________________
૪૦૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે.
૪૦૭
તારે અમારા કાયદાની બહાર સહેજ પણ જુદું ચાલવાનું નહીં. બીજું બધું અમે તારું કહેલું માનીશું. (બ્રહ્મચર્ય પાળવા માટે) નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહિ તો પછી એ લપટું પડી જાય.
પ્રશ્નકર્તા : બીજા સિદ્ધાંત આપણાં કયા ? દાદાશ્રી : બ્રહ્મચર્યનો સિદ્ધાંત પાળવો કે નથી પાળવો ?
પ્રશ્નકર્તા : હા, એ મોટી વસ્તુ છે. પછી બીજા કયા સિદ્ધાંત આપણા ?
દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, વધારે ખાવ ને, થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ. એવું નથી કહ્યું તમને ?
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (અંગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે. અને જ્ઞાન કરીને જોવા જાય તો આખું જ ઑન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રીઝલ્ટસ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય, ત્યાં મન બતાડે તો શું કરવું ?
દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું છે એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડુંઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ, અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એના કરતા પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય ‘નહીં માનું એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું. જો તમારે સિદ્ધાંત પાળવો હોય તો. નહીં તો પછી કહી દેવું કે પૈણી જઈશું.
પ્રશ્નકર્તા: મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે એના સ્ટાર્ટીગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ?
દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે. મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ અને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે.
પ્રશ્નકર્તા : પછી તો પોતાનું ચલણ ના રહે ને, દાદા ? મનનું સાંભળવા માંડ્યું ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ?
દાદાશ્રી : મનનું સંભળાય જ નહિ. પોતે આત્મા ચેતન, મન છે તે નિશ્ચેતન ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે.
એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ “ચાલ, હેંડ ત્યારે’ કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ?
પ્રશ્નકર્તા : હા, બનેલું.
દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ કહે કહે કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે ‘તમે સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા ‘તમે.’ મન કા ચલતા તન ચલે જ હતું ને !
પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે.
દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે.