________________
જેટલું ઓપન માઈન્ડ રહે એટલી સમજણ ખીલી કહેવાય. વિચારક તો તેને કહેવાય કે નવું જ વિચારે. ખરો વિચારક કોણ ? કેટલાય અવતારથી મનુષ્ય થતો આવ્યો હોય તે.
શીશીના બૂચની જેમ મન પણ કેટલીક બાબતોમાં લપટું પડી ગયેલું અનુભવ્યું છે ?
બિનજરૂરી મનની ચિતરામણની કદી ગણતરી કરી છે ? બે ખોટ કેટલી ખવાય છે ?
મનમાં રાખવાની વાત મોઢે લીકેજ કરી નાખે. એકલો એકલોય બડબડ કરતો જ હોય. તે શેઠ દુકાને જતાં ભૂલથી આગળ નીકળી ગયા
હોય.
મનને પટાવીને પટાવીને કામ કાઢવું. એને કહેવું કે મારું આટલું માને તો તને આઈસ્ક્રીમ આપીશ. અવળો વિચાર આવે એટલે એને ઠપકો આપવો, એને કહી દેવું, “મારામાં તારે ડખો નહીં કરવો ને તારામાં અમે ડખો નહીં કરીએ. રાત્રે ઊંઘ આવતી હોય તો, ચૂંટી ખણી જગાડવું, ‘બહુ દહાડા ઊંધ્યા !
મન પાસે બહુ ત્યાગ કરાવીએ તો તે ચિડાયેલું રહે.
જ્ઞાનવાળાએ મનને શેય કરી જુદું રાખવું. અજ્ઞાનદશાવાળાએ તો સામ-દામ-દંડ-ભેદે કરીનેય મનને ઠેકાણે રાખવું પડે.
મન કહે તેનાથી ઊંધું કરીએ તો મનનું ચલણ તૂટી જાય. મન લોભી હોય તો પૈસા રસ્તામાં વેરતા વેરતા આવવાથી મન છૂટું થઈ જાય. માનની ટેવ પડી હોય ત્યારે અપમાનની જગ્યાએ મનને લઈ જવું. મન નવરું ના પડે એટલે એને નિત્યક્રમમાં વ્યસ્ત રાખવું.
ગ્રંથો વાંચવાનો મોહ, વ્યાખ્યાન કરવાનો મોહ, ત્યાગ કરવાનો મોહ, આ બધા મોહ જ છે તે મૂર્ણિત કરનારાં છે.
મનના જાતજાતના ખોરાક જ છે ને ? પેપર વાંચવું એય ખોરાક કહેવાય. મનને જગત કલ્યાણની ભાવનામાં વાળી દો, એના જેવો મનનો ખોરાક બીજો વર્લ્ડમાં કયો હોઈ શકે ?
(૨.૧૧) મનની મૂંઝવણોનો ઉકેલ ! કોર્ટમાં આમ બોલીશ, તેમ બોલીશ, એમ વિચાર કર કર કરે, ત્યારે અંતે શું થાય ? ધબડકો જ વાળે. સહજ ભાવે, વિચાર્યા વિના જ ‘પદ્ધતસર'નું બોલાય.
વિચારવું એ છે ગુનો. સહજ આવેલા વિચારોને જ એન્ટ્રી અપાય. વિચારવામાં આંતરશક્તિ હણાય.
કેવળ આત્મસંબંધી જ દિવસોના દિવસો સુધી અવિરત વિચારધારાને જ્ઞાનાક્ષેપકવંત કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રને જ્ઞાનાક્ષેપકવંતની સ્થિતિ હતી. પૂજ્ય દાદાશ્રીને પણ જ્ઞાનપૂર્વે એવું રહેલું.
વિચારવાની પણ હદ હોય ને ? મુંબઈ શહેરમાં ગાડી હાંકનાર શું વિચાર કરતો હોય કે આગલી ગલી આવશે પછી જમણે વાળીશ, પછી પોલિસ સિગ્નલ આપશે પછી સ્ટોપ થઈશ, ને માણસ આવશે ત્યારે બેક આમ મારીશ !!! ના. બહુ અક્કલવાળાને ઊંધા વિચારો વધુ આવે.
સૂતી વખતેય ઉઘરાણીના વિચારો આવે તો ? વિચારોને કહીએ, ‘દવાખાનાનો ટાઇમ પૂરો થયો, દવાખાનું બંધ છે, કાલે આવજો.” તેમ વિચારોને કહી દેવાનું.
વિચાર સ્થિર રહી શકે ? કોઈનાય રહી શકેલા નહીં. મન તો નિરંતર ઓગળ્યા જ કરે. એને જુદું જોવા-જાણવાનું.
મન બગડે એટલે બગડે શરીરેય. રોગિષ્ટ ચીડિયાં જ ખાતો હોય. મન રોગી થાય કે બધુંય રોગિષ્ટ થઈ જાય. અક્રમ વિજ્ઞાન મનનાં રોગો મટાડે.
તીર્થકરોનું મન કેવું સુંદર હશે ! તદન નિરોગી ! દેહય તદન નિરોગી ને વાણીય તદન નિરોગી.
નિરોગી મન એટલે શું ? ક્યાંય કશી હરકત જ ના આવે. મોળું, ખારું કે કડવું જે ખાવાનું મૂકો પણ મનને અસર ના થાય.
41