________________
જેની તમામ પ્રકારની ખેંચો, આગ્રહો તૂટ્યા, તેને વરે પરમાત્મપદ.
જ્ઞાનીની ગાળ પણ લાગે જેને મીઠી, તે ખરેખર અધ્યાત્મના કેટલાંય પગથિયાં પાર કરી જાય.
‘શુદ્ધાત્માની સીટ’ પર સદા સહજાનંદ અને “ચંદુની સીટ’ પર ઝટકા ૪૪૦ વૉટના !
મહીં ઘર્ષણ ચાલે નિરંતર ગત-વર્તમાન જ્ઞાન વચ્ચે, જયમ રમત વૉલીબૉલની, જીતે વારાફરતી ! શુદ્ધ બ્રહ્મચર્ય જેને પાળવું છે, તેણે તો એ સિદ્ધાંતને કાયમી વળગી રહેવું. આપણા સિદ્ધાંતને તોડતો એક પણ વિચાર આવતા વેંત જ, સિદ્ધાંતની વિરુદ્ધ મન જો જરાક બોલે, તો તેને દબાવવાનું નહીં, તેને કહેવાનું કે તારી વાત અમને માન્ય નથી. કારણ કે અમારા સિદ્ધાંતની વિરુદ્ધ છે.
માલ શું ભર્યો ? જ્ઞાનીએ મોક્ષને લાયક દેખાડેલો માલ. તે પાછલા માલ પ્રમાણે ચલાય કે આજના ? મનના કહ્યા પ્રમાણે ચાલે, તે નબળાઈ નહીં તો બીજું શું ?
હજી મનના કહ્યા પ્રમાણે ચાલવું છે ? નહીં ? તો દેઢ, અડગ નિશ્ચય કરવાનો એ પ્રમાણે ના ચાલે, ત્યારે ચાલે બુદ્ધિના કહ્યા પ્રમાણે, તેય અંતે તો થઈ જાય બુદ્ધ. આપણે તો પુરુષ થયા, હવે ચાલવું સ્વપુરુષાર્થથી !
પૂજય દાદાશ્રીએ એક ભાઈને એવું કહેલું, ‘પુણ્ય હશે ત્યાં સુધી અમારી સંગે રહેવાશે. પુણ્ય પરવારશે તો વડોદરામાં હશે તોય પાસે નહીં અવાય.” અને પછી એ જ ભાઈ માટે એવું જ બન્યું.
ફોરેનર્સ સદા ચાલે મનના કહ્યા પ્રમાણે, તેથી જ સ્તો વાત વાતમાં લે ડાયવોર્સ ! અને આપણે ત્યાં ? એંસી વરસેય માજી કહે, ભવોભવ આ જ ધણી મળજો !
મનને જીતવાના માર્ગમાં છો ? મનને જીતવા માટે તો, મનની વાત ધ્યેય વિરુદ્ધ હોય, તેને તુર્ત જ કાપી નાંખવી.
જમવામાં મનના કહ્યા પ્રમાણે જમાય ? નિયમ કર્યો હોય તે પ્રમાણે જ જમાય.
પોતાનું ધાર્યું કરાવવા શું કરે? ખેંચ, આગ્રહ ને અંતે જક્કે ચઢે. જક્ક પકડવી એટલે ખાવી અધ્યાત્મની ભયંકર ખોટ. કંઈ પણ પકડ પકડાય તો પોતે પછડાય આ પૃથ્વી પર અને જેને તમામ પ્રકારની પકડો છૂટી ગઈ છે તે પહોંચે સડસડાટ સિદ્ધશીલા પર !
સમજીને સમાશે તો સરળતાથી ઉકેલ આવશે, નહીં તો અથડાઈકૂટાઈને, માથા ભાંગીનેય સાન ઠેકાણે આવશે. | મન જે બતાડે એ છે પૂર્વભવના આગ્રહો બધા, તેમાં હવે કઈ ગમે ભળાય ? મનમાંથી ગમતું-ના ગમતું ગયું, પછી ગમે તે થાય તો શું વાંધો?
પ્રજ્ઞા પ્રાપ્ત થયા પછી, મન અને પ્રજ્ઞા વચ્ચે જ ઘર્ષણ થાય, અહંકાર તો પ્રથમ જ જ્ઞાની ફ્રેકચર કરે છે ને ?
જ્ઞાની મનના કહ્યા પ્રમાણે કદી ના ચાલે, સિદ્ધાંત નક્કી કર્યા પ્રમાણે જ ચાલે.
પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે અભેદભાવે વ્યવહાર આચરે એ જ્ઞાની સિવાય કોનું ગજું ? ગોપીઓ ને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ સાક્ષાત્ જોવા મળે એવો, દાદા અને મહાત્માઓ વચ્ચે.
જ્ઞાનીનું મન કદી કોઈનું અવળું ન બતાડે. મન જોડે કળાથી કામ કાઢવું. એનો ટાઈમીંગ ચૂકાવી દેવડાવવો.
મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, સર્વેને ધ્યેય પ્રમાણે દોરવાનાં. બધામાં શુદ્ધાત્મા જુએ એટલે ચિત્ત શુદ્ધાત્મામાં જ રહે. બુદ્ધિ ધ્યેય નક્કી કરે એટલે એમાં જ રહે. અહંકાર પણ બુદ્ધિ સંગે જ વિચરે. રહ્યું મન, જે એકલાને સાચવવાનું.
ધ્યેય શું ઘટે ? દાદાની પાંચ આજ્ઞા પાળવી છે તે.