________________
બીજી અમુક વસ્તુઓ ભેગી થાય ત્યારે રોંગ બિલિફ કહેવાય. રોંગ બિલિફ જાય, પછી જ મૂળથી અભિપ્રાય જાય. બધામાં સામ્રાજ્ય કષાયનું, ને અભિપ્રાય એ બધી પ્રજા એમની. જ્યાં સુધી અવસ્થા દૃષ્ટિ છે, ત્યાં સુધી અભિપ્રાય આપવાના જ.
જ્યાં સુધી બધી ‘ફાઈલોનો સમભાવે નિકાલ’ ના થઈ જાય, ત્યાં સુધી તત્ત્વદૃષ્ટિ પૂર્ણતાએ પ્રકાશમાં થતી નથી એટલે કે, અતત્ત્વદર્શન એનું ગયું, એટલે કે તત્ત્વદર્શન થયું પણ તત્ત્વજ્ઞાન નથી થયું. તત્ત્વદર્શનમાં શું દેખાય ? મૂળ તત્ત્વ, ‘હું આ છું’ એ. અતત્ત્વજ્ઞાન જાય તો તત્ત્વજ્ઞાન થાય. તત્ત્વજ્ઞાન થાય એટલે ચારિત્ર હોય જ સંગાથે. એ તત્ત્વજ્ઞાન પછી ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચે.
જ્ઞાનીને કોઈ ગાળો દે, મારે તોય, તત્ત્વદૃષ્ટિ સિવાય અન્ય કોઈ દૃષ્ટિથી એને એ ના જુએ.
મન એ પૂર્વભવનો માનેલો આત્મા છે, જીવ એ આ ભવનો માનેલો આત્મા છે. અને યથાર્થ આત્મા એ અચળ છે.
આજના વિચારો પરથી ખ્યાલ આવે કે, ગયા અવતારમાં શેમાં શેમાં આપણે હતા ? આજનું મન એટલે ગતજ્ઞાન દર્શન.
સંસાર એ સમસરણ માર્ગ છે. એટલે નિરંતર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલાયા જ કરે. અગિયારમા માઈલે વનરાજી જોઈ ત્યાં ચોંટ્યા. બારમા માઈલે દરિયો જોયો તો ત્યાં મોહ્યા. તેરમા માઈલે પર્વતો નિહાળ્યા તો ત્યાં વળગ્યા. પણ તે વખતે પ્રાપ્ત થયું બારમા માઈલે માંગેલું તે.
તેથી ગત અને વર્તમાન જ્ઞાન-દર્શન વચ્ચે સતત ઘર્ષણ રહ્યા કરે. અને એનું જ મૂળ કારણ છે મનની અશાંતિનું.
આજનું વર્તન ગયા ભવની શ્રદ્ધાનું પરિણામ છે.
આ ભવમાં બધાં જ વખાણે કે, ભઈને વહુ બહુ ગુણિયલ ને રૂપાળી મળી ને ભઈને વહુ ગમતી ના હોય. ગયા ભવના જ્ઞાનના હિસાબે પસંદ કરી તે મળી અને આ ભવમાં ભઈએ જુદી જ ડિઝાઈન
ચીતરી પાડી. તે ઘર્ષણ થાય નહીં તો શું થાય ? આમાં કોનો વાંક ? કોણ કર્તા ? કોઈ નહીં.
સંસાર અનાદિથી પ્રવાહ સ્વરૂપે છે. એ પ્રવાહમાં જેનો જેનો સંયોગ બાઝયો ને તેમાં ભળ્યો તે તેનો સંસાર થયો ખડો. આમાં ભગવાન તે શું કરે ? આખા બ્રહ્માંડના સ્વામી, જો ને પૂરાયા છે આ સાડા પાંચ ફૂટની કોટડીમાં.
આ સંસાર સંઘર્ષનો અંત ક્યારે આવે ? જ્ઞાની પુરુષના ફૉલોઅર થાય ત્યારે.
(૨૯) તા ગમતા વિચારો સામે... મનની શું મુશ્કેલી ? બહાર કૂતરો બાંધેલો તે ભસ ભસ કરે, તેમાં આપણને શું મુશ્કેલી ? ગમતા વિચારો ને ના ગમતા વિચારો, બન્ને કૂતરાની પેઠ રાખવાના.
| વિધિ કરતાં વિચારોની વણઝાર વહેવા માંડે તેનું શું ? વિચારો મનને આવે છે, આત્માને નહીં. આત્માને કોઈ દહાડો વિચાર આવે જ નહીં. વિચારવું એ મનનો સ્વભાવ છે, તે છો ને વિચાર્યા કરે.
ગમતા વિચારોમાં સહેજે તન્મયાકાર થઈ જવાય. ના ગમતા વિચારોમાં સહેજે છૂટું રહેવાય. ગમતા વિચારોમાં છૂટા રહ્યા તે શક્તિવાન કહેવાય.
લગ્ન વખતે રાંડવાનો વિચાર આવે, તો પરણનારો શેમાં ધ્યાન રાખે ? પરણવામાં કે રાંડવામાં ? પરણવામાં. તેમ ખરાબ વિચારો આવે તો તેમાં આપણે ભળવું નહીં ને આપણે આપણા ધ્યાનમાં રહેવું.
સારું-ખોટું સાપેક્ષ છે, તંદ્ર છે. સારું-ખોટું એ પુદ્ગલ સ્વભાવી છે, એને જુદા જોવાં.
સિનેમામાં ના ગમતો સિન આવે તો ઢેખાળો મારી પડદા ચીરી નાખો છો ? તેમ મનમાં ના ગમતા વિચારો આવે તેને કેમ તોડી નંખાય ? એને તો ફિલમની જેમ ‘જોવાના.’ ફિલમ ‘શય” ને “આપણે” જોનારા જ્ઞાતા.