________________
રમતું હોય મુખારવિંદ પર. મન ભમ્યા કરે નહીં, તેથી વાણી ખેંચાયેલી ના હોય. પ્રશ્ન પૂછાય તો આમ કેવળજ્ઞાનમાં જોઈને તુર્ત જવાબ જ આપે.
(૨.૭) મતની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં !
ખરી રીતે ભગવાનની ભાષામાં મન:પર્યવ જ્ઞાન એટલે પોતાનાં મનના બધાં જ પર્યાયોને જાણે છે. પોતાનાં મનના પર્યાયો જાણે તે જ સામાનાં મનના પર્યાયો જાણી શકે. વ્યવહારમાં સામાનાં મનના પર્યાયને જાણે, તેને મન:પર્યવ જ્ઞાન કહ્યું. જેને પોતાનાં મનના બધા પર્યાયો દેખાય તેને સામાનાં મનની અસર પડે, છાંયો પડે ને એમ સામાનાં મનની ખબર પડે.
કેટલાક સંતો સમાધિમાં ખોવાઈ જાય છે, બેભાન થઈ જાય છે, એને જ્ઞાનીઓએ એને સાચી સમાધિ નથી કહી. આ તો મનમાં કોઈ લેયર (પડ)માં કે ચિત્તનાં કે બુદ્ધિના કોઈ લેયરમાં તન્મયાકાર થઈ જાય, અંતઃકરણ આખુંય તેમાં તન્મયાકાર થઈ જાય. એટલે બહારનું ભાન જતું રહે ! એ લેયરના આનંદમાં ખોવાઈ જાય. જ્ઞાની એને એક જાતની જાગતાની નિંદ્રા જ કહે. જ્યારે જ્ઞાનીઓની સમાધિ એટલે ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, ઝઘડતાંય સમાધિ !
આધિ-વ્યાધિ-ઉપાધિમાંય સમાધિ. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ઈન્દ્રિયો. બધું જ સંપૂર્ણ જાગૃતિમાં ! એને નિર્વિકલ્પ સમાધિ કહી. નિરંતર જાગૃત અવસ્થા એ જ સાચી સમાધિ.
આખા બ્રહ્માંડના પરમાણુએ પરમાણુઓની ખબર પડે છે તે કેવળજ્ઞાનની જાગૃતિ !!!
સૂર્ય, ચંદ્ર (બુદ્ધિ, મન) ભેદાય ત્યારે આત્મજ્ઞાન થાય. ભેદબુદ્ધિનો વિલય થાય ત્યારે વીતરાગ થવાય !
કેટલાકને સત્સંગ ગમે, પણ તેમાં મનની મસ્તી જેવું હોય, ઘેર આવીને બધું ઉતરી જાય, થોડા વખતમાં.
સત્સંગમાં સાંભળેલું–કરેલું, ભક્તિ, ધૂન, કીર્તન, તે ખરા ટાઈમે હાજર ના થાય, તે બધું મનોરંજનમાં જાય. તેથી સ્તો સંપૂજ્ય દાદાશ્રીએ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' અખંડ કીર્તન ભક્તિ માટે ખાસ ચેતવેલા કે એક જ રાગમાં, માત્ર તાળીઓ વગાડીને જ કરવી, તો જ ઉપયોગપૂર્વક થશે, નહીં તો રાગરાગિણીમાં ને વાજીંત્રોમાં પડશો તો તે બધું જશે મનની મસ્તીમાં જે બહાર ક્રમિક માર્ગમાં ચાલે જ છે ને, એને માટે દાદાશ્રી કહે છે, ગાયકો અને સાંભળનારો બન્ને તાનમાં જ હોય, નિયમથી જ. એ મનોરંજન ! અને જ્યાં કેવળ આત્માની વાત હોય, આત્માનો જ સત્સંગ હોય તેમાં આત્માનંદ હોય, એ સત્સંગ પ્રસંગે પ્રસંગે હાજર થાય ને નિર્લેપ રખાવે.
જ્યાં કંઈ પણ કરવાનું છે એ ભ્રાંતિ છે, વિજ્ઞાનમાં કરવાનું કશું નહીં, વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી હોય.
બહુ ધૂન કરવાથી માણસ ધૂની થઈ જાય. ધૂની એટલે નાદુરસ્ત મન. અસ્થિર મન, વન ટ્રેક માઈન્ડ.
મનોરંજન બે પ્રકારનાં. એક અધોગતિમાં લઈ જનારાં, બીજાં ઉર્ધ્વગતિમાં લઈ જનારાં. સિનેમા, નાટક, પિકનિક, પાર્ટી, એ બધાં અધોગતિવાળાં. ધર્મ, કથાવાર્તા, કીર્તન, ધૂન એ બધાં ઉર્ધ્વગતિવાળાં.
મનોરંજનથી મન ખુશ, ખુશ, ખુશ થાય, ઉછાળા મારે પણ તરત દૂધના ઉભરાની જેમ બેસીય જાય. આત્માનંદમાં મનનો ઉપયોગ જ ના હોય.
મન અગાધ મનન કરે. મન વાગોળવાની પ્રક્રિયા કરે. વાગોળવામાં ચિત્ત નથી હોતું. મન અને ચિત્ત ભેગાં થાય ત્યારે અનંગ વિચારો, તરંગ વિચારો આવે.
મન છે મહાન પ્રયોગશાળા, એમાં જે કંઈ મૂકો તો તેનું તારણ કાઢી આપે, બુદ્ધિની નિર્ણયશક્તિની મદદથી.
મનન મનનું ને ચિંતવન ચિત્તનું છે. મનન એટલે મનથી વિચારી નાખવું ને ‘હું નાલાયક છું, હું સારો છું એવું બધું ચિંતવન.
26