને એક બાજુ પ્રજ્ઞા કરે છે.
પ્રશ્નકર્તા : આ બે જ છે ? વચ્ચે અહંકાર કશું નથી ?
દાદાશ્રી : બે જ છે. અહંકારનું ચલણ જ નથી. અહંકાર તો ‘ગૉન’ (ગયો). એ અહંકાર તો પછી મડદાલ રહ્યો એટલે આપણો જેનો સિદ્ધાંત હોય તેમાં એ કામ કર્યા કરે. આપણે જે સિદ્ધાંત નક્કી કરીએ તે પ્રમાણે એ કામ કર્યા કરે. અહંકારને કશું લેવાદેવા નહીં. એ ડિસ્ચાર્જ ને !
પ્રશ્નકર્તા: એક બાજુ મન છે ને એક બાજુ પ્રજ્ઞા છે, તો મનનું ચલણ કયા આધારે થઈ જાય છે ?
દાદાશ્રી : અજાગૃતિને લીધે. અજાગૃતિ ને લાલચ. લાલચ તો આપણે કંઈ રહી ગયું હોય ને, કે આ ફલાણું શાક ભાવતું હોય એટલે આપણે મનનું કહ્યું એક્સેપ્ટ કરીએ.
પ્રશ્નકર્તા : એ આપણે એટલે કોણ મહીં કરે છે ?
દાદાશ્રી : એ તો મૂળ અહંકાર, બીજું કોણ ? આ હું ઘણી વખત કહું છું ને, જુઓ ને ! આ સરસ નાસ્તો છે, તોય મઠિયાં ખાય છે. હું કહુંય ખરો કે ખાવ. પણ એ ‘પાંચ ખાવાનું કહે ત્યારે બે ખાવા દઉં”.
પ્રશ્નકર્તા : એટલે મન બતાડે કે પાંચ ખાવા છે ત્યારે ?
દાદાશ્રી : એટલે હું ખવડાવું ખરો, ‘સારું કરીને ખાવ’ કહું. એ જુએ છે ને, ગરમ નાસ્તો હોય તોય. સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ, ટાઢો ના લેશો. ને છતાંય બે મઠિયાં ખવડાવવા. એ કહે, ‘પાંચેક મઠિયાં ખાઈએ.' ત્યારે અમે કહીએ, ‘ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.” એ હઉ કહું એટલું. આમ તો હું બે મઠિયાં રોજ ખાઈ જઉં છું.
પ્રશ્નકર્તા : એટલે પાર્શયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું, ત્યારે એનું સમાધાન થયું ને ?
દાદાશ્રી : ના, એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે. સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે.
તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ?
પ્રશ્નકર્તા : મનથી જ કરેલો.
દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહિ તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. ના પહોંચી શકે માણસ. જ્ઞાન છે એટલે તમે પહોંચી શકો. નિશ્ચયો, જ્ઞાન અને મતતા ! ફેર, બન્ને નિશ્ચયમાં !
પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાન કરીને થયેલો નિશ્ચય એનું ડિમાર્કશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ?
દાદાશ્રી : જ્ઞાન કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું એ તો બધી સમજણ હોય જ. એને પૂછવો ના જવું પડે કે મારે શું કરવું ! જ્ઞાન કરીને નિશ્ચય તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ! એટલે તમારે જાણવું જોઈએ કે કો'ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે. જે મને આ ટ્રેનમાં બેસાડ્યા તે જ ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે.
પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય એ જ્ઞાન કરીને થઈ જવા માટે શું કરવું ?
દાદાશ્રી : હવે જ્ઞાન કરીને તમારે એને ફીટ કરી દેવાનું.