________________
તો મન પડે લપટું ને આખો દિવસ કકળાટ કરે. દરેક બાબતમાં પરફેક્ટ ને એક્યુરેટ, એ દાદાશ્રીની ખાસિયત.
ના ગમતા કેટલાય લોકો દાદાની પાસે આવેલા, છતાંય એમણે બધાંયને ગમતા કરી નાખ્યાં.
મન બૂમાબૂમ કરતું હોય ત્યારે શું કરવું ? એને આપી દેવો ટાઈમ મળવાનો. વર્કીગ ટાઈમમાં મનને મિટીંગ ટાઈમ કેમ અપાય ? ડૉક્ટરો મળવાના ટાઈમનાં પાટિયાં મારે છે ને !
મનને દોરવીએ આપણે, આપણે ના દોરવાઈએ મનથી. મન આપણા ધ્યેયના વિરુદ્ધ દેખાડે ત્યારે, વિરોધીના પક્ષકાર થઈ જવાય છે. તો તો મન આખો ધ્યેય ઊડાડી મેલે.
પોતાની લૉ બુક પ્રમાણે ચલાય કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ? પોતાની લૉ બુક પ્રમાણે ચાલનારાની શી ગત થાય ? ફકીર ના ગણે વસ્તીને ને વસ્તી ના ગણે ફકીરને.
અપવાદમાં ના ગમતું શું શું હોવું ઘટે ? વ્યસનો ને લોકનિંદ્ય વર્તન.
ના ગમતામાંથી અભાવ, તિરસ્કાર અને ભય ઊભું થયા વિના રહે ? કોર્ટે જવું કોને ગમે ? સ્મશાનમાં જવું કોઈને ગમે ? ના ગમતી વાતનો ભય પેસી જાય.
નથી ગમતું, નથી ગમતું બોલ બોલ કરે તો, તેવી સાયકોલોજિકલ ઈફેક્ટ થઈ જાય ને ‘ગમે છે, બહુ ગમે છે' બોલ્યા કરે તો, તેવી સાયકોલોજિકલ ઈફેક્ટ થઈ જાય. જેવું ચિંતવે તે રૂપ થઈ જાય, એ છે આત્માનો સ્વભાવ.
દાદાશ્રીને કોઈ પૂછે, ‘તાવ ચઢ્યો છે ?” ત્યારે તેઓશ્રી શું કહે ? “ના, કશું નથી.” (હોય એકસો ચાર ડિગ્રી તાવ તોય !)
‘વ્યવસ્થિત’માં જે હો તે ભલે હો ! ‘દાદા જેવું થયું છે', તેણે પકડવી વાટ તે.
ખોટું, ખોટું તરીકે દ્રષ્ટિમાં આવ્યું તે ગયું.
મન તો જ્ઞાની પાસેથી ભગાડે. મનના કહ્યા પ્રમાણે ચાલનારનો ભરોસો શું રખાય ? મનના કહ્યા પ્રમાણેની પોતે લૉ બુક રાખી છે. ને ? એટલા જ સર્કલની ને ? પાછું ઉપરાણુંય તેનું જ લે લે કરવાનું. મન જ ઉપરી ઠર્યું ને આપણું ? તેથી કબીર સાહેબે ચારસો વર્ષ ઉપર કહેલું, “મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ માટે ધ્યેય પ્રમાણે, નિશ્ચય પ્રમાણે જ ચલાય. આપણું આજનું પ્લાનીંગ શું છે, એ પ્રમાણે કરવું. મનના કહ્યા પ્રમાણે નહીં.
‘નથી ગમતું છતાંય કરું છું' એવું કદી મહીં થાય કે નહીં ? એ થયું એટલે લેવાણું ઉપરાણું મનનું.
બ્રહ્મચર્યનો નિશ્ચય કોણે કર્યો ? ‘આપણે’ કે ‘મને' ? મનના તાબામાં રહેનારાનો તો મને જ નિશ્ચય કર્યો ગણાય.
મનના કંટ્રોલમાં આવી જવાયું છે ? પ્રતિક્રમણ, નવ કલમો, વિધિ વિ.ના પ્રયોગો કરી પાછું થઈ જવાય સધ્ધર આત્મબળમાં.
મન તો સામાયિકેય ના કરવા દે. અરે, સામાયિકમાંથીય ઊઠાડે ! બ્રહ્મચર્ય પાળવાવાળો તો કેવા સ્ટ્રોંગ મનોબળવાળો, નિશ્ચયબળવાળો હોય ? ઠેઠ સુધી બ્રહ્મચર્યવાળા જ રસ્તે જાય. મનના કહ્યા પ્રમાણે ચાલનારાને મન છ મહિના પાછળ પડે તો પૈણાવી નંખાવે એને !! જે નિશ્ચય થયા પછી ક્યારે ફેરવે નહીં, તે ખરું ! નિશ્ચયવાળો મનને તે ગાંઠતો હશે ?
મનના કહ્યા પ્રમાણે ચાલીને, ઘરનાને તરછોડ મારીને કોઈ મોક્ષે જઈ શકે ?
પતંગ ચગાવવાનું મન થાય ને ? તે મન ચગે કે પતંગ ? પતંગ ચગાવવામાં સુખ છે એ માન્યતાના આધારે જ, પતંગ ચગાવાય ને ! પતંગ ચગાવવાની નથી, જોવાની છે. શાને માટે ? સૂર્યના કિરણો આંખમાં જાય, મકરસક્રાંતિના દિવસે.
રાજા ફટાકડા જાતે ક્યારેય ફોડતા હશે ? મજૂરો ફોડે ને રાજા જુએ. મન એટલે ગયા અવતારનો ભરેલો માલ અને આજના અવતારનો