________________
મન અને અહંકારને શું સંબંધ ? બન્ને જુદાં જ છે સદા, વિચારણામાં અહંકાર ભળે ત્યારે કાર્ય થાય. મન એ ગયા ભવના અહંકારનું પિક્સર બતાડે.
‘કરવું” શબ્દ ત્યાં અહંકાર. વિચાર કર્યો’ એ બંધાયો. વિચાર આવ્યો’ એ છૂટ્યો... જાણ્યો તેથી. અહંકાર વિનાના વિચારો મડદાલ વિચારો કહેવાય.
મનમાં તન્મયાકાર થયો કે થયો લાચાર. મોટા મોટા સાયન્ટિસ્ટોય મનમાં થઈ જાય તન્મયાકાર. જ્ઞાની મુક્તિ અપાવે.
| વિચારધારાને પકડે ઘણાંય પણ વિચારધારાને ના અડકે , એ
પાડે. જેમ જેમ વધારે ને વધારે ભાવ કરતો જાય તેમ તેમ બીજને પુષ્ટિ મળે ને ગ્રંથિ બંધાય. સંયોગી પુરાવાઓ ભેગા થાય ત્યારે એ ગાંઠ ફૂટે.
બીડી ના મળે ત્યાં સુધી મન એટલો વખત બીડીમાં ભમ્યા કરે. એ બીડીની મોટી ગાંઠ. જેમ ગાંઠ મોટી, તેના વિચારો વધારે. ગાંઠ નાની તેમ તેના વિચારો ઓછા ને ગાંઠ જ નહીં તેનાં વિચારો જ નહીં.
બાહ્યગ્રંથિ કરતાં આંતરગ્રંથિઓ બહુ હોય. ક્રોધ-માન-માયા-લોભ હોય ત્યાં ગ્રંથિઓ હોય જ.
એક વિચાર આવે તે પા પા કલાક, અડધો-અડધો કલાક ચાલ્યા જ કરે, જેમ ગોળની આગળ માંખ બણબણે તેમ.
જ્ઞાની !
આરંભપરિગ્રહથી નિવત્યે કેવળજ્ઞાન થાય. સમરંભ એટલે વિચાર કરવો, નક્કી કરવું કે જવું છે કોર્ટે. સમારંભ એટલે બોલી નાખવું કે ‘કોર્ટે જઉં છું.’ આરંભ એટલે કોર્ટે જવા નીકળે છે. આત્મજ્ઞાન પછી આ ત્રણેય શેય ને ‘આપણે જ્ઞાતા.
આરંભ એટલે “મેં કર્યું ને પરિગ્રહ એટલે કર્યાનું ફળ આવે તે. જ્યાં કર્તાપદ જ છૂટું પડી રહ્યું શું ? સંપૂર્ણ અપરિગ્રહી રહ્યા.
ભાવમન અને દ્રવ્યમન એટલે શું ? ભાવકર્મ કરનારું મન એ ભાવમન ને દ્રવ્યમન એટલે રૂપકમાં આવ્યું તે. અક્રમ માર્ગમાં ભાવકર્મ જ ઊંડે છે, જ્ઞાન મળતાં જ.
મનોગુપ્તિ એટલે અવળા વિચારો આવે, તેને બંધ કરી દેવા. એ બંધ શી રીતે થાય, જ્ઞાન વિના ?
(૨૭) ગ્રંથિભેદત થકી તિગ્રંથ દશા ! મનની ગ્રંથિ કેવી રીતે બંધાય ? શુદ્ધ શાકાહારી છોકરો મિત્રોના સંગતે ચઢ્યો હોય, મિત્રો બધા માંસાહારી હોયને, તેને માંસાહાર માટે દબાણ કરે. તે મનમાં છોકરો ભાવ કરે કે ખાવામાં શું વાંધો ? તે આ ભવે માંસ ખાય કે ના ખાય, પણ આવતા ભવ માટે માંસાહારનાં બીજ
આ ગાંઠો ફૂટે તેને જોયા કરવાથી ગાંઠો છેદાય.
દૃષ્ટિની મલિનતા સંબોધિની પ્રાપ્તિ કરોડો અવતાર સુધી ના થવા દે.
પોતે જાણે કે ખોટું છે છતાં પેલી ગાંઠ એને એમાં ને એમાં પકડી રાખે.
ક્રોધ-માન-માયા-લોભની ચાર પ્રકારની ગાંઠો. માનની ગાંઠવાળો સવારથી ક્યાંથી માન મળશે તે ખોળ્યા કરે ! લોભની ગાંઠ બહુ ભારે. લોભ હોય ત્યાં લગી દ્રષ્ટિ ના બદલાય. લોભની ગાંઠ તોડવા જ કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની તન, મન ને ધનથી ભક્તિ કરવી. કપટ એટલે માયા, એ લોભના રક્ષણ માટે વપરાય. ક્રોધ, એ માનના રક્ષણ માટે વપરાય. આ ચાર ગ્રંથિઓનું ભેદન ના થાય ત્યાં સુધી નિગ્રંથ ના થવાય. જ્ઞાની પુરુષ નિગ્રંથ હોય.
દાદાશ્રી જેવા ક્યારે થાશું બાહ્યાંતર નિગ્રંથ અમે ? “એક જ અવતારમાં’ એમ દાદાશ્રી કહે છે. કારણ કે નિયમથી ટાઈમ થાય એટલે મન એક્ઝોસ્ટ થયા જ કરે. મનમાં તન્મયાકાર થાય નહીં એટલે બધું ખરી પડે.
જ્ઞાની નિગ્રંથ હોય, તેથી ટેન્શન ના હોય ને મુક્ત હાસ્ય સદા