________________
મરવાના વિચારો આવે તો તેને કેવા ભગાડી દો છો ?
મન હંમેશાં શ્રવે છે, ઝમે છે, એટલે ઓગળે છે. મન ડિસ્ચાર્જ થયા કરે છે, એટલે વિચરી ગયેલો છે, એમાં ફરી ભળે નહીં તો એ વિચાર ના થાય. ચાર્જ ભાવમાં વિચરે નહીં તો તેને કશી લેવાદેવા નથી. જ્ઞાન હોય તો મન ખલાસ થાય. અજ્ઞાન હોય તો નવું મન ઊભું થાય.
મન તો ટેટાની પેઠ ફૂટે. ફૂલકણીનો માલ ભરેલો હોય તો તેય ફૂટે ને સુરસુરિયુંય થાય.
માર્કેટમાંથી કોથળો ભરી શાક લાવ્યા, તે જેવું ભર્યું હશે તેવું જ નીકળશે. પૂરણ પ્રમાણે જ ગલન હોય.
જોનારને કોણ પજવનાર ? જોવામાં કચાશ હોય તેને પજવે.
મનનાં વિચારો એ સૂક્ષ્મ સંયોગો છે ને પાછા પર છે ને પરાધીન છે. સંયોગો જોય છે ને આપણે જ્ઞાતા છીએ.
અજ્ઞાનીઓ માટે તો, ખરાબ વિચારો આવે તો તેની સામેથી દૃષ્ટિ ફેરવી લેવાની. નહીં તો એ આખોય ખેંચાઈ જાય. શુદ્ધાત્માની દૃષ્ટિ પડતાં જ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બંધ થઈ જાય.
સાધકો હજારો વર્ષોથી કહેતા આવ્યા કે “મનને મારો.” ખરા શાસ્ત્રકારોએ કહ્યું, ‘મનને જીતો.’ મનને જીતવામાં સૂક્ષ્મ અહમ્ શું નથી છૂપાયેલો ? તેથી પૂજય દાદાશ્રીએ બોધ્યું, ‘મનને જુઓ' !
હિતકારી કે અહિતકારી વિચારો હોતા જ નથી. વિચાર માત્ર શેય સ્વરૂપે કાઢી નાખવાના. ખરી જાગૃતિ તો કોને કહેવાય ? વિચાર આવતાં પહેલાં જ સમજાય કે આ તો જોય છે ને હું જ્ઞાતા છું.
એવો કરવો કે, ચોપડી વાંચતા હોઈએ ત્યારે અક્ષરો જેમ વંચાય તેમ ‘હું શુદ્ધાત્મા છું' એમ અક્ષરે અક્ષરે વંચાવો જોઈએ, વગર ચોપડીએ. તો એ ઉત્તમ, ઉપયોગપૂર્વકનું ગણાય. આમાં જોનાર કોણ ? પ્રજ્ઞાશક્તિ.
ખરાબ વિચાર આવે ત્યારે સહેજે જુદું રહેવાય. એનો લાભ લઈ લેવાનો, તેને બદલે ત્યારે પોતે કંટાળે. એને આનંદપૂર્વક જુઓ ને ! ખરો ટાઈમ આવ્યો કરીને !
અવળા વિચાર તો આવે, પણ આપણે સામે પ્રતિભાવ મૂકવો પડે. મન તો જ્ઞાનીનુંય અવળું દેખાડે. ત્યારે કંઈ ધૂન બોલાવી, ‘દાદા દાદા...' બોલવું, ગમે તે ગોઠવી દેવું.
મહેમાન આવે ત્યારે શું થાય ? મનમાં થાય કે અત્યારે કંઈથી મૂઆ આવ્યા !!! તે બુદ્ધિ કૂદાકૂદ કરે ને મન પછી ચંપે ચઢે.
‘મૂડ' કોને લાગુ પડે ? મનને કે અહંકારને ? મનને. મૂડ એ છે પુદ્ગલનો ગુણ. મૂડ એટલે જાગૃતિ કોઈ એક જગ્યાએ રમ્યા કરે, ચિત્તેય એમાં ઝલાઈ જાય ને બીજી કોઈ વાત એને ગમે નહીં. ખરી જાગૃતિ કોને કહેવાય ? લાલ ધરે તો લાલ થઈ જાય ને લીલું ધરે લીલું થઈ જાય તે ! બહારના દ્રવ્ય જેવું ‘પેલું” થઈ જાય. જ્ઞાનીનેય મૂડ હોય પણ તે સામાના પુણ્યના આધીન !
| હોમમાં’ રહીને ‘ફોરેન’ની ફાઈલનો નિકાલ કેવી રીતે કરવો ? ‘પોતે' શુદ્ધાત્મામાં રહે તો પ્રજ્ઞા એની મેળે નિકાલ કરે. બન્યું તે ‘વ્યવસ્થિત’ એટલે મન સમાધાનમાં રહે.
કોઈ ગાળ ભાંડે ત્યારે અંતઃકરણની સ્થિતિ કેવી હોય ? પહેલું મન ગૂંચાય પછી બુદ્ધિ અને સંકોરે. જેમ બૈરી ધણીને ચઢાવે તેમ. બુદ્ધિ
ક્યારે સંકોરે ? જાગૃતિ હાજર ના હોય ત્યારે. મન કેવા પ્રકારે ગૂંચાય ? ફરી ફરી એની એ જગ્યાએ ગૂંચાય અને અહંકાર સહી કરે, બુદ્ધિ નક્કી કરે તે પ્રમાણે.
આખી જિંદગી દેહને સાચવ્યો, ઠંડી-ગરમીમાં બધી જ સગવડો આપી, રોજ નવડાવ્યો-ધોવડાવ્યો પણ મનને સાચવ્યું કદી ? મનને સાચવ્યું
અક્રમ જ્ઞાન પ્રાપ્તિ પછી જાગૃતિ જેને રહેતી હોય, તેણે તો માત્ર વિચારોને તું જોય ને હું ‘જ્ઞાતા’ એટલું જ બોલીએ કે તરત એ છૂટું પડી જાય. અને જેને શુદ્ધાત્માની જાગૃતિ ના રહેતી હોય, તેણે ‘દાદા, દાદા' કરવું કે “હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરવું, જાપ કરવો તોય વિચારો બંધ થઈ જાય. ‘એટ એ ટાઈમ’ એક જ ક્રિયા હોય. શુદ્ધાત્માનો જાપ