________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ના હોવું જોઈએ. એક ફક્ત પેલું આવે ત્યારે વિચારીને કામ લેવું કે, ‘ભઈ, આ અમારો સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં વચ્ચે આવવું નહિ તારે !’ જેમ આપણી સ્ત્રીને કહીએ છીએ કે ‘મારા ધંધામાં તારે હાથ ઘાલવો નહીં અને અમે તમારામાં ડખલ નહીં કરીએ.' એવું નક્કી કરીએ એટલે પછી એ ના ઘાલે.
૪૧૦
પ્રશ્નકર્તા : એનું પાછું શું હોય છે ?
દાદાશ્રી : એ તો દરેકને હક છે ને ! સમજાય છે તમને ? અત્યારે તો તમારું મન તમને, પૈણવા જેવું છે નહિ, પૈણવામાં બહુ દુઃખ છે એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. ‘મને’ તમને સિદ્ધાંત બતાવ્યો કે આમ કરો’.
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ?
દાદાશ્રી : એનો ટાઈમ આવશે ત્યારે પછી છ-છ મહિના, બારબાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે.
પ્રશ્નકર્તા : એ પણ મન જ ?
દાદાશ્રી : હા, સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધાં ભેગાં થાય ત્યારે. હું આ બધાંને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો ? મન મારી નાખશે.
તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો તેય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. ‘મને’ એમ કહ્યું કે, આમાં શું મજા છે ? આ લોકો પરણીને દુઃખી છે. આમ છે, તેમ છે.’ એમ ‘મને’ જે દલીલ કરી એ દલીલ તમે એક્સેપ્ટ કરી, તમે સ્વીકાર કર્યો.
પ્રશ્નકર્તા ઃ તો શાને કરીને આ સિદ્ધાંત પકડાયો નથી હજુ ?
મન કા ચલતા તેને ચલે...
દાદાશ્રી : જ્ઞાને કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહિ. મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચકચ કરીએ તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું, તો તું પછી ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર તું તો ?
૪૧૧
પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે.
દાદાશ્રી : હા, સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું ? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે ‘આ ઘરમાં ઝઘડા છે તે પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા હોઈએ તો સારું.'
પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ?
દાદાશ્રી : બન્ને તત્વ હોય. એ વિરોધાભાસી હોય. મન હંમેશાં વિરોધાભાસી હોય. મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને તત્વ દેખાડે. માટે આ ચેતવાનું કહું છું.
પ્રશ્નકર્તા ઃ મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગનું પણ બતાડે એવું ખરું ?
દાદાશ્રી : હા, ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે. પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ?
દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછોય હોય. એનો કાંઈ નિયમ નથી.
તથી અહંકાર, મત તે પ્રજ્ઞા વચ્ચે ! પ્રશ્નકર્તા ઃ જેને અસર થઈ જાય છે, ‘મારે આમ નથી કરવું,