________________
વિચારોમાં અવળા વિચારોના મોગરા તૂટી પડશે ને સારાવાળાનું આગળ આવશે.
અભિપ્રાય મહીં હોય કે કઢી ખારી છે, અભિપ્રાય પ્રદર્શિત કર્યો કે મન બંધાયું. વાણીમાં બોલે નહીં તો કશુંય નહીં. કઢી સારી છે, કહે તેય અભિપ્રાય ને તેવું મન બંધાય. મનનો જન્મ અટકાવવો હોય તો બંધ કરવા પડે અભિપ્રાયો આપવાના ! આ ભવમાં અભિપ્રાયો બંધ કરે તો આવતા ભવનું મન ના બંધાય.
અભિપ્રાય આપવાનું ગમતું હોય ને ના આપે તોય તે જોખમદાર અને અભિપ્રાય આપવાનું ના ગમતું હોય ને અભિપ્રાય આપે તો એ નથી જોખમદાર !
ગમતાવાળાનું બારણું ખુલ્લું છે, માટે એક નહીં તો બીજું પેસી જ જશે અને ગમતું નથી તેનું બારણું બંધ. તેને જોખમ જ નહીં ક્યારેય. જ્યાં રાગ કે દ્વેષ હોય તેની પર અભિપ્રાય બંધાય. હૃદ્ધ છે ત્યાં અભિપ્રાય ને વંદ્વાતીત થયો એટલે છૂટ્યો.
અભિપ્રાય બાંધનાર ને સામો બેઉ અજ્ઞાની હોય તો બેઉ બંધાય, જ્ઞાની, કોઈ ગમે તે અભિપ્રાય બાંધે પણ ક્યારેય ના બંધાય. ભગવાન મહાવીર પર કેટલાય અભિપ્રાયો લોકો બાંધતા. પણ મહાવીરને કોઈને માટે એકુંય અભિપ્રાય ન હતો.
ડ્રામેટિક અભિપ્રાય અપાય. ડ્રામામાં ‘હું ભર્તુહરિ રાજા છું' એ બોલે ખરો પણ મહીં જુદું જ વર્તતું હોય, ‘હું લક્ષ્મીચંદ તરગાળો છું ને મારે ઘેર જઈને ખીચડી ખાવાની છે.' પોતે કંઈ એ ભૂલી જાય ડ્રામા વખતે ?
વહુ આવીને જાડી થઈ જાય તો દુઃખ. ‘પાતળી કરતાં જાડી સારી’ અભિપ્રાય ફેરવે તો કશું દુઃખ નહીં.
અભિપ્રાયનું મૂળ કારણ શું ? બુદ્ધિ અને અહંકાર. વધુ બુદ્ધિ તે તરત આપી દે અભિપ્રાય. ‘પોસ્ટ ઓફિસ જ ખોલી હોય, અભિપ્રાયો ડિલિવરી કરવાની.
જ્ઞાની તો તે છોકરાને નજરે જુએ ચોરી કરતાં ને બીજે દિવસે તે આવે પાછો, તોય તેના પર ચોર છે એવો તેમને અભિપ્રાય નહીં.
કોઈના માટેનો અવળો અભિપ્રાય કાઢવો હોય તો, ‘એ બહુ ઉપકારી છે, બહુ બહુ ઉપકારી છે' એવું બોલીએ કે થઈ જાય “પ્લસનું માઈનસ.'
મન કશાથીય બંધાય એવું નથી. માત્ર બંધાય, જ્ઞાને કરીને. મન કહે, ‘પગ બહુ દુ:ખે છે.' ત્યારે આપણે કહીએ, ‘સારું છે, પગ ભાંગ્યા તો નથી ને ?”
મનનો વિરોધ કરવાનો એટલે, મનને ચંપે ના ચઢવા દેશો. આઈસ્ક્રીમ બહુ ભાવ્યો, તે કંઈ રોજ રોજ ખવાય ?
જે ભાષામાં અભિપ્રાય અપાય તે ભાષાનું મન બંધાય અને તે ભાષામાં મન કામ કરશે, બીજી ભાષામાં નહીં ! અભિપ્રાય અંગ્રેજીમાં બોલે તો અંગ્રેજ મન બંધાય.
અભિપ્રાય કોણ આપે ? બુદ્ધિ અને અહંકાર બે ભેગાં મળીને.
મહીં ગમે તેટલો કચરો હોય પણ મોઢે બોલે નહીં તો કશું નહીં, ને બોલાઈ જાય તો ધોઈ નાખે તોય કશું નહીં. અભિપ્રાય અપાઈ જાય ને ધોઈ નાખે તોય મન બંધાય નહીં.
ગાયો-ભેંસો એમની ભાષામાં બોલે પણ એમને અભિપ્રાય નથી તેથી મન બંધાતું નથી. દેવલોકોય બોલે પણ અભિપ્રાય વગર. અને આ મનુષ્યો, અક્કલના કોથળા બધા અભિપ્રાય સહિત બોલે ને બાંધે મન.
ભાષા અનિવાર્ય છે, બોલાઈ જ જાય. માટે અભિપ્રાય બાંધે નહીં તો મન ના બંધાય.
મનના ફાધર-મધર જાણ્યા, હવે મનના દાદા-દાદી કોણ ? અભિપ્રાય અને ભાષા કોનું સર્જન ? અહંકારનું. અહંકાર કોનું સર્જન ? અજ્ઞાનતાનું. અજ્ઞાનતા કોનું સર્જન છે ? સંજોગોના દબાણનું.
અભિપ્રાય અને બિલિફને કંઈ લેવાદેવા નહીં, અભિપ્રાય અને