________________
૩૯૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન કા ચલતા તન ચલે...
૩૯૭
પ્રશ્નકર્તા ઃ મન ગમે તે દેખાડે પણ અહંકાર ભળે નહીં તો ? દાદાશ્રી : થઈ રહ્યું, છૂટો થઈ ગયો.
હવે એ તો બહારના મનુષ્યનું ગજું નહીં ને ! આ જ્ઞાન છે એટલે જ છૂટું રહી શકે. જ્ઞાન એટલે શું કરે તે ઘડીએ ? જ્ઞાતા-દ્રષ્ટા રહે. તેની મહીં તન્મયાકાર નથી થતો ને જ્ઞાતા-દ્રષ્ટા રહે.
આ ભવતું તે પૂર્વેનું ! મન એટલે પૂર્વના આગ્રહે બધા. અને આજના જ્ઞાનના આગ્રહો એ આજના અભિપ્રાય. આજે જે જ્ઞાન ચાલતું હોય ને, કે લાંચ લીધા વગર ચાલે જ કેવી રીતે ? હવે લોકો હઉ લે છે બધાં. ને આપણે એક્લાએ જ લાંચ ના લીધી છતાં લાંચ લેવાય નહિ અને અજંપો થયા કરે.
પ્રશ્નકર્તા : મન પૂર્વના અભિપ્રાય પ્રમાણે આજે દેખાડે અને આજનો અભિપ્રાય જુદો હોય. પણ તે ઘડીએ મનમાં ભળી જવાય તો અત્યારના અભિપ્રાયની પછી કોઈ વેલ્યુ જ ના રહી ને ?
આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે કે “પૈણવું જોઈએ. એવું મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય.
પ્રશ્નકર્તા : છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે. તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાય ને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય ?
દાદાશ્રી : ના, એવું ના થાય. પૈડો થાય તોય પૈણવાનું કહે ને ! પોતે મનને કહેય ખરો કે “આ ઉંમર થઈ, છાનું બસ ! એટલે મનનું ઠેકાણું નથી એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ.
એ છે છટકબારી ! પ્રશ્નકર્તા : અત્યારનો અભિપ્રાય એવો છે, દાદાની જોડે રહેવું છે, કોઈ પણ ભોગે. આ નોકરી ગમતી નથી.
દાદાશ્રી : એ છટકબારી છે, ભાગી છૂટવું છે.
પ્રશ્નકર્તા : મનમાં એમ લીધું કે નોકરી ગમે છે અને નોકરી ના કરીએ ને આ રીતે રહીએ તો વાંધો શું છે ?
દાદાશ્રી : મનમાંથી નીકળી જવું જોઈએ. મનમાંથી નીકળી જાય તો વાંધો નથી..
પ્રશ્નકર્તા : પછી નોકરી ના કરે તો ચાલે ? દાદાશ્રી : પછી વાંધો નહીં. પ્રશ્નકર્તા : આ તો સહેલું થઈ પડે ને ?
દાદાશ્રી : મન ગમતું, ના ગમતું ના બતાડે. અહીંયા આવેલો પછી નોકરી પર મોકલે તો પાછો ત્યાં એડજસ્ટ થઈ જાય.
દાદાશ્રી : આજનો અભિપ્રાય માર ખાઈ ગયો. આજનું જ્ઞાન નકામું ગયું.
પ્રશ્નકર્તા : આપણા વિજ્ઞાનમાં ગયા અભિપ્રાયથી મન ઊભું થયું તેને જોવાનું, એમાં ભળવાનું નહીં ને ?
દાદાશ્રી : જુએ તો તો પછી કામ જ થઈ ગયું ને ! જુએ એટલે પછી કશું રહ્યું જ નહીં. આ તો જુએ નહીં તેને માટે છે આ વસ્તુ. આ તો એના પ્રમાણે ચાલે છે ને પક્કડો પકડે છે પાછી. ચાલે તેનોય વાંધો નથી, પક્કડ પકડે છે તેનો વાંધો છે.
મહીંથી મન શું કહે ? ‘આ ખાવ ને !' અમે કહીએ કે ભઈ, એ ખવાય નહીં. તમે બૂમો પાડો તો નકામું છે. અમે અમારા આજના જ્ઞાનના આધારે ચાલીએ. આજના અભિપ્રાયથી ચાલીએ. પાછલું જ્ઞાન કહે છે, ખાવ ને !