________________
ખાટાંનો રોગ મનમાં પેઠો હોય તો તે ખાટું ખાવાનું ખોળે.
વિષયનો કે ખાવાનો રોગ કેટલાક સાધુઓને કાઢ્યો હોય, પણ માન, કીર્તિનો રોગ ક્રોનિક થઈ ગયો હોય.
અક્રમ વિજ્ઞાનની અનોખી ડિસ્પેન્સરી (દવાખાનું) થકી જૂના રોગ જાય, નવો રોગ થવા ના દે ને મેળવેલી તંદુરસ્તીનું રક્ષણ કરે.
‘જ્ઞાની પુરુષ’ બધા જ પ્રકારનાં ઑપરેશનો કરે. અરે, વાણી તો જરૂર પડ્યે એવી નીકળે કે વગર જુલાબે (માનસિક) જુલાબ થાય.
સંસાર ખડો રહ્યો છે મન બગડ્યાથી. | વિચારોનો સ્વભાવ જ વિચિત્ર. ગમે ત્યારે ગમે તેવા વિચારો આવે. મંદિરમાં ખાટકી વાડે જાય તેવા વિચારોય આવે. છતાં એ બધા છે બાહ્ય ભાવો.
જ્ઞાનીઓય સામાના મનને આનંદિત રાખવા પૂરેપૂરો વ્યવહાર કરે ! પૂજ્ય દાદાશ્રીય હીરાબાની પૂરેપૂરી ખબર રાખતા, આદર્શ પતિ તરીકે ! મહાત્માઓનાં મનને કાયમ રાજી રાખતા.
મન તો નિત નિત નવું માંગે. છતાંય રોજ રોજ એનું એ જ ઘર, એની એ જ ખોલી, એનો એ જ પલંગ ચલાવવું જ પડે ને બધું ! રોજ રોજ આ બધું નવું ક્યાંથી લાવવું ? ક્યાંથી મળે ?
અક્રમ જ્ઞાનની પ્રાપ્તિ પછી એક પ્રયોગ કર્યા કરવાનો. જેના આધારે જ સંસાર ખડો રહ્યો છે. તે આધારને જ તોડ તોડ કરવાનો. એ આધાર કયો ? મનના પર્યાયોમાં પોતે તન્મયાકાર થાય છે. આધાર અપાયો ત્યાં ન્હોય મારા, જોય મારા કરીને એ આધાર તોડ તોડ કરે તો તૂટે અનાદિનો અભ્યાસ. સંસારની મીઠાશ કોને વર્તે છે ? આત્માને ? નહીં, અહંકારને.
(૨.૧૨) વિજ્ઞાન, મત વશતું ! મન આપણા વશમાં છે કે આપણે મનનાં વશમાં છીએ ? આપણે કઈ વાતમાં સ્વતંત્ર છીએ ? ઊંઘવામાં ? જાગવામાં ? ખાવામાં ? આપણું
ચલણ ક્યાં છે ? મન કાબૂમાં આવે તો જ ચલણ રહે.
મન વશ ક્યારે થાય ? જ્યારે નિજ સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યાં થાય ? ભેદજ્ઞાની પાસેથી.
પૈસા ગણતી વખતે મન વશ વર્તે છે ને ? સંતોષ હોય, ત્યાં મહીલા બધા મથુરાઓ ચૂપ.
મનના નિગ્રહની જરૂર નથી, મનને જ્ઞાનથી વશ કરવાની જરૂર છે. અનંત અવતારથી મન વશ કરવા મથ્યા, છતાં ન થયું મન વશ કદી.
મન વશ વર્તે ત્યારે વર્તે સાચી સમાધિ. ત્યાં સુધી ‘ોંડલ સમાધિ’ ગણાય.
જ્ઞાની એટલે દેહધારી પરમાત્મા ! હથેળીમાં મોક્ષ પકડાવે એ. મન ન થાય કદી અમન, મન તો થાય વશ મળે જ્ઞાન !
મન વશ તેને વર્તે જગ વશ ! મન તો મોટા મોટા ઋષિઓના વ્રતમાં ને તપમાં ભંગ કરાવી દેતું. તો એવા મનની સામે કાઉન્ટર (સામાવાળિયો) વિચાર તો મૂકવો પડે ને ! એ મૂકીએ તો મન વશ થતું જાય.
આમાં આત્મા છે સદા નિર્લેપ. બરફને ટાઢ કે ગરમી લાગે ? આત્માનો સ્વભાવ જ પરમાનંદી, તેને ચિંતા-દુઃખ કશું અડે ?
મહાત્માને જ્ઞાની પુરુષની આજ્ઞા શું છે ? મન એ શેય છે ને પોતે જ્ઞાતા છે ત્યાં જ મન વશ વર્તાય.
મન જીત્યું તે થયો જગતજીત. જેનું પોતાનું મન પોતાને વશ વર્તે તે સામાનું મન વશ વર્તાવી શકે. પૂજ્ય દાદાશ્રીને હજારો સ્ત્રીપુરુષોનાં મન સંપૂર્ણ વશ વર્તતાં, સંપૂર્ણ અભેદપણે ! બાકી, પાંચ જણનાં મન વશ વર્તાવવાં એ મોટા મોટા સંતોના ગજાં નહીં. જ્ઞાનીને મન વશ થાય તો જ પ્રગતિ થાય આત્માર્થીની. તો જ
44