________________
જેવું ચિંતવે તેવું થઈ જાય. બહુ વાંચન શ્રવણ કરવાથી, મનન શક્તિ ઘટી જાય છે. બહુ મનન કરવાથી ચિંતવન શક્તિ ઘટી જાય છે. બહુ ચિંતવન કરવાથી નિદિધ્યાસન ઘટી જાય છે. બહુ નિદિધ્યાસન કરવાથી સાક્ષાત્કાર ઘટી જાય.
વિચારે તે મન અને મતિ એટલે શ્રુતજ્ઞાન પરિણામ પામે ત્યારે મતિજ્ઞાન થાય.
તરંગ, તર્ક, વિતર્ક, એ મનની સૂક્ષ્મ અવસ્થાઓ છે. શેખચલ્લીને થયેલું તે તરંગો. અજ્ઞાનીને તરંગો કહેવાય ને સ્વરૂપ જ્ઞાનીને લેપાયમાન ભાવો કહેવાય. તમામ લેપાયમાન ભાવોથી આત્મા નિર્લેપ જ છે, એ નિર્જીવભાવો છે.
નિર્વિચાર દશા એટલે શું ? મનમાં બધી જ જાતના સ્પંદનો થાય. જ્ઞાનીનેય થાય અને અજ્ઞાનીનેય થાય, પણ અજ્ઞાનીને અહંકાર તેમાં વિચરે ને જ્ઞાની તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે. એ જ નિર્વિચાર દશા ! ને તન્મયાકાર થાય તેને વિચાર કહ્યા.
(૨૮) અંતે ખોવા, મતતા ફાધર-મધર !
માન્યતાઓની વણઝાર ભાતભાતની ! મન પ્રભુએ દીધું માને. પ્રભુની પેઢીનું ઉત્પાદન જો મન હોત તો, બધાનાં મન એકસરખાં જ ન હોત ? તો મનનો જન્મ ક્યાંથી થયો ? મનનાં ફાધર-મધર કોણ ? એ ઓળખે તે થાય ભગવાન. ક્યાંય, કોઈ શાસ્ત્રમાં એવું વર્ણન ન જડે.
અક્રમ વિજ્ઞાની સંપૂજય દાદાશ્રીએ પહેલ વહેલો સાયન્ટિફિક ફોડ આપ્યો, “ઓપિનિયન’ ઈઝ ધી ફાધર ઑફ માઈન્ડ એન્ડ ‘લેંગ્વઝ’ ઈઝ ધી મધર ઑફ માઈન્ડ. (‘અભિપ્રાય' એ મનનો પિતા છે ને ભાષા એ મનની માતા છે.) ભગવાને મનને બનાવ્યું નથી. ‘એ’ તો મહીં બેઠાં બેઠાં આ બધું ‘જોયા’ કરે છે, જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી.
મન બંધ કરવું હોય તો ખરો ઉપાય શું ? ફાધર ને મધરને ભેગાં જ નહીં થવા દેવાનાં. ભાષા બોલવાની પણ અભિપ્રાય નહીં રાખવાનો.
અભિપ્રાયથી સર્જાય લંકો, ને વંદ્વોથી સર્જાય મન.
ઈચ્છાનો વાંધો નથી, જલેબી ખાવાનો વાંધો નથી, પણ સારી છે, ખોટી છે, એમ અભિપ્રાય આપો તો મન સર્જાય.
અભિપ્રાય આપે ને પાછો ફેરવીય નાખે. એના કરતાં કોલેજનું સર્ટિફિકેટ સારું કે આખી જિંદગી ફરે નહીં.
માંસાહાર કરવામાં સુખ છે, ફાયદો છે, એવો અભિપ્રાય છે ? જો ના હોય તો મફતમાં માંસાહાર આપે તોય કરે ? જમવામાં ખાસ અભિપ્રાય આપી દે, ‘કઠું ખારું છે.”
દાદાશ્રી કહે કે અજ્ઞાન દશામાંય હું કઢી ખારી થઈ હોય તો તેમાં પાણી રેડી દેતો, હીરાબા ના જાણે તેમ. પતિ-પત્નીના ઝઘડા મોટે ભાગે ખાવામાંથી જ ઊભા થતા હોય છે. બૈરી કંઈ જાણી-જોઈને કઢી ખારી કરતી હશે ? સો રૂપિયા આપો તોય ના કરે. દરેક સ્ત્રી પોતાના ધણી-છોકરાંને માટે ભાવથી જ રસોઈ બનાવતી હોય છે.
‘પોતે' છે કલ્પસ્વરૂપ અને વિચાર આવ્યા તેમાં વિચર્યો. એટલે થયો વિકલ્પ, વિશેષ કલ્પ ! વિચાર મને આવ્યા તે સંકલ્પ અને વિચારને જોયા છૂટા રહીને, તે નિર્વિકલ્પ.
મનના અધ્યવસાનને જોયા કરે તે નિર્વિકલ્પી. વિચાર શૂન્ય તે નિર્વિકલ્પી નહીં.
સંકલ્પ-વિકલ્પ કરનારો છે અહંકાર. સંકલ્પ-વિકલ્પ છોડાવે એ જ્ઞાની પુરુષ.
મન વિરોધાભાસી વર્તન કરે, ઘડીકમાં કોઇનું ગજવું કાપે, તે બીજી જ ઘડીમાં ‘પતિયા'ને દાન કરે. મનની ભરતી-ઓટ ‘વ્યવસ્થિત’ને આધીન છે.
મન તો હિમાલયમાંય સંસાર મંડાવે. બાવાજીએ જંગલમાં માંડ્યો સંસાર તેમ. જ્ઞાનીઓ ભયંકર ભીડમાં એકાંત અનુભવે. કુદરતે ફેરવ્યું છે ટંબલીંગ બેરલ, એમાં લોકોનાં અવળા-સવળા
28