________________
નહીં પછી મન સામ્ ના થાય તો શું કરે ? મનનેય ઓઢાડવું પડે, મફલર વીંટવું પડે. દાદાશ્રી કહે, અમારું મન અને વાણી મફલર વીટેલી હોય.
પહેલા મન સ્થિર થવું ઘટે, મન સ્થિર શી રીતે થાય ? પહેલાંના કાળમાં જ્ઞાનીઓ સ્વ-પુરુષાર્થથી સ્થિર કરતા. આ કાળમાં એવી કોની તાકાત છે ? એટલે આત્મજ્ઞાની પાસે પ્રથમ મનના ખુલાસા થાય, તેનું જ્ઞાન સ્થિર થાય, ત્યાં સુધી વીતરાગ માર્ગ મળે નહીં. - મનને સમાધાન શી રીતે આપવું ? ગાડી માટે ખૂબ રાહ જોવી પડે ત્યારે શું થાય ? ‘વ્યવસ્થિત’ છે કહેતાં જ મન શાંતતાને પામે યા તો મંત્રો બોલવા ને મનને વ્યસ્ત રાખવું.
મન જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં સમાધાનને પામે. એ ક્યારે ? જ્યારે દેહાભિમાન જાય ત્યારે.
મન કેળવ્યું ત્યાગથી કે સંયમથી ? ભોંય પર સૂવાનું સાધુઓએ મન કેળવ્યું હોય તો, તેમને પછી ત્રણ ગાદલામાં સૂવડાવીએ તો ઊંઘ આવે ? ત્યાગથી કેળવ્યું હોય તો ના આવે. સંયમથી, જ્ઞાનથી કેળવ્યું હોય તો આવે.
સાધુઓ બધું ભેગું કરીને શા માટે ખાય ? જીભને સ્વાદ ચોંટે નહીં તેથી. ભાતભાતનું ખાવાની ઈચ્છા જ ના થાય પછી.
વાણીનો ને દેહનો સંયમ આવે, પણ મનનો સંયમ કેવી રીતે આવે ? મન કોઈનું અવળું દેખાડે તો એ ‘ઉપકારી છે, ઉપકારી છે” કહેવું. મનનો સંયમ તેનાથી સધાય.
કોઈ માણસ અમુક વાત મન ઉપર જ ના લે તો ? મન ઉપર લેવી જ જોઈએ. મન પર શટર ના પાડી દેવાય. મનને ઓગાળવાનો સુઅવસર કેમ જવા દેવાય ? તે સમયે ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહ્યા એટલે સહેજે મન ઊડે.
બહેરા માણસને ગાળો દઈએ તો એને કશી અસર ના થાય, તો તે શું સંયમ કહેવાય ? સંયમ પરિણામ જ્ઞાની પાસે સહેજે વર્તે. એ સંયમ સુખની વાત જ શી ?
મન જે જે પઝલ (કોયડા)માં ડિઝોલ્વ થયું (ડૂબી ગયું) હોય, તે તે પઝલ સોલ્વ (ઉકેલ) થાય કે મન થઈ જાય ખુલ્લું.
મનોબળ કેળવવા શું કરવું ? આત્માને જાણવો પડે. નિશ્ચય કોણ કરે ? મન ? ના. તો કોણ કરે ? બુદ્ધિ. નિર્ણય જલદી ન લેવાય તે છે બુદ્ધિદોષ.
વિચાર ફળીભૂત કરવા શું કરવું ? સ્ટ્રોંગ (દઢ) નિશ્ચય કરવો. સ્ટ્રોંગ નિશ્ચયને કોઈ ન રોકી શકે, ભગવાન પણ નહીં.
(૨.૧0) મત કા ચલતા તત ચલે... ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલવાનું દસ મિનિટથી વધારે ના ગમે તો ? દવાખાનામાં જવાનું ગમે કોઈને ? ટાઢમાં સ્કૂલમાં જવાનું ગમે છોકરાને ? નાગમતું તો ડિક્શનરીમાં જ ના ઘટે. ના ગમતું કાઢી નાખવું એનું નામ પુરુષાર્થ. ભેંસનેય દવાખાનામાં કેવી ખેંચીને લઈ જાય છે.
‘નથી ગમતું' કહીએ જ કેમ ? ‘નથી ગમતું' કહીએ એટલે એ ચઢી બેસે. ‘ગમે જ છે બધું', કહીએ કે ના ચઢે કશું.
ના ગમતું થાય જ કેમ ? ‘બન્યું એ જ ન્યાય,’ ‘વ્યવસ્થિત', પછી મન ક્યાંથી પાડે બૂમો ?
પોતે પરમાત્મા ને બૂમો પાડનારાં ન્યૂટ્રલ બધાં ! મનને કહીએ, તું પડ, તું ડૂબ, હું નહીં. નથી ગમતું કહ્યું કે પડી હથકડી. શક્તિઓ પાર વગરની વધે, ના ગમતાની સામું કરે ત્યારે.
સંપૂજ્ય દાદાશ્રીને સર્વ હક્ક હોવા છતાં, ક્યારેય કોઈએ જોયું નહીં હોય કે, એમને આ વસ્તુ ના ગમી.
દાદાશ્રી કહે છે, અમને ક્યારેક બપોરે વહેલું ઊઠવું પડે, તો મન બૂમાબૂમ કરે તો તેનું અમે ક્યારેય ના સાંભળીએ, એને “ગેટ આઉટ’ કરી દઈએ. ખાવામાં કંઈ મન બૂમ પાડે, તો તેને કહીએ, ભિખારી છે કે, માંગણી કરે છે ? જમવામાંય નિયમ મુજબ જ લેવાનું. નહીં