________________
જ્ઞાનીએ ચીંધેલા માર્ગે ચાલી શકે.
સંતો-સાધુઓ સાધક-બાધક હોય, તેથી તેમને ભક્તોનાં મન વશ ના વર્તે.
જ્ઞાનીને સ્વ મન સંપૂર્ણ વશ વર્તે.
જ્ઞાની પુરુષને ચિત્ત તો મોરલી આગળ સાપ ડોલે તેમ શુદ્ધાત્મામાં હોય. તેમનો અહંકાર તો દેવલોકોય દર્શન કરવા દોડે તેવો હોય. અને બુદ્ધિ તો સંપૂર્ણ ખલાસ, અબુધ દશાને પામેલા હોય. કોઈ ગમે તેવી ગાળો દે, માર મારે તોય મન કશું જ ના બોલે ને ઉપરથી વરસાવે વરસાદ આશીર્વાદનો.
જ્યાં સુધી દ્રષ્ટિભેદ છે, ત્યાં સુધી વિચારભેદ છે ! વિચારભેદનો વાંધો નથી, મનભેદનો વાંધો છે ! - જ્ઞાની કોઈનું મન તોડે નહીં, એમનું મન કોઈ તોડવા ફરે તોય !
પ્યોરિટી વધતાં વધતાં પારદર્શકતાને વરે.
પૂજય ‘દાદાશ્રી’ ને કોઈના માટે કિચિત્માત્ર અહિતકારી વિચાર ના હોય, હિંસાના વિચાર ના હોય. બુદ્ધિય સરળતા ને અબુધતા પામેલી ને અહંકાર તો સંપૂર્ણ ક્ષય થયેલો હોય.
પૂજય દાદાશ્રીનું મન આખા બ્રહ્માંડનો ભાર ઝીલે તેવું હોય ! દાદાના મન જેવું મન આપણું થઈ જાય, તો આપણે પણ ઝીલી શકીએ મુક્તપણે આખા બ્રહ્માંડનો ભાર !!!
• ડૉ. નીરુબહેન અમીત
સામાનું મન વશ કરવું કઈ રીતે ? ભગવાન મહાવીરે ચીંધેલી રીતે. પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીને. વીતરાગને પંથે પ્રયાણ કરનારને પ્રતિક્રમણરૂપી શસ્ત્ર સાંપડે, પછી મંઝિલે પહોંચતા કોણ રોકી શકે?
મન વશ કરવા જ્ઞાની થવું પડે.
જે જગથી હાર્યો તે જ જગજીત બન્યો ! પછી એ ક્યારેય મનથી હારે નહીં.
અક્રમના મહાત્માઓ મોક્ષમાર્ગની એકદમ ‘હાઈ પોસ્ટ પર પહોંચ્યા છે, સર્વાર્થસિદ્ધની સિદ્ધિ સમ !!!! | ગમે તેવા ગુનાઓ થયા હોય, પણ તે જ્ઞાની પાસે ખુલ્લા કરીએ તો મન થઈ જાય ખુલ્લું ને એ ગુનો ફરી કદી ના થાય.
કોઈનું મન આપણાથી જુદું પડ્યું, તો આપણે કેવળજ્ઞાનથી જુદા પડ્યા. મન સામાવાળિયું ના થવું ઘટે.
કોઈથી મન જુદું પડ્યું તો જાણવું કે અહીં પડ્યો મોટો પ્રકૃતિનો દોષ ! કોઈનું મન આપણા થકી ન તૂટવું જોઈએ !
મન હોય તો મતભેદ પડે. જ્ઞાનીને મન જ ના રહ્યું હોય તો મતભેદ પડે ક્યાંથી ?