________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
આને ખબર નથી પડતી કે અહીં બીજી સીટ (બેઠક) પર જતો રહેતો'તો. હજુ મહીં નબળાઈ બહુ ભારે છે. એટલે પેલી સીટ છૂટતી નથી.
૪૦૨
પ્રશ્નકર્તા : હવે આ શુદ્ધાત્માની સીટ પર રહેવાય છે.
દાદાશ્રી : કાયમ ના રહેવાય પછી. પાછું કંઈક થાય.
પ્રશ્નકર્તા : હા, એ તો સંજોગો ભેગા થાય તો ખલાસ. એવા સંજોગો ભેગા થાય તો ભડકો થઈ જાય.
દાદાશ્રી : હા, થઈ જાય. એટલે બનતા સુધી સંજોગોને ભેગા કરવાની એટલી બધી શક્તિ નથી આવી.
પ્રશ્નકર્તા ઃ સંજોગો ભેગા થાય એવું હોય ત્યારે ખસી જવું જોઈએ ?
દાદાશ્રી : ના ખસવું જોઈએ.
પ્રશ્નકર્તા ઃ તો શું કરવું ?
દાદાશ્રી : આ બે ખુરશીઓ, આ શુદ્ધાત્માની ખુરશી અને આ બીજી. આ કંઈક ઉપાધિ થાય અહીં આગળ એટલે જાણવું કે આ મારી ખુરશી ન્હોય. અહીં તારી કંઈક ભૂલ થઈ ત્યારે પોતાની શુદ્ધાત્માની જગ્યા ઉપર બેસી જવું. સહેજ પણ કંઈક ઉપાધિ જેવું લાગે તો હઠી જવું કે આ મારી હોય. પણ આને તો હજુ એવું થઈ જાય તોય ત્યાં ને ત્યાં પેલી સીટ પર જતો રહે ને ?
પ્રશ્નકર્તા : કંઈક થાય તો જતું રહે.
દાદાશ્રી : ત્યાં જતું રહે. ત્યાં સુધી ભયજનક કહેવાય ને ? પ્રશ્નકર્તા : પણ એ તો એવું છે કે એવું કંઈક ખોટું થાય ત્યારે જતું રહે. એટલે એને ટેકો આપ્યો કહેવાય ?
દાદાશ્રી : એને ટેકો આપતો નથી. એને ટેકો આપવાની ઇચ્છા
મન કા ચલતા તન ચલે...
નથી, પણ એને નબળાઈ જ હતી બધી. એના અહંકારની નબળાઈ જ હતી બધી.
૪૦૩
મહીં રમત વૉલીબોલતી !
તારા મનના કહ્યા પ્રમાણે તું કેટલો ચાલે છે ? (બીજા બ્રહ્મચારી મહાત્મા સાથે વાર્તાલાપ)
પ્રશ્નકર્તા : ઘણો વખત જવું પડે.
દાદાશ્રી : બીજાં શેના આધારે ચાલે તું ?
પ્રશ્નકર્તા : મનની સામે બીજું કોઈ જ્ઞાન ઊભું થાય છે કે, ‘આ ખોટું છે, આમ ના થવું જોઈએ, આમ ના કરવું જોઈએ. તો પછી કોઈ વખત જ્ઞાનનો ફોર્સ જીતી જાય અને ચૂકી ગયા તો મનનો ફોર્સ જીતી જાય.
દાદાશ્રી : એટલે જે પક્ષ જીતે તે લઈ જાય, વૉલીબોલ જેવું ! મનના કહ્યા પ્રમાણે ખાવ છો ?
પ્રશ્નકર્તા : એમાં બ્રેક મારવી પડે.
દાદાશ્રી : બ્રેક મારવાની નહીં. બ્રેક મારી શકાય નહીં.
તારા મનમાંથી બાર મહિના પછી એવું નીકળે રોજ રોજ, મન એવું કહે કે, પૈણ, પૈણ, પૈણ. પૈણવું જોઈએ, પૈણવું જોઈએ !’ એવું નીકળે તો તું શું કરું ?
પ્રશ્નકર્તા : એ તો પ્રત્યેક વિચાર આવે, તેને ઊખેડીને ફેંકી દેવાના છે.
દાદાશ્રી : પણ છ મહિના સુધી તું એટલો બધો પુરુષાર્થ કરે ? જો કદી તમને છ મહિના સુધી કોચ કોચ કરે તો તમારું ગજું નહીં. અને મન તો એવું નીકળે મહીંથી ! અત્યારે તમારા ધાર્યા પ્રમાણે મન નીકળે છે. તમે કહો છો, ના, તો કહે નહીં. જ્યારે એવું નીકળશે ને,