________________
મન કા ચલતા તન ચલે..
૪૦૫
૪૦૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ત્યારે સાસુ-વહુ જેવું નીકળશે. ‘આવી જાવ,’ કહેશે. ચેતતા રહેવું. હું તમને ડિસ્કરેજ (ઉત્સાહ ભંગ) કરવા નથી કહેતો. મનની સામા થાવ હરેક રીતે. મન જે બાજુ ચાલે તે બાજુ શરીર જાય, તો ખલાસ થઈ જાય માણસ. અને જગત આખું એવી રીતે ખલાસ થઈ ગયેલું છે.
ચાલવું, સિદ્ધાંત પ્રમાણે.. આ જ્ઞાન છે તોય તું મનના કહ્યા પ્રમાણે નથી ચાલતો ? ચાલે જ છેને ! બાકી, આ જ્ઞાન એવું છે કે પોતાના અભિપ્રાયની બહાર મનને ના ચાલવા દે. પોતાના સિદ્ધાંતને અનુસરવું હોય તો એક્સર (સ્વીકાર) કર. અને તમે તો તમારા સિદ્ધાંતની બહારેય ચાલો છો.
પ્રશ્નકર્તા ઃ તો મનની સામે થવાનું ? દાદાશ્રી : ના, સામે નહિ થવાનું. સામો થાય તો મારી નાખશે.
પ્રશ્નકર્તા : એટલે એના ચલાવ્યા નહિ ચાલવાનું. એની સામે ચેતવાનું કઈ રીતે ?
દાદાશ્રી : ના, ના, ચેતવાનું નહીં. એ જ્ઞાન હાજર હોય કે આ સિદ્ધાંત પ્રમાણે જ કરવાનું. નહિ તો તારે ના કરવું હોય તો અમારે લેવાદેવા નહીં.
છે” એટલે માનવું ? એવું આ મનનું સાંભળીએ એટલે કે આપણે કાચા કાનના થઈએ તેવું છે. મનમાં ને સ્ત્રીનું સાંભળીએ એમાં ફેર નથી. કોઈ સ્ત્રી કહે તો આપણે એના કહ્યા પ્રમાણે ચાલવું ? અત્યારે તો મન મહીં રૂપાળું નીકળ્યું છે તે ચાલે છે. તે આ જ્ઞાન છે તો તમે પકડી શકો. નહિ તો માણસનું ગજું નહિ. મને તો ઘણાંને ફેંકી દીધેલાં. કેટલાય ફેંકાઈ ગયેલાં. પણ આ જ્ઞાન છે એટલે તમે સેફસાઈડ કરી શકો. એટલા માટે તમને ચેતવીએ. આ ભલો આદમી તો હજુ મનના કહ્યા પ્રમાણે જ ચાલે છે. આખું કોળું શાકમાં જતું રહે.
પ્રશ્નકર્તા : તો જ્ઞાન ક્યાં ગયું ? જ્ઞાનનું પરિણામ ક્યાં ગયું ? દાદાશ્રી : હજુ કચાશ એવી. પ્રશ્નકર્તા: આમાં આપણે સિદ્ધાંત ક્યો કહેવો ?
દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે એટલે પછી મનનું સાંભળવું જોઈએ ?
પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું.
દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહિ મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સ્ટેજ પણ કશું કરવાનું નહિ. બીજું બધું અમે તારું કહેલું માનીશું.
પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ?
દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે નાનામાં નાની બાબત માટે સ્ટ્રોંગ રહેજો. હેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે. એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં
આપણા અભિપ્રાય પ્રમાણે ચાલવાનું. એ અભિપ્રાયમાં મન એડજસ્ટ થતું હોય તો એવું મનનું ચલાવી લેવાનું. ઘણું ખરું અમુક બાબતમાં એડજસ્ટ થાય.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવાનું ?
દાદાશ્રી : એ પછી એવું કરવાનું નહિ ને ! માનવાનું જ નહિ ને ! સાંભળવાનું જ નહિ ને !
પ્રશ્નકર્તા : એટલે કઈ રીતે માનવાનું નહિ ? દાદાશ્રી : એ તો આપણી બૈરી કહે કે ‘તમારા ફાધર નાલાયક