________________
૪૦૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે.
૪૦૯
ત મતાય, વ્યવહાર કે નિશ્ચયમાં ! પ્રશ્નકર્તા : વ્યવહારિક કામ માટે મન બતાડ બતાડ કરતું હોય તો મનનું માનવાનું ?
દાદાશ્રી : મનનું કોઈ પણ સંજોગોમાં માનવું નહીં, વ્યવહાર હો કે નિશ્ચય હો. અમને ખાવાનું આ વધારે મૂક્યું તો અમે પેલું કાઢી નાખીએ. પેલું મૂકે તો બીજું કાઢી નાખીએ. - પ્રશ્નકર્તા : આ મનનું બતાવેલું છે અથવા મનનું મનાઈ રહ્યું છે એ પોતાને ખબર પડે ?
દાદાશ્રી : કો'કનું કહેલું ના ખબર પડે કે આ કો'ક મારા કાનમાં કહી રહ્યું છે ? એવું ના ખબર પડે ? આ વહુ કહી રહી છે કે ‘તમારા બાનો સ્વભાવ તો ખરાબ છે.' એવું આપણે બોલીએ કે વહુ બોલે ? પારકું બોલેલું ખબર ના પડે આપણને ?
પ્રશ્નકર્તા : હવે પોતાનું બોલેલું શું હોય તો ?
દાદાશ્રી : પોતાનું બોલેલું પોતાના હિતની જ વાત હોય, પોતાની આબરૂ જાય એવી ના હોય એ વાત. વહુ તો એવું જ કહે ને, ‘તમારા બાનો સ્વભાવ ખરાબ છે !” આપણે એવું બોલીએ ? ત્યાંથી ના સમજીએ કે આ વહુ બોલી ? તું ના ઓળખી જાઉં ?
પ્રશ્નકર્તા : દાખલો બહુ સહેલો છે. પણ પોતાને મહીં ગૂંચાય ત્યારે પેલું જજમેન્ટ (નિર્ણય) આવવું જોઈએ ને ?
દાદાશ્રી : તે ના આવે, બળ્યું ? આપણા સિદ્ધાંતની વિરુદ્ધ આ કોણ બોલ્યું એ ના ખબર પડે ? “આ મૂઓ કોણ છે ?” એવું કહીએ તે પેલો ખસી જાય, આમ થોડીવાર ભડકાવીએ તો. ‘અલ્યા, કોણ આવ્યો ? કંઈથી આવ્યો છે ? અબે સાલે હીજડે' કહીએ તે ભાગી જાય. આ તો બોલવામાં આટલો ફાયદો થાય.
પ્રશ્નકર્તા: આ ફક્ત બોલે ને, જ્યારે મનની સાથે વાત કરવાનું
શરૂ કરે ને ત્યાં જ એનો ફોર્સ ખલાસ થઈ જાય છે.
દાદાશ્રી : હા, તો જ એનો ફોર્સ ખલાસ થઈ જાય, એનો જો સહેજે પ્રતિકાર કરવા માંડ્યો તો. એની વિરુદ્ધ નહીં થવું જોઈએ. એમને દબાવવાની વાત નહિ કરવી. એ તો સ્પ્રીંગ છે. દબાય દબાય કરીએ એનો અર્થ જ નહિ ને ! એને તો કહેવાનું કે, ‘ભાઈ, અમારો સિદ્ધાંત આ છે ને તું આ જે કહું છું એ અમારે એક્સેપ્ટ નથી.”
પ્રશ્નકર્તા : એટલે સમજાવીને સોલ્યુશન લાવવું પડે.
દાદાશ્રી : હા, આપણે પરાણે દબાવીએ એટલે એ તો સ્પ્રીંગ છે, ઊછળે પાછી.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ખબર પડે કે આપણે પ્રતિકાર કરીને દબાવી રહ્યા છીએ કે સમાધાન કરાવી રહ્યા છીએ ?
દાદાશ્રી : એવું પ્રતિકાર ના કરાય. પ્રતિકાર કરવું એટલે દબાવી દીધું. એ તો એને અમથા અમથા જોર મારીએ કે “કૌન હૈ અભી સાલા ?” પણ એનો અર્થ એવો નહિ. પછી એને કહેવું કે “જો, આવું થાય ? આપણે તું તો ઘરનો રહીને આવું થાય ?” આમતેમ કરીને, સમજાવીને પછી કામ લેવું પડે. નહિ તો સ્પ્રીંગ કુદે પછી ! આ અમે વિચાર્યા વગર બધો સિદ્ધાંત મૂકીએ છીએ ?
પ્રશ્નકર્તા : ના, દાદા, અનુભવના છે આ તો.
દાદાશ્રી : આ એક અવતારનો અનુભવ નથી. આ તો કેટલાય અવતારનો સિદ્ધાંત ભેગો થયેલો છે. માટે એને સિદ્ધાંતપૂર્વક સમજો.
વળગી રહેવું બ્રહ્મચર્યતા સિદ્ધાંતને ! મન આઈસ્ક્રીમ માગ માગ કરતું હોય તો તે આઈસ્ક્રીમ માગે, તે એના બ્રહ્મચર્યના સિદ્ધાંતને એટલું બધું નુકસાન કરતું નથી. તે એને થોડોક આઈસ્ક્રીમ આપવો, વધારે નહીં. એને ડિસ્કરેજ ના કરો. બે ગોળીઓ પણ ખવડાવી દેવી. અને ‘નહીં, જાવ.” એવું દબાવવાનું, એ