________________
૪૧૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે..
૪૧૫
એટલે પતંગની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તોય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલું કહે, “પૈણ, પૈણ” અને બધા સંજોગો વિપરીત થાય તોય આપણે ખસીએ નહિ. કારણ કે આત્મા જુદો છે બધાથી. બધા સંયોગો વિયોગી સ્વભાવના છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન કરીને નિશ્ચય થયેલો હોય તો તો એનું મન સામું થાય જ નહીં ને આવું ?
દાદાશ્રી : ના, ના થાય. જ્ઞાન કરીને નિશ્ચય થયેલો હોય તો તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય અને આ તો રોડાં ને મહીં કોંકીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ?
જ્ઞાનીતું ડિલીંગ, વ્યવહારમાં.. પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો બીજા જોડે ‘ડિલીંગ’ કરતી વખતે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું ને ?
દાદાશ્રી : આ અમે વ્યવહારમાં નથી રહેતા ? પ્રશ્નકર્તા : એમાં તમને અંદર સિદ્ધાંત હોય ને ?
દાદાશ્રી : પણ અમારો વ્યવહાર કંઈ નાનો છે? મન બતાડે ત્યારે મઠિયાં ખવડાવું છું ને પણ ? અરે, કેટલાક ફેરી ગોળી હઉ ખવડાવું.
પ્રશ્નકર્તા : આ મઠિયાં સાથે વ્યવહાર થયો, પણ આ વ્યક્તિ દીઠ વ્યવહાર હોય તેમાંય મન તો બતાડે ને ?
દાદાશ્રી : વ્યક્તિ દીઠ તો અમે એક જ નક્કી કરી નાખેલું કે એ બોલશે એ ‘વ્યવસ્થિત’ બોલવાનું છે. અમે નક્કી કર્યું હોય કે બધાં જીવ નિર્દોષ છે બિચારાં. આમાં કશું હાથ ઘાલવા જેવું નથી. અને
નિર્દોષ છે એમ ગમ્યું નહિ, એક્કેક્ટ છે, હંડ્રેડ પરસેન્ટ છે. નિર્દોષને દોષિત કહે છે એ ગુનો છે. આ લોકો ગુનો કરી રહ્યા છે. હું ગુનો નથી કરતો એનું ફળ મને મળે છે અને પેલા ગુનો કરે છે તેનુંય ફળ એમને મળે છે.
પ્રશ્નકર્તા : એનું શું ફળ મળે ?
દાદાશ્રી : દોષિત ના હોય એને દોષિત કહે એટલે શું થાય ? એનું મન નિર્બળ થતું જાય.
પ્રશ્નકર્તા : અને નિર્દોષને નિર્દોષ કહ્યો તેમાં શું મળે ?
દાદાશ્રી : એમાં મન મજબૂત થતું જાય. આમ દેખાવમાં એ દોષિત દેખાતો હોય છતાં ખરી રીતે એ નિર્દોષ છે, એવું જ જોઈએ તો મન મજબૂત થઈ જાય.
પ્રશ્નકર્તા : દોષિત દેખાડે છે એ મન ?
દાદાશ્રી : એ અજ્ઞાન મન દોષિત દેખાડે અને જ્ઞાન મન મજબૂત કરે. ખરેખર તો જ્ઞાન મન હોતું જ નથી. એ તો આપણે કહીએ, જ્ઞાન મન.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનપક્ષીય થયું ને મન ?
દાદાશ્રી : એ સિદ્ધાંત પ્રમાણે એક્સેપ્ટ આપણે કરવાનું. એ ગમે એવું બૂમો પાડે તેનું કશું નહીં. આપણા સિદ્ધાંતમાં કોઈ દોષિત છે જ નહીં ને !
આ જન્મજયંતિ પ્રસંગે પચ્ચીસો માણસ આવ્યું હતું, તેમાં કોઈની મારા તરફ દૃષ્ટિ ખરાબ થઈ હશે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તેમ મારી કોઈના તરફ થઈ ?